________________
ભાવતીર્થ - રત્નત્રયી
સભા ઃ રત્નત્રયી પામ્યા ક્યારે કહેવાય ?
સાહેબજી : તે પછી કહીશ, અત્યારે તો રત્નત્રયીનો મહિમા સમજાવવો છે. આગળનાં ત્રણ તીર્થોને વ્યવહારનય ભાવતીર્થ કહે છે, પણ નિશ્ચયનય કહે કે એમનો બહુ મહિમા નથી. તમામમાં ખરો મહિમા આ ચોથા તીર્થનો છે. ગીતાર્થ ગુરુ પણ રત્નત્રયી ન પામે તો હવા ખાતા રહે છે. શાસ્ત્ર આખાં ને આખાં ભણી જાય, પણ અંતરમાં રત્નત્રયી ન પ્રગટે તો કોઈ કામ થાય નહીં. શ્રીસંઘમાં પણ વ્યવહારથી આપણે અનંતી વાર સભ્યપદ નોંધાવ્યું છે, કેમ કે અનંતી વાર ઓઘા કર્યા છે. અરે ! કદાચ ભાવથી પણ membership (સભ્યપદ) મેળવી લો, છતાં આત્મામાં રત્નત્રયીનો પરિપૂર્ણ વિકાસ ન થાય તો તમારો મોક્ષ ન થાય. સૌએ ફરી ફરીને અહીં જ રત્નત્રયી પર જ આવવાનું છે, કેમ કે માર્ગ આ જ છે. તેના માટે શબ્દ “મો” રાખ્યો. આ માર્ગ નાકની દાંડી જેવો સરળ છે. જીવમાત્રે સંસારના સર્વ દુઃખથી મુક્ત થઈ મુક્તિરૂપ સુખને પ્રાપ્ત કરવું હોય તો તેનો ઉપાય આ તીર્થ જ છે. બીજું તીર્થ સાધન તરીકે હોય તો સારું, અને ન હોય તોપણ વાંધો નહીં, પરંતુ આના વિના તો નહીં જ ચાલે. આ તથ્ય સ્પષ્ટ સમજાવું જોઈએ.
૧૧
ગમે તેટલા તીર્થંકરો ભૂતકાળમાં થયા અને ભવિષ્યમાં થશે, લાખો-કરોડો નહીં પણ અબજો-અસંખ્ય વર્ષો જાય, કરોડો ધર્માચાર્યો થાય, પણ કોઈની ત્રેવડ નથી કે આમાં કોઈ ઘાલમેલ કરી શકે, ફેરફાર કરી શકે. ધર્મ નહીં સમજનારા શંકા કરે કે ‘ભગવાન મહાવીરે કહેલો જે ધર્મ, તે અત્યારે ઘણો બદલાઈ ગયો છે, વચ્ચેના આચાર્યોએ મનમાન્યા ફેરફાર કર્યા છે'. પણ આવું બોલનારને ભાન નથી કે ‘આ શાસનનું તત્ત્વ eternal (શાશ્વત) છે'. અરે ! તીર્થંકરોની પણ મજાલ નથી કે માર્ગ બદલી શકે. ઊલટું તેમને પણ તરવું હોય તો સ્વયં માર્ગનું અનુસરણ કરવું જ પડે. અનંત કાળથી સુનિશ્ચિત માર્ગનો ગોટાળો થવાનો કે ઘાલમેલ થવાનો અવકાશ જ નથી. બુદ્ધિશાળી અને સમજદાર વ્યક્તિ હોય તે સમજી શકે કે ધર્મનું માળખું જ એવું છે કે તેમાં ઘાલમેલ ન થઈ શકે. હા, તમે અબૂઝ બનો તો તમને ઊઠાં १. यतश्चात्र सर्वज्ञोपज्ञे सज्ज्ञानदर्शनचारित्रप्रधाने प्रवचने ।
(૩૫મિતિ॰ પ્રસ્તાવ-૨) २. सुय धम्म तित्थ मग्गो पावयणं पवयणं च एगट्ठा। सुत्तं तंतं गंथो पाढो सत्थं च एगट्ठा | | १३० ।। तथा मृज्यते - शोध्यते अनेनात्मेति मार्गः, मार्गणं वा मार्गो, अन्वेषणं शिवस्येति,
(આવશ્યનિવૃત્તિ વં માણ્ય માળ-શ્, શ્ર્લો-૨૩૦, મૂલ-ટીજા)
મેં માńશબ્દાર્થમાદ
मज्जिज्जइ सोहिज्जइ जेणं (ता) तो पवयणं तओ मग्गो अहवा सिवस्स मग्गो मग्गणमन्नेसणं पंथो | | १३८१ । । ततस्तस्मात् प्रवचनं मार्ग उच्यते । येन किम् ?, इत्याह- "मृजू शुद्धौ" मृज्यते शोध्यतेऽनेन कर्ममलिन आत्मा, तस्माद् દેતો:। અથવા, માર્ગનું માર્ગોડન્વેષાં પન્થા: શિવસ્મૃતિ।।રૂ૮।।
(વિશેષાવવમાQ માન-૨, શ્લો-૨૮૧, મૂત્ર-ટીજા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org