________________
ભાવતીર્થ - રત્નત્રયી
નહીં; કેમ કે તે આત્માના ગુણસ્વરૂપ છે. સૂક્ષ્મ એવા આત્માના બધા ગુણો ભાવાત્મક છે, જે મોક્ષના ઉપાદાનકારણ છે. ઉપાદાનકારણને જ મહત્તા આપનાર નિશ્ચયનય તેને ભાવતીર્થ કહે છે. વળી નિશ્ચયનય અક્ષેપફલવાદી છે; એટલે નિશ્ચયનયના મતે આત્માના આધ્યાત્મિક ગુણ તે જ સાક્ષાત્ તારક હોવાથી સ્વયં તીર્થ છે; જેનું અવલંબન લઈને (ગીતાર્થ) ગુરુ તરે છે, શાસ્ત્રો પણ તેના દ્વારા જ તારે છે, શ્રીસંઘ પણ તેના અવલંબનથી જ કરે છે. તેથી સીધી તારનાર તો રત્નત્રયી જ છે. આખું જૈનશાસન વ્યવહારનય-નિશ્ચયનયથી ગૂંથાયેલું છે. ભગવાને આખી દુનિયાનું વર્ણન વ્યવહારનય-નિશ્ચયનયથી કર્યું છે. અરે ! આ ભીંતનું વર્ણન પણ વ્યવહારનય-નિશ્ચયનયથી કર્યું છે. સમગ્ર ધર્મતીર્થ લો; તો તેના નામધર્મતીર્થ, સ્થાપનાધર્મતીર્થ, દ્રવ્યધર્મતીર્થ અને ભાવધર્મતીર્થ એમ ભેદ પડે. તેમાં ભાવનિરપેક્ષ, રામતીર્થને અને સ્થાપનાતીર્થને તથા અપ્રધાન દ્રવ્યતીર્થને રદ કર્યો. બાકી રહેલા ભાવતીર્થનું અને પ્રધાન દ્રવ્યતીર્થનું ક્રમશઃ વર્ણન કરીશું, એટલે તીર્થકરોએ સ્થાપેલા તારક તીર્થનો સમગ્રતાથી તમને બોધ થઈ જાય. તમારા મનમાં સ્પષ્ટ ઝાંખી થઈ જાય કે “ધર્મતીર્થ આ વસ્તુ છે. જ્યાં હોય ત્યાં જૈનશાસનની જય બોલો છો તો જીવનમાં શાસન કે તીર્થ વાસ્તવિક સમજાય, તેનો કોઈ દિવસ ગોટાળો ન થાય, તેવી સ્પષ્ટ ભેદરેખા તમને આપવી છે. તમે શાસનદેવની જય બોલો કે તીર્થકરને નમસ્કાર કરો ત્યારે આ તારક ભાવતીર્થ યાદ આવવું જોઈએ.
સભા : નિશ્ચયનયનો અભિપ્રાય શું ?
સાહેબજી : નિશ્ચયનય સૂક્ષ્મ ભાવાત્મક આંતરિક વસ્તુને મહત્ત્વ આપે છે. ગીતાર્થ ગુરુ આંખે દેખાય છે, દ્વાદશાંગી શબ્દરૂપ શ્રુતજ્ઞાન કાનથી સંભળાય છે, ચતુર્વિધ સંઘ નજરે દેખાય છે; જ્યારે આધ્યાત્મિક ગુણ નજરે દેખાતા નથી કે કાનથી સાંભળી શકાતા નથી, તે તો ભાવાત્મક છે. જે મેળવે તે જ અનુભવે, જે પામે તે જ માણે, બીજા બેઠા હવા ખાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે “જિનહી પાયા તિનહી છિપાયા'. ગુણ પામ્યા પછી કોઈને હથેળીમાં લઈને દેખાડી શકાતા નથી. જે પામ્યા છે તે જાતે પામ્યા છે, જે પામશે તે જ તેનો સ્વાદ ચાખશે, તેની અનુભૂતિની મજા બીજા કોઈ માણી શકશે નહીં. ગુણ કોઈને લેવડ-દેવડ તરીકે આપી શકાતા નથી, કોઈ પાસેથી આંચકી શકાતા નથી, આંતરિક ગુણોનું આદાન-પ્રદાન કે અપહરણ શક્ય જ નથી; કારણ કે આ વસ્તુ આંતરિક ભાવાત્મક છે, સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ વસ્તુને નિશ્ચયનય પકડે છે. નિશ્ચયનય મોક્ષના અવંધ્ય ઉપાદાનકારણ આધ્યાત્મિક ગુણોને જ ભાવતીર્થ કહે છે. તમને દૃષ્ટિકોણ સ્પષ્ટ થઈ જવો જોઈએ. નિશ્ચયનયનો angle (દષ્ટિકોણ) આ છે, તે ગુણોને ભાવતીર્થ કહે છે. વ્યવહારનય પ્રથમ ત્રણને ભાવતીર્થ કહે છે. બંને પાછળ ચોક્કસ કારણો છે. નિશ્ચયનયના ભાવતીર્થને પમાડવામાં વ્યવહારનયનાં ભાવતીર્થોની સફળતા :
રત્નત્રયી એવો માર્ગ છે કે જેમાં રાજમાર્ગ અને કેડીમાર્ગ એમ બધું સમાઈ જાય. તરવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org