________________
ભાવતીર્થ - રત્નત્રયી સહાય વિના તે સીધો કાંઠે પહોંચી જાય, તેમ સંસારસાગરથી તરવાનો માર્ગ બોલો કે તીર્થ બોલો તે એક જ છે; કેમ કે વાસ્તવમાં માર્ગ જ તારનારો છે. “જે તારે તે તીર્થ” એ ન્યાયથી શાસ્ત્રમાં લખ્યું કે “મો નિત્ય” માર્ગ પોતે જ તત્ત્વથી તારનાર છે.
વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ભાવતીર્થનું સ્વરૂપ :
તમારી સામે એક પછી એક ઊંચાં ભાવતીર્થોનું વર્ણન રજૂ કરું છું. એકને વિચારો ને બીજું ભૂલો. આ ભાવતીર્થો ઉત્તરોત્તર અધિક અધિક મહાનતાસૂચક છે. પહેલાં જે તીર્થો વિચાર્યા તે (૧) ગીતાર્થ ગુરુ, (૨) દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો, અને (૩) ચતુર્વિધ શ્રીસંઘ; એ વ્યવહારનયથી ભાવતીર્થ હતાં. આ નિશ્ચયનયનું ભાવતીર્થ છે. આપણે વર્ણનની શરૂઆત ભાવતીર્થથી કરી છે. હા, માત્ર તીર્થ શબ્દના વ્યુત્પત્તિના અવસરે દ્રવ્યતીર્થના બે પ્રકાર કહ્યા હતા : (૧) પ્રધાન દ્રવ્યતીર્થ અને (૨) અપ્રધાન દ્રવ્યતીર્થ. અપ્રધાન દ્રવ્યતીર્થો :
અન્ય ધર્મનાં શાસ્ત્રો નદીના સંગમ, સરોવરના કિનારા-કાંઠા કે સમુદ્રના ઘાટ, બેટ તે બધાને તીર્થ કહે છે. પવિત્ર ભૂમિ તરીકે ત્યાં સ્નાન વગેરે કરવાનું કહે છે. વળી, તેને પુણ્યનું કારણ કહે છે; પણ આપણા શાસ્ત્રકારોએ તે બધાને એક ઝાટકે cancel (રદ) કર્યા; કેમ કે આ બધાં અપ્રધાન દ્રવ્યતીર્થ છે, એટલે કે શુદ્ધભાવનું કારણ જ ન બને તેવાં દ્રવ્યતીર્થો છે. જૈનશાસનમાં અપ્રધાન દ્રવ્યતીર્થોની ફૂટી કોડીની પણ કિંમત નથી. જેમ ભાવનું સાધન ન બને તેવાં નામતીર્થ, સ્થાપનાતીર્થ નકામાં છે, તેમ અપ્રધાન દ્રવ્યતીર્થ પણ નકામાં છે. તમે મકાનને તીર્થ એપાર્ટમેન્ટ' નામ આપ્યું તે નામતીર્થ કહેવાય, પણ તે તારે નહિ; તેથી તેની કાંઈ કિંમત નથી. જે ભાવનું સાધન ન બને કે જેને ભાવ સાથે કોઈ link-connection (કડી-જોડાણ) નથી; તેવાં નામતીર્થ, સ્થાપનાતીર્થ અને દ્રવ્યતીર્થની આત્મિક દૃષ્ટિએ અંશમાત્ર કિંમત નથી. અરે ! તીર્થ માટે જ નહીં, અરિહંત માટે પણ લખ્યું કે “ભાવનિરપેક્ષ નામઅરિહંત, સ્થાપનાઅરિહંત કે દ્રવ્યઅરિહંતની કોઈ કિંમત નથી'. જૈનશાસનમાં ભાવનું કારણ બને તેવા દ્રવ્યની જ કિંમત છે. પ્રભુશાસનમાં ભાવને અત્યંત મહત્ત્વ અપાયું છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે,
“શુદ્ધ ભાવ જેહનો છે તેહના, ચાર નિપા સાચા રે, જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિ કાચા રે”.
१. अपरमपि नद्यादितीर्थं तुच्छा-ऽनैकान्तिका-ऽऽत्यन्तिकदाह-तृष्णा-मलापनयनं विदधाति, एतत्तु संघतीर्थमनादिकालालीनत्वेनानन्तानां दाह-तृष्णा-मलानामैकान्तिकमात्यन्तिकं चापनयनं करोति; अतः प्रधानत्वाद् भावतीर्थमुच्यते, नद्यादितीर्थं त्वप्रधानत्वाद् द्रव्यतीर्थमिति भावः ।।१०३४ ।।
(વિશેષાવરમાણ મા-૨, વક-૨૦૩૪, ટીવ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org