________________
ભાવતીર્થ - રત્નત્રયી
અહીં ટૂંકમાં, સાર એ છે કે “ભાવતીર્થ અને ભાવતીર્થનું કારણ એવા પ્રધાન દ્રવ્યતીર્થની જ કિંમત છે અને તેની સાથે સંકળાયેલા હોય તે જ નામ અને સ્થાપના પણ પવિત્ર છે, બાકી ભાવતીર્થથી અસંલગ્ન કોઈનો મહિમા નથી.” આ દૃષ્ટિથી જ મેં તમારી સામે ભાવતીર્થના વર્ણનથી શરૂઆત કરી છે. ત્યારબાદ પ્રધાન દ્રવ્યતીર્થોનું વર્ણન આવશે ત્યારે તે સમજાવીશ. પ્રસ્તુતમાં વ્યવહારનય જંગમ તીર્થરૂપ ગીતાર્થગુરુ, તેમનામાં રહેલ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો અને આ બંનેના અનુશાસનમાં રહેલો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આ ત્રણેને ભાવતીર્થ કહે છે; કેમ કે આ ત્રણેમાં તારકશક્તિ છે. ત્રણે તીર્થ લાયક જીવને તરવામાં અવલંબન બની શકે છે. આજ દિવસ સુધીમાં ૯૯.૯૯ ટકા જીવો આ ત્રણથી તર્યા છે. તરવાનો રાજમાર્ગ આ જ છે. વ્યવહારનયા રાજમાર્ગ જ પકડે, કેડીમાર્ગને avoid કરે. (છોડી દે, વિવક્ષા ન કરે.) રાજમાર્ગ અને કેડીમાર્ગ આ બંનેનો distanceથી (અંતરથી) સમન્વય નિશ્ચયનય કરે. વ્યવહારનયથી ભાવતીર્થ :
જેનાથી વ્યવહાર કરી શકાય તેવી સ્થૂલ વ્યવસ્થાને ગ્રહણ કરનાર વ્યવહારનય છે. લોકમાં ૯૯.૯૯ ટકા જીવો જેને અવલંબીને આગળ વધી શકે તેને વ્યવહારનય મહત્ત્વ આપે છે; કારણ કે વ્યવહારનય નિમિત્તવાદમાં માને છે. તેથી તે નિમિત્તકારણની મહત્તા દર્શાવશે. ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને શ્રીસંઘ પાત્ર જીવોને તરવામાં શ્રેષ્ઠ નિમિત્તકારણ છે. વળી, આ ત્રણે તીર્થો બહારથી સ્કૂલ એટલે કે દેખાય તેવાં છે. ઉપરાંત ૯૯.૯૯ ટકા જીવોને તારનારાં છે, એટલે રાજમાર્ગ છે. બહુલતાની અપેક્ષાએ, નિમિત્તકારણની અપેક્ષાએ અને સ્થૂલતાની અપેક્ષાએ વ્યવહારનય આ ત્રણેયને
ભાવતીર્થ કહે છે. ભાવતીર્થ એટલા માટે કે ત્રણેય જીવંત છે, નહીંતર દ્રવ્યતીર્થ કહેવાય. નિશ્ચયનયથી ભાવતીર્થ :
હવે આ ચોથું ભાવતીર્થ એવું છે કે જે આંખે દેખાય નહીં અને ઇન્દ્રિયોથી ગ્રહણ થાય १. एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वात्।
(તિશત સ્નો-૨, ટકા) * तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः। तच्च द्वेधा द्रव्यतीर्थं भावतीर्थं च। द्रव्यतीर्थं तीर्थकृतां जन्म-दीक्षाज्ञान-निर्वाणस्थानम्। यदाह-"जम्मं दिक्खा नाणं तित्थयराणं महाणुभावाणं। जत्थ य किर निव्वाणं आगाढं दंसणं होइ।।" []
(ાશાસ્ત્ર પ્રાશ-૨, ૪-૬, ટીવા) ૨. “તત્ત્વાર્થગ્રાહી નયો નિશ્ચયઃ, લોકાભિમતાર્થગ્રાહી વ્યવહાર:' તત્ત્વઅર્થ-તે યુક્તિસિદ્ધ અર્થ જાણવો. લોકાભિમતતે વ્યવહાર પ્રસિદ્ધ.
(દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ઢાલ-૮, ગાથા-૨૧, બાલાવબોધ) * तथा, लोकप्रसिद्धार्थानुवादपरो व्यवहारनयः, यथा पञ्चस्वपि वर्णेषु भ्रमरे सत्सु श्यामो भ्रमर इति व्यपदेशः ।
(જૈનતમાષા) 3. गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्।
(प्रतिमाशतक, श्लोक-६७ अन्तर्गत स्तवपरिज्ञा श्लोक-२६, टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org