Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ આ ઉપરથી જોવાય છે તેમ કાળરૂપ પિશાચ સમગ્ર વિશ્વને ગળી જાય છે. એની આપખુદી સત્તા સામે અશરણ, અનાયક, અરાજક, પ્રતીકાર રહિત એવા આ વિશ્વમાં કેઈ આંગળી પણ ઊંચી કરી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં અનંત કાળ સુધી જીવવાની ઈચ્છાવાળા એ શું કરવું? એને ઉત્તર એ છે કે વૈરાગ્ય-રંગથી પૂરેપૂરા રંગાવું, જન્મ-મરણને છેલ્લી સલામ કરાવનારી ભાગવતી દીક્ષા-લલના સાથે લગ્ન કરવા, સંયમ-સામ્રાજ્યની શીતલ છાયાનું શરણું લેવું અને તેમ કરી મુક્તિ-મહિલાના મંદિરે પધારવું. મુક્તિ-મંદિર– * મુક્તિ-મંદિર કહે કે નિર્વાણ-નગર કહો, શિવાલય કહે કે શિવપુરી કહે, સિદ્ધિ-ક્ષેત્ર કહે કે મોક્ષ-મહેલ કહે એ એક જ છે. જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોથી મુક્ત થયેલા, જ્ઞાનાદિ અનંત-ચતુષ્ટયને પામેલા, દેહ રહિત બનેલા, આત્મ-રમણતામાં લીન એવા સિદ્ધ પરમાત્માઓનું-ઈશ્વરેનું નિવાસસ્થાન તે “શિવાલય છે. જેનોની આ એક વિશિષ્ટ માન્યતા છે કે કઈ પણ જીવ જન્મ-મરણથી રહિત એવી મુક્તિ મેળવે, ત્યારે તે લોકના અગ્ર ભાગમાં વિરાજે છે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જૈન દષ્ટિ પ્રમાણે આકાશના બે વિભાગે કલપવામાં આવ્યા છે. એક વિભાગમાં જી, પુદગલો વગેરે પદાર્થો વિદ્યમાન છે, જયારે બીજા વિભાગમાં કેવળ આકાશ અસ્તિત્વ ધરાવે છે, આકાશ સિવાય કે પદાર્થને માટે ત્યાં સ્થાન નથી. પ્રથમ વિભાગને “કાકાશ” યાન ‘ક’ એવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે દ્વિતીય વિભાગને “અલકાકાશ” યાને “અલેક કહેવામાં આવે છે.
કેઈએ પણ નહિ બનાવેલ કે કોઈએ પણ નહિ પકડી કે ઝાલી રાખેલ એવો અને સ્વયંસિદ્ધ તથા નિરાધાર આકાશમાં રહેલે એ આ લોક કેડ ઉપર હાથ રાખી પગ પહોળા કરી ઊભા રહેલા મનુષ્યની આકૃતિને મળો છે, એની એકંદર ઊંચાઈ ચૌદ રજજુની છે. એના અલક, મધ્ય (તિર્યગ)લોક અને ઊર્ધ્વ–લેક એમ ત્રણ વિભાગે છે. આ વિભાગો આપણે જે દ્વીપમાં વસીએ છિયે એ જમ્બુદ્વીપના મધ્યમાં આવેલા મેર પર્વતના મધ્ય ભાગમાં રહેલા આઠ ચક–પ્રદેશે આશ્રીને પાડવામાં આવ્યા છે. આપણે જે પૃથ્વી ઉપર
૧ આ રંગ બહારના દેખાવ પૂરતો ન હોવો જોઈએ, નહિ તે અંતે શ્રીરત્નાકરસૂરિ પિતે રચેલી પચ્ચીસીમાં નિમ્નલિખિત નવમાં પધમાં કહે છે તેમ પશ્ચાત્તાપ કરવાનો વારે આવશે – " वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय । વાર વિચાડવા એડમૂત, વિય સુવે દાદા મીરા! ”—ઉપર ૨ આની માહિતી માટે જુઓ શ્રીષભ પંચાશિકાનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org