Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૫૫
ગુચ્છક]
સાનુવાદ સુરેન્દ્રને પૂજનીય અને મુનિઓની સ્તુતિને પાત્ર બની છે. લેકિક વિદ્વાનોએ પણ કહ્યું છે કે વિદ્વાને વનિતાના ઉચ્ચ ગરવને એટલા માટે પ્રશંસે છે કે તે કઈ એવા ગર્ભને વહન કરે છે કે જે જગને ગુરુ બને છે. કેટલીક સ્ત્રીઓ પિતાના શીળના પ્રભાવથી અગ્નિને જળરૂપ, સાપને રડારૂપે, નદીને જમીન તરીકે અને ઝેરને અમૃતરૂપે પરિણાવે છે. ચતુર્વણ સંઘનું ગૃહસ્થની જેમ સ્ત્રીઓ પણ ચોથું અંગ છે. સુલસા જેવી શ્રાવિકાના ગુણોની તીર્થકરેએ પણ પ્રશંસા કરી છે. સ્વર્ગના સમ્રાટોએ પણ તેના ચારિત્રની ભૂરિ ભૂરિ અનુદના કરી છે. તેમના સમ્યકત્વને પ્રબળ મિથ્યાત્વીઓ પણ ભ પમાડી શક્યા નથી. કેટલીક ચતુરાઓ ચરમદેહી છે. કેટલીક સુન્દરીઓ બે ત્રણ ભવમાં મોક્ષે જનાર છે એ શામાં ઉલ્લેખ છે. તેથી કરીને જનનીની જેમ, ભગિનીની પેઠે તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું તે યુક્તિ-સંગત છે એમ અમે જોઈએ છિયે. આચાર્યવર્યના આ ઉગારે ગૈારીઓના ગરવા વિષે કે સ્પષ્ટ અને અભિનંદનીય પ્રકાશ પાડે છે એ બાબત સ્કુટ રીતે પાઠક મહાશયના ધ્યાનમાં આવી હશે.
શીલોપદેશમાલાની ૭૯મી ગાથામાં તેના કર્તા શ્રી જયકીતિસૂરિએ સ્ત્રીની કાળી બાજુ ચીતરી છે, પરંતુ તેમણે પણ ૧૦૩ મી અને ૧૦લ્મી ગાથાઓમાં ઉજજવલ પક્ષ તરફ પ્રકાશ પાડ્યો છે; પ્રસ્તુત ગ્રંથકારે પણ સમ્યકત્વના ૬૭ પ્રકારનાં ઉંદાહરણો રજુ કરતાં આદર્શ તરીકે નારીઓનાં નામે પૂવાચાર્યોની જેમ નિર્દેશ કર્યો છે એટલે કે તેમણે સુન્દરીઓને શખણ જ ઉલ્લેખ નથી. આ ઊહાપોહ ઉપરથી એટલું તે જરૂર સમજાયું હશે કે વૈરાગ્યવાસિત જૈનાચાર્યોને વનિતાઓના વેરી ગણવા તે યુક્તિ-યુક્ત નથી. આ હકીકતને સમર્થિત કરનારા જૈનાચાર્યોને સો કોઈ અભિનંદન આપી શકે એવા ઉદ્ગારે કપૂરમંજરીનાં નિમ્નલિખિત પમાં મળી આવે છે –
" धर्मः पुंप्रभवो यदेतदिदमेवार्याऽपि पूज्या पुन: __ यस्या धर्मसमुद्भवो गुरुजनेष्वप्युन्नतिर्य पुरा । सौनन्देयनृपेऽन्निकासुतगुरौ श्रीचन्दनायां न कि
ગ્રામ gswવતતા વિજ પ્રવીણકુ? I ૬૭ –શાલ અર્થાત “ધમ પુરિસપમવો” એ શ્રીધર્મદાસગણિકૃત ઉપદેશમાલાની ૧૬ મી ગાથાના પ્રારંભિક પદ અનુસાર ધર્મની ઉત્પત્તિ પુરુષથી છે એમ કહેવું યથાર્થ છે, પરંતુ સાથે સાથે આર્યા (મહાસતી) પૂજ્ય છે, કેમકે આર્યાની પાસેથી પૂર્વ ગુરુજનોએ પણ પુય અને ઉન્નતિ(ના માર્ગ) પ્રાપ્ત કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org