Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૮૮
[ચતુર્થ
વૈરાગ્યરસમંજરી શૈલીની તારીફ કરી શકીએ. વિશેષમાં આ વેશ્યા એક રથકારને પણ સન્માર્ગે ચડાવે છે એ તરફ ખ્યાલ આપતાં તે આ શુદ્ધ શ્રાવિકાની પણ પ્રશંસા કરવી દુરસ્ત સમજાય છે.
કાલાંતરે બાર વર્ષને દુકાળ પડ્યો એટલે સાધુઓ પિતાના નિર્વાહ માટે સમુદ્રને તીરે આવેલા ગામમાં ગયા. અને ભષણ કાળ દરમ્યાન અભ્યાસ ચાલુ ન રહેવાથી બારમું અંગ ભૂલી ગયા. નેપાલ દેશમાં શ્રીભદ્રબાહુસ્વામી ચાદપૂર્વધર હતા. તેની પાસેથી તે શીખી લેવા માટે સંઘે શ્રીસ્થૂલભદ્ર પ્રમુખ પાંચસે મુનિવરેને મેકલ્યા, પરંતુ વાચના અલ્પ મળે છે એમ વિચારી ૪૯ તે ચેડા વખતમાં પાછા ફર્યા. ફક્ત શ્રીસ્થૂલભદ્ર આઠ વર્ષ સુધી ત્યાં રહ્યા. અને આઠ પૂર્વ સંપૂર્ણ ભણ્યા. એકદા પૂર્વધરે તેમને કહ્યું કે હે વત્સ! તારે ઉત્સાહ કેમ મંદ પડી ગયું છે ? શ્રીસ્થૂલભદ્ર ઉત્તર આપ્યો કે વાચના મને પૂરેપૂરી મળતી નથી, બાકી હતોત્સાહ થયું નથી. શ્રીભદ્રબાહુએ કહ્યું કે હે વત્સ ! હવે મારૂં મહાપ્રાણ ધ્યાન પૂરું થવા આવ્યું છે એટલે વિશેષ વાચના હું આપી શકીશ. તદનતર તેમણે શ્રીસ્થલભદ્રને બે વસ્તુ ન્યુન દશ પૂર્વ પર્યત ભણાવ્યા.
એક દિવસ વિહાર કરતાં કરતાં શ્રીભદ્રબાહસ્વામી શ્રીસ્થૂલભદ્ર સહિત પાટલીપુર પધાર્યા. ત્યાં શ્રીસ્થલભદ્રની, શ્રીયકની સાથે દીક્ષા લઈ સાધ્વી બનેલી યક્ષાદિ બેને વાંદવા આવી. તેમણે તે સમયે સિંહનું રૂપ વિકવ્યું. આથી ભયભીત થઈ તેઓ પાછી ફરી અને શ્રીભદ્રભાસ્વામીને ફરીથી પૂછ્યું કે અમારા ભાઈ ક્યાં છે ? તેમણે જવાબ આપ્યો કે સિંહરૂપે જેને તમે જોયા તેજ; ફરીથી જાઓ મળશે. ત્યારબાદ તેઓ ત્યાં જઈ વંદના કરી આવી. કાલાંતરે શ્રીસ્થૂલભદ્ર વાચના લેવા આવ્યા એટલે ગુરુએ તેમને અગ્ય જાણી ના પાડી; પરંતુ સકળ સંઘના આગ્રહથી, હવે પછી કોઈને શેષ પૂર્વો ન ભણાવવા એવી પ્રતિજ્ઞા લેવડાવ્યા બાદ બાકીનાં પૂર્વેની મૂળમાત્ર વાચના આપી. આથી શ્રીસ્થલભદ્ર મુનિરાજ ચટપૂર્વધારી બન્યા. તેમને પટ્ટધર નમી શ્રીભદ્રબાહુસ્વામી સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. કાલાંતરે આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ એવા બે પિતાના શિષ્યોને શ્રીસ્થલભદ્ર અગ્યાર અંગ અને દશ પૂર્વે ભણાવ્યા અને તેમને આચાર્ય-પદ ઉપર સ્થાપી આ મહાત્મા કાળ કરી સ્વર્ગે ગયા.
આ પ્રમાણે જેમના જીવન–વૃત્તાન્તની સ્થૂલ રૂપરેખા આલેખી છે તેઓ કેઈ સાધારણ વ્યક્તિ નથી. એમની અપૂર્વતા તે કઈ ઓર જ છે. સામાન્ય રીતે તીર્થકરોનાં નામે પણ જેટલી વીસીઓ સુધી અમર રહેતા નથી તેનાથી પણ અધિક છેક ૮૪ વીસીઓ સુધી આ મહાત્માનું નામ અમર રહેનાર છે. આ વાત કોઈને ગળે ન ઉતરે તો તેની ખાતર ઉપદેશતરંગિણી (પૃ. ૮૭)ની
૧ પૂર્વનું એક પ્રકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org