Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુછક] સાનુવાદ
૧૮૭ મુનિવરે અભિગ્રહ લેવા લાગ્યા. એકે એવો નિયમ લીધું કે હું સિંહની ગુફામાં દ્વાર આગળ ચાર મહિના સુધી ઉપવાસ કરી કાર્યોત્સર્ગપણે રહીશ. બીજાએ અભિગહ કર્યો કે હું દષ્ટિવિષ સર્પના દર આગળ એ પ્રમાણે ચાર મહિના સુધી ઉપવાસ કરી કાર્યોત્સર્ગ પણે રહીશ. ત્રીજાએ કહ્યું કે કૂવાના ભારવટ ઉપર હું ચાર માસ રહીશ. આ પ્રસંગે સ્થૂલભદ્દે પણ એવી પ્રતિજ્ઞા કરી કે હે ગુરુદેવ! આપ અનુજ્ઞા આપે તે હું કેશા વેશ્યાને ત્યાં કામશાસ્ત્રમાં વર્ણવેલાં વિવિધ ચિત્રોથી સશભિત ચિત્રશાળામાં ચાર મહિના રહું અને તેના ત્યાંની બારે બત્રીસી રસોઈને આહાર કરૂં. ગુરુ મહારાજે અનુમતિ આપી એટલે સ્થૂલભદ્ર કેશાને ત્યાં આવ્યા.
ચાતુર્માસ પૂર્ણ થતાં પેલા ત્રણ મુનિએ અભિગ્રહ પૂર્ણ કરી ગુરુ મહારાજ પાસે આવ્યા એટલે અહો દુષ્કારક તમને કુશળ છે એમ સૂરિવર્ષે કંઈક ઊભા થઈને કહ્યું, પરંતુ સ્થલભદ્રને ઉદેશીને તે હે દુષ્કર દુષ્કરકારક ! હે મહાનુભાવ ! તમે કુશળ છે એમ તદન ઊભા થઈને કહ્યું. આથી એ ત્રણ મુનિઓ સ્થૂલભદ્રની અદેખાઈ કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મંત્રિપુત્ર હેવાથી ગુરુ એનું બહુમાન કરે છે.
ફરી ચાતુર્માસને પ્રસંગ આવતાં સિંહગુફાવાસી મુનિએ ગુરુ પાસે પ્રતિજ્ઞા લીધી કે હું પણ આ ચાતુર્માસ સ્થૂલભદ્રની પેઠે કોશા વેશ્યાને ત્યાં પસાર કરીશ. ગુરુએ કહ્યું કે હે વત્સ ! આ આકરા અભિગ્રહ કર યુક્ત નથી, કેમકે એને નિભાવ તે મેરુ પર્વત જેવા અચળ સ્થૂલભદ્ર જ કરી શકે. વળી આમ કરવા જતાં તે તું તારું વ્રત પણ ઈ બેસીશ. છતાં ગુરુનું વચન ન ગણકારતાં તેઓ કેશાને ત્યાં આવ્યા. પહેલે જ દિવસે બરસ ભેજન ખાવાથી અને લાવણ્યની મૂર્તિ જેવી કેશાને લેવાથી મુનિનું ચિત્ત ચળ્યું અને તે કેશાને ભેગ ભેગવવા માટે વિનવવા લાગ્યા. તેને પ્રતિબંધ પમાડવા માટે કેશાએ કહ્યું કે ધન-દાનથી અમે વશ થઈએ છીએ. વાસ્તુ તમે નેપાલ દેશમાં જાઓ અને ત્યાંથી રત્નકંબલ લઈ આવે. વર્ષા ઋતુ હતી તે પણ ધ્યાનમાં ન લેતાં કામાર્થે મુનિ તે ત્યાં ગયા અને કષ્ટ સહન કરીને તે લઈ આવી કેશાને આપી. તેણે પગ લૂછીને ખાળમાં તે ફેકી દીધું. એટલે મુનિએ કહ્યું કે અરે તને અક્કલ છે કે નહિ ? આવી અમૂલ્ય વસ્તુને માટે આ સ્થાન હોય ? કેશાઓ પ્રત્યુત્તર આપ્યો કે હે મૂઢ ! તારા રત્નમય આત્માને તું નરકમાં નાંખવા તૈયાર થયા છે તેને તે તું વિચાર કર. આ સાંભળી મુનિનું બ્રમિત મગજ ઠેકાણે આવ્યું અને ગુરુ પાસે આવી તેની આલેચના લીધી. આ પ્રમાણે સ્થૂલભદ્રથી પ્રતિબોધ પામેલી કોશાએ મુનિવરને સંયમશિખરથી કામ-ખીણમાં ગબડતા અટકાવ્યા. એ ઉપરથી આપણે સ્થૂલભદ્રની પ્રતિબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org