Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૩૨૧
વ્યવહારની ઢષ્ટિએ પણ લિંગ નથી, કેમકે ચાથા ગુણસ્થાનકમાં બીજા બાર કષાયે
હાય છે. ’૨૬
તાત્પયના પરિફોટ—
સ્પષ્ટી સામાન્ય રીતે અવિસ્તપણાને લીધે છદ્મસ્થાને માહ્ય અસાધારણ લક્ષણે! વડે જે આંતરિક તત્ત્વનુ જ્ઞાન થાય છે તેને અત્ર ‘વ્યવહાર’ સમજવા, કેમકે પ્રત્યક્ષજ્ઞાનીએ જ નિઃશેષ પર્યાયથી યુક્ત રૂપે વિશેષતઃ અવિપરીતપણે તે તત્ત્વા જાણી શકે છે. આ વ્યવહારના હેતુ લિંગ છે. આ પ્રમાણે જ્યારે લિગ એ વ્યવહારના હેતુ છે તેા કષાયના ઉપશમરૂપ લિંગ વડે જ સમ્યક્ત્વના ધરૂપ વ્યવહારની સિદ્ધિ થતી હાવાને લીધે અન્ય ઉપન્યાસની શી જરૂર છે ? આમ પ્રશ્ન ઊઠાવવા નિરક છે, કેમકે આશય સમજવામાં ભૂલ થાય છે. આનું કારણ એ છે કે અવિપરીતપણે જણાયેલું લિંગ સાધ્યની સિદ્ધિનું સાધન છે, નહિ કે અજ્ઞાત અથવા વિપરીતપણે જણાયેલું લિંગ. જેમકે નહિં જણાયેલા ધૂમાડા અથવા તેા ધૂમસ વગેરેરૂપે જણાતા ધૂમાડા અગ્નિનુ અનુમાન કરાવવા અસમ છે. આથી કરીને જણાયેલા એવા કષાયાના ઉપશમ લિંગ થશે એમ માનવું અનુચિત છે, કેમકે તેવા જ્ઞાનના ઉપાયના અભાવ છે, કારણ કે કષાયેા અનેક હોવાને લીધે અનંતાનુબ ́ધીને જ આ ઉપશમ છે એમ જાણવુ શક્ય નથી, કેમકે અવિરતસમ્યગૂષ્ટિ ' નામના ચાથા ગુણસ્થાનમાં ખાર ક્યાયાના ઉદય હાય છે.
કહેવાની મતલબ એ છે કે ચેાથે ગુણસ્થાનકે સમ્યક્ત્વ છે. તેનુ કષાયના ઉપશમ વડે અનુમાન કરવું ઇષ્ટ છે. તેમાં વળી અપ્રત્યાખ્યાનાવરણુ, પ્રત્યાખ્યાનાવરણ અને સજ્વલનરૂપ ક્રોધાદિ ચાર કષાયા એટલે એકદર ખાર કષાયેાજ ઉદયમાં આવે છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હાવાથી અમારા મનારથ સિદ્ધ થાય છે, કેમકે સ્વરસ વડે જ અનંતાનુબંધીના ઉપશમની સિદ્ધિ થતી હાવાથી લિંગપણાની સિદ્ધિ થાય છે. આમ જો કહેવામાં આવે તે તે યુક્તિથી વિલ છે. કારણ કે તે જ્ઞાનની ગવેષણા ખાકી છે તેમજ તેની ઉત્ત્પત્તિના અદ્યાપિ અભાવ છે. કારણકે આ કષાયાનું અધિકરશુ આત્મા છે અને એ આત્મા આપણા જેવાને અતીન્દ્રિય છે. એથી કરીને અર્થાત્ એની અતીન્દ્રિયતાને લઇને કષાયેાનું પણ અતીન્દ્રિયત્ન છે. જેમકે પરમાણુએ અતિન્દ્રિય છે. તગત રૂપાદિ પણ અતીન્દ્રિય છે. તેથી કરીને એ આત્મામાં કેવળ અનંતાનુબંધીના ઉદય થતા હોત
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org