Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 506
________________ ગુચ્છક ] સાનુવાદ કે એક વેળા આ ગામની પાસે કઈક મુનિનું શરીર વટેમાર્ગુએ સળગાવેલા અગ્નિથી દાઝી ગયું. તેની વેદના દૂર કરવાનું કામ કુંચીક શેઠે માથે લીધું અને તેણે એ મુનિઓને લક્ષપાક તેલ લેવા માટે ભટ્ટાને ત્યાં મોકલ્યા. તેમણે ભટ્ટા પાસે આવી લક્ષપાક તેલની જરૂર જણાવી એટલે અત્યંત રાજી થઈ દાસી પાસે તેણે એનો સીસે મંગાવ્યું. આ સમયે ઇંદ્ર સભામાં તેની ક્ષમાથી ખૂબ તારીફ કરી તે એક દેવને રુચી નહિ; આથી પરીક્ષા માટે તે તે અહીં આવ્યો. જે દાસી સીસે લાવે છે કે તરત જ તેણે દેવ-માયાથી તે ભાંગી નાંખ્યો. ભટ્ટાએ બીજો મંગાવ્યો તેની પણ એ જ દશા આ દેવે કરી. દાસી પાસે ત્રીજી વાર મંગાવેલ સીસે પણ દેવે ફેડી નાંખ્યો. આથી દાસી ઉપર જરાએ ગુસ્સે ન થતાં ભટ્ટા જાતે લક્ષપાક તેલ લેવા ગઈ. એના શીલના પ્રભાવથી દેવ સીસે ભાંગી શક્યો નહિ. આમાંથી લક્ષપાક તેર ભટ્ટાએ મુનિઓને આપ્યું. આ સમગ્ર દેખાવથી મુનિઓના અચંબાને પાર રહ્યો નહિ અને તેમણે ભટ્ટાને કહ્યું કે દાસીને હાથે આટલું બધું નુકસાન થયું તો પણ તમે શાંતિ જાળવી તે જોઈ અમને અત્યંત અજાયબી થાય છે. આના પ્રત્યુત્તરમાં રીસ કરવાથી પોતાને જે અસહ્ય દુઃખ પડ્યું હતું તે કહી સંભળાવ્યું. આ સાંભળીને મુનિઓની આંખમાં પણ પાણી આવી ગયાં. આ સમયે પિલો પરીક્ષા માટે આવેલ દેવ પ્રકટ થયો અને બોલ્યા કે હૈ કલ્યાણિની ! હે સતી ! ઈ તારી ક્ષમાની જે પ્રશંસા કરી હતી તેવી જ તું નિસંદેહ છે એવી મારી પૂરેપૂરી ખાતરી થઈ છે, મારી પરીક્ષામાં તું સંપૂર્ણ રીતે ઉત્તીર્ણ થઈ છે. આમ કહી ભાંગેલા ત્રણ સીસાઓ આખા કરી, સતીની કદર્થના માટે ક્ષમા યાચી દેવ સ્વસ્થાને ચાલ્યો ગયો. મુનિઓ પણ સતીની ક્ષમાની અનુમોદના કરતા વૈયાવૃત્ય માટે પેલા દાઝેલા મુનિ પાસે આવી પહોંચ્યા. ઇને પિત પ્રશંસા કરી હતી એ જાણીને પણ અચંકારી ભટ્ટા ફૂલાઈ નહિ. તેણે તે ક્ષમા-ત્રત જીવન પર્યત પાળ્યું અને સમાધિ-મરણ પૂર્વક તેણે દેવ-ગતિ સાધી. ત્યાંથી ચ્યવી તે જશે. આ આર્ય-રમણની ક્ષમાદ્રષ્ટિની આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ઈશ્વર સી કેને આવું આત્મ-બળ ફેરવવાને સમય આપે એ જ અભિલાષા પૂર્વક આ સતીશરેમણિને પ્રબંધ આપણે પૂર્ણ કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522