Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૫૯:
ગુચ્છક ]
સાનુવાદ અચંકારી ભટ્ટાને પ્રબંધ–
ક્ષિતિપ્રતિષ્ઠિત” નગરમાં ધન્ના અને તેની પત્ની ભટ્ટા વસતાં હતાં. આ દંપતીને આઠ પુત્ર ઉપર ભટ્ટ નામની એક પુત્રી હતી. તે જન્મથી રસાળ સ્વભાવની હતી, તેથી તેના પિતાએ ઘરમાં અને બહાર તેને કેઈએ ચુંકારે ન કરે એ ઠરાવ કર્યો. આથી આ છોકરીનું અચંકારી ભટ્ટા એવું નામ પડી ગયું. એક તે પહેલેથી જ આ લાવણ્યના ભંડારરૂપ હતી અને તેમાં વળી વૈવન ખીલ્યું એટલે પછી એના સિૌન્દર્યમાં કંઈ મણા રહે ખરી ?
એક વેળા તેનું મને મેહક રૂપ જઈ દીવાને ધન્ના શેઠ પાસે આની માગણી કરાવી. એના ઉત્તરમાં એ શેઠે કહ્યું કે મારી પુત્રીના વચનનું કદાપિ ઉલ્લંઘન નહિ કરવાની વાત દીવાન કબૂલે તે મને વાંધો નથી. તેણે આ વાત કબૂલ કરી; આથી અગ્રંભદ્રાને તેની સાથે પરણાવવામાં આવી.
આ દંપતીને ગૃહસંસાર સારી રીતે ચાલતું હતું તેવામાં એક વેળા અચ્ચકારી ભટ્ટાએ પિતાના પતિને કહ્યું કે તમારા વિના મને ચેન પડતું નથી; વાસ્તે હવે દીવા થયા પછી તમારે મારી પાસેથી કોઈ પણ સ્થળે જવું નહિ.. દીવાને તેમ કરવા માંડયું અને રે જ તે દરબારમાંથી વહેલે જવા લાગ્યા. આ જેઈને રાજાએ એક વખત તેને પૂછયું કે હાલમાં કેટલાક દિવસથી તમે કેમ વહેલા વહેલા ઘેર જાઓ છે? આના ઉત્તરમાં દીવાને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યા.
રાજાએ આ વાત યાદ રાખી અને એક દિવસે હાથે કરીને વિદા દીવાનને અડધી રાત સુધી રોકી રાખે. દીવાન ઘેર આવ્યો તે દરવાજા બંધ હતા. તે સમજી ગયા કે મને મોડું થવાથી મારા ઉપર મારી પ્રિયા ગુસ્સે થઈ છે. તેને શાંત પાડવા માટે તેણે શાંતિનાં અનેક વચનો ઉચ્ચાર્યા અને રાજાના બળાત્કારથી આ પ્રમાણે બન્યું હતું વાસ્તે અપરાધને ક્ષતવ્ય ગણ જોઈએ એમ પણ કહ્યું, પરંતુ ભટ્ટાને કે ધાગ્નિ શાંત પડે નહિ, ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે દ્વાર ઉઘાડ્યાં અને પિતે તેની પાછળ સંતાઈ રહી. જેવો દીવાન ઘરમાં દાખલ થયો કે તરત જ તેણે ઘરમાંથી ચાલવા માંડ્યું. દીવાને તેને બહુ બહુ સમજાવી, પરંતુ તેણે કશું જ ગણકાર્યું નહિ અને તે એકાએક ચાલતી થઈ. રસ્તે જતાં માર્ગમાં ચેરેએ તેને ઘેરી લીધી અને તેના અંગ ઉપર કીંમતી દાગીના જોઈ તેઓ પિતાના ભિલ્લ રાજા પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org