Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 511
________________ ૪૬૬ વૈરાગ્યરસમંજરી [[ પંચમ એકલા રહેવું સારું છે, આ વેદના જે માટે તે મારે હવે એકાકી વિહાર કરે. આમ વિચારતાં તેને નિદ્રા આવી ગઈ અને વળી એક એવું મધુર સ્વપ્ન પણ તેણે જોયું કે હું મેરુ પર્વત ઉપર ચઢી એક વેત હાથી ઉપર બેઠે છું. ડી વારમાં જાગૃત થતાં તે વિચારવા લાગ્યો કે ખરેખર મેં આ સુવર્ણમય મેરુ જોયો છે. ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તેને યાદ આવ્યું કે પૂર્વ ભવમાં મેં અગણિત પુણ્યના ઉપાર્જનરૂપ દીક્ષા પાળી હતી, તેથી હું પુષેત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયો હતો. જિનેશ્વરના જન્મકલ્યાણક માટે હું “મે ગયે હતું તે વખતે મેં આ પર્વત જે હતું. હવે હું દીક્ષા લઉં તે ઠીક. સદ્ભાગ્યે ચારિત્રાવરણીય કર્મને અંત આવ્યો અને સાથે સાથે તેના ભયંકર રોગને પણ અંત આવી ગયે, એથી આ રાજા દીક્ષા લેવા તૈયાર થશે. એવામાં એક દેવે આવી તેને સાધુને વેષ આપ્યો. તે ગ્રહણ કરી તેમણે ચાલવા માંડ્યું. ઘણા લેકે આડા પડ્યા, પરંતુ આ રાજર્ષિએ તે પિતાનું ધાર્યું જ કર્યું. નમિ રાજર્ષિને આવી રીતે પ્રતિબંધ પામેલા જાણી ઇન્દ્ર તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનું રૂપ લીધું અને તે એમની પાસે આવી બોલવા લાગે કે હે મહર્ષિ! તમે આ શું કરે છે? આ તમારા નગરમાં તો આગ લાગી છે. બધા લેકે ત્રાહિ ત્રાહિ પિકારી રહ્યા છે. શું તે તમારા લક્ષ્ય બહાર છે? શું જૈન દીક્ષામાં દયા માટે સ્થાન નથી ? આ બધાને રડતા કકળતા મૂકીને ચાલ્યા જવું તે શું ઠીક કહેવાય ? બધાને સ્વસ્થ કરી પછી દીક્ષા લે તે તે ઉચિત ગણાય. જુઓ તો ખરા, અરે આ આગ તમારા અંતઃપુરને બાળી નાંખશે એમ જણાય છે. આવા સંકટમાં અનાથ અબળાઓને નિરાધાર મૂકી તમે ક્યાં પ્રયાણ કરી જાઓ છે? આ સાંભળી નમિ રાજર્ષિએ જવાબ આપ્યો કે હાલ હું સુખમાં છું, કેમકે તું જે બતાવે છે તેમાં મારું કશું નથી; વળી જે મારું છે તે બળે તેમ નથી અને જે બળે તેમ છે તે મારું નથી. જે લોકેને તું પિકાર કરતા આલેખે છે તે કઈ મારે નિમિત્ત નથી, પરંતુ તેઓ તે પિતાના સ્વાર્થને અંગે તેમ કરે છે. શું મારે મારા સ્વાર્થરૂપ મેક્ષની સાધના ન કરવી? આ સાંભળી ઇ ફરીથી કહ્યું કે મહારાજ ! આપના ભંડારમાંથી કેટલું એ કીંમતી જવાહર બળીને ખાખ થઈ જવાની તૈયારીમાં છે તે તેને તે સદુપયોગ કરી લે; શા સારૂ તેને નાહક બળી જવા દે છે ? મહર્ષિ બોલ્યા કે હે દેવાનુપ્રિય! સમજ. સોના રૂપાના તે “કૈલાસ' પર્વત જેટલા કેટલાએ ઢગલાઓ કેટલીએ વાર આ જીવે એકઠા કર્યા, છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522