Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 509
________________ ४६४ વૈરાગ્યરસમંજરી [પચમ - મણિરથથી પિતાનું શીલ અખંડિત રાખવાના ઇરાદાથી ધનવૈભવને તેમજ પિતાના વહાલા પુત્ર ચંદ્રયશને પડતાં મૂકીને મદનપા અહીંથી ચાલી નીકળી. માર્ગે જતાં તેણે એક પુત્ર-ર-નને જન્મ આપ્યો. આ પુત્રને રત્ન–કંપળમાં વીંટાળી પોતાના પતિની વીટી ડેના હાથમાં ઘાલી શુદ્ધિ માટે તે નજદીકના તળાવમાં પેઠી. દેવગે એક જલહતિએ તેને સૂઢમાં ઉપાડી આકાશમાં ઉછાળી. આ વખતે “નંદીશ્વર' દ્વીપ યાત્રા કરવા માટે મણિપ્રભ નામને વિદ્યાધર જતો હતો. તેણે આને અદ્ધર ઝીલી લીધી. એને લઈને તેણે ચાલવા માંડયું. આથી અદનરેષાએ રુદન કરતાં કરતાં કહ્યું કે હે ભલા માણસ ! મારો હમણાં જ પ્રવેલો પુત્ર આ રાનમાં છે તેની આથી શી વેલે થશે ? વિદ્યારે પિતાના વિદ્યાબળથી એની હકીકત જાણી લીધી અને તે કહેવા લાગ્યું કે કલ્યાણિની ! તું મુંઝાઈશ નહે. વક શક્ષિત ઘોડા ઉપર સ્વારી કરવાથી આ રાનમાં “મથુરાને રથ રાજા આવી ચડ્યું હતું. તેને પુત્ર ન હોવાથી તે આ તારા પુત્રને લઈ ગયેલ છે અને તેણે એને પિતાની પત્નીને સમર્પણ કર્યો છે. એટલે હવે તું એની ચિંતા કરવી છોડી દઈ તું અને પતિ તરીકે સ્વીકાર વિચાર કરી અવસરને ઓળખી આ લલનાએ ઉત્તર આપે કે સાથી પહેલાં મને “નંદીશ્વરની યાત્રા કરાવે; બધું ઠીક થશે. ત્યાં જઈ યાત્રા કરી આ બંને મણિરાડ વિદ્યાધર ચક્રવત મુનિરાજ સમીપ દેશના સાંભળવા બેઠાં. એવામાં યુગબાહ દેવ અવધિજ્ઞાનથી પિતાનો પૂર્વ ભવ જાણ ત્યાં આવ્યું અને સૌથી પ્રથમ મદનપાને નમન કરી અને ત્યારબાદ મુનીશ્વરને વંદન કરી દેશના સાંભળવા બેઠે. આ પ્રમાણેનું વિલક્ષણ કૃત્ય જોઈ મણિપ્રભ બેલી ઊઠશે કે હે દેવ! વિચક્ષણ હેઈ તમે આમ કેમ કર્યું? આ વખતે મુનિરને કહ્યું કે એ એને ધર્માચાર્ય છે, માટે એનું આ પ્રમાણેનું વર્તન સર્વથા સમુચિત જ છે; કેમકે યતિ હો કે શ્રાવક હો, જેના દ્વારા પ્રથમ ધર્મને બોધ થાય તે જ ધર્માચાર્ય (ગુરુ) ગણાય છે અને તેને પ્રથમ પ્રણામ કરવા તે ન્યાપ્ય છે.' - મદનરેષા આ દેવને કેવી રીતે ધર્માચાર્ય થાય છે તેનું ભાન થતાં મણિપ્રભે યુગબાહુની માફી માગી. પછી આ દેવે મદનરેષાને ત્યાંથી ઊઠાવી “મથુરા નગરે મૂકી. ત્યાં પિતાના પુત્રની પૂરેપૂરી બરદાસ્ત થતી જોઈ તેનું ચિત્ત શાંત થયું અને તેણે કોઈ સાદવી પાસે દીક્ષા લીધી. આ તરફ પદ્મરથ રાજાએ આ બાળકનું નામ નમિ પાડ્યું. તે વૈવન૧ “આ લેખ જૈન શલથી અજાણપણાથી લખાયો છે, ભલે દેવે મદનષિાને પ્રથમ વંદન કર્યું છતાં તે માર્ગ નથી અને દેવ પિતે પણ કહે છે કે ભક્તિવશ માર્ગ ન સચવાયે તે ભૂલ છે આમ અન્યત્ર સ્પષ્ટ અક્ષરોમાં ઉલ્લેખ મળે છે” આ પ્રમાણે શ્રીવિજયલબ્ધિસરિ કુફ તપાસી મોકલતાં સૂચન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522