Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૭૪ વૈરાગ્યરસમંજરી
[ પચમ પ્રતિસમય એ ખ્યાલ રાખે કે જિનેશ્વરની આજ્ઞા અનેકાંતથી અલંકૃત છે. દરેક ગુણસ્થાનક માટે જુદી જુદી આજ્ઞા છે. આ આજ્ઞાને માથે ચઢાવવા અને તદનુસાર વર્તન કરવામાં જેટલા પ્રયાસ થાય તેટલે અંશે ધર્મની મસમરૂપ માનવ-જીવન સફલ કર્યું ગણાય. આથી મહાત્માઓ તે ફરી ફરીને એ જ અમૃતમય ઉપદેશ આપી રહ્યા છે કે –
"ध्यानाग्निकुण्डजीवस्थे, दममारुतदीपिते ।
असत्कर्मसमित्क्षेपे, अग्निहोत्रं कुरुत्तमम् ॥" આ ઉપદેશને ઝીલનારા ધન્ય ભવ્ય છે એમ કહી શકે કે––
"इन्द्रियाणि पशून् कृत्वा, वेदी कृत्वा तपोमयीम् । .
अहिंसामाहुतिं कृत्वा, आत्मयज्ञं यजाम्यहम् ॥" અંતમાં એટલું જ નિવેદન કરવું બસ થશે કે પરાક્રમ અને પ્રેરણાના કલેલથી તરંગિત તથા રસ, ઉલ્લાસ અને પ્રગતિના પ્રબળ પ્રવાહોથી પરિ. પૂણ, પરંતુ દુરાગ્રહ, મિથ્યાભિનિવેશ, આડંબર, સ્વાર્થ વગેરે દુર્ગુણરૂપ વિષથી અસ્પષ્ટ એવા અધ્યાત્મ-રત્નાકરની એળેથી આત્માને ભી જાવ એ માણસ માત્રનું આવશ્યક અને આવકારદાયક જીવન છે. તેમાં પણ મદ, મદન વગેરેથી ઉત્પન્ન થતી વિષયાસક્તિ અને ઇન્દ્રિય-સુખ પ્રતિ મનનું ખેંચાણ નષ્ટ થાય, અકુશળ વિચાર અને અમંગળ ભાવનાને દવંસ થાય, એવું જીવન તે “જીવન” ગણાય; બાકી બીજું બધું મોતનાં ફાંફાંરૂપ છે. પવિત્રતારૂપ સુવાસ થી યુક્ત, માયારૂપ કંટકથી શૂન્ય અને કલ્યાણરૂપ કુસુમથી સુશોભિત એવી શુકુલ ધ્યાનરૂપ વલ્લરી હૃદય-ભૂમિ ઉપર ડેલવા લાગે અને આ પ્રમાણે અકુશળ વિચારની વિરતિ પૂર્વક કુશળ વિચાર-પ્રવૃત્તિથી ઉદ્દભવનારા નિરતિશય નિર્વાણ-સવારમાં મનઃકમલ વિકસે એ આદર્શ જીવન છે. આવું જીવન જીવવા સા કઈ ભાગ્યશાળી થાય એ જ અભિલાષાપૂર્વક વિરમીશું.
૧ જીવરૂપ અગ્નિકુંડને વિષે રહેલા ધ્યાનરૂપ અગ્નિને સંયમરૂપ પવનથી પ્રદીપ્ત કરી તેમજ તેમાં અશુભ કર્મરૂપ સમિધેના પ્રક્ષેપ કરી તું ઉત્તમ અગ્નિહોત્ર કર.
૨ ઇન્દ્રિયને પશુરૂપ કરી, તપશ્ચર્યામય વેદી કરી અને અહિંસાની આહુતિ આપી હું આત્મ-યજ્ઞ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org