Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 517
________________ ૪૭૨ વૈરાગ્યરસમંજરી [ પંચમ મનુષ્ય-ભવ પામ્યા પછીનું સૌથી પ્રથમ કર્તવ્ય સાધુજનને સમાગમ છેવિદ્યા-વ્યાસંગની લાલસા વધારવા માટે શુદ્ધ શાસ્ત્રનું શ્રવણ છે. અર્થ અને કામની લાલસા ઘટાડવા માટે, કષાયની કટુતા મંદ કરવા માટે, વિષય-વાસનાને વિદારવા માટે, ટુંકમાં કહીએ તે સંસાર-સાગર તરવા માટે આ કાર્ય કરવાની આવશ્યક્તા છે. જે શાસ્ત્રના પ્રરૂપક સર્વજ્ઞ હોય, રચનાર અપૂર્વ પ્રતિભાશાળી બીજબુદ્ધિ ગણધરદેવ હોય અને તેને ધારણ કરનારા અને સાચવી રાખનારા મુનિપુરંદરે ત્યાગની મૂર્તિ સમાન હોય તેની સત્યતા વિષે શંકા કરવી એ માણસાઈ નથી, પરંતુ એના ઉપર અપ્રતિમ વિશ્વાસ રાખે, એને વિષે સાચી શ્રદ્ધા રાખવી એમાં મનુષ્યપણાની મેટાઈ રહેલી છે, સાચું જૈનત્વ છે, ગુણથી જૈન બનવાપણું રહેલું છે, સમ્યફની વિભૂતિ રહેલી છે અને એ શ્રવણ પછીનું કર્તવ્ય છે. ત્રીજું કર્તવ્ય શ્રવણના મનન અનુસારનું વર્તન છે. વર્તન ન થાય તો લાચારી જાહેર કરવી, પરંતુ વિરુદ્ધ વર્તન કરવું અને તેને પણ ધાર્મિક આચરણ તરીકે ગણાવવું એમાં તે બદમાસીની હદ થયેલી ગણાય, કેમકે સત્યને સ્વીકાર અને અસત્યને પરિત્યાગ ન થઈ શકે તે હજી નીભે, પરંતુ સત્યના વેરી બનવું એ સંતવ્ય ગણાય ખરું કે? વિશેષમાં સાધ્યને પોંચી વળવા માટે જે સાધન શાસ્ત્રકારે દર્શાવ્યાં હોય તેનું સેવન ન થઈ શકે તેથી તેમાં અનુચિત પરિવર્તન કરવું એ અન્ય જીવને પણ સાધ્યની સિદ્ધિથી વિમુખ કરવા જેવું છે એટલે એ કાર્ય પણ ઈષ્ટ નથી જ. આથી કરીને ગમે તેમ થાય તે પણ ઉચ્ચતમ ધ્યેયને કયારે પણ સદાને માટે રાજ્ય ઠરાવવાની ભૂલ કરવી નહિ, કેમકે દયેયને જે તેના ઉચ આસન ઉપરથી ગબડાવીએ તે તેને વિનિપાત શતમુખે નહિ પણ અનંતમુખે થશે. જે સ્થિર નહિ તે ધ્યેય શાનું? વળી એ ધ્યાનમાં રાખવું કે સાચું દયેય ૧ જેઓ ધતિંગને–પલોને ધર્મના નામથી ઓળખાવી ભોળા ભકતોને છેતરતા હોય તેઓ “સાધુ નહિ પણ “સેતાન છે. ખરી સાધુતાનું લક્ષણ તો એ છે કે “આપા જ હરિને ભજે, નખ શિખ તજે વિકાર; સબ જીવનસે નિરર, સાધમતા હય સાર.” એ પણ યાદ રાખવું કે આજકાલે હિંદુસ્તાનમાં સાધુઓનો રાફડો ફાટયો છે, બાવાઓની જમાત ભેગી થઈ છે. તેમાંના ઘણા ખરા ધુતારાઓ છે: સચારિત્રના પ્રભાવ વડે સત્તનો પ્રવાહ ચાલૂ રાખનારા તેમજ અહિંસાનું સામ્રાજ્ય સ્થાપનારા એવા સંતે તે વિરલા જ છે. કહ્યું પણ છે કે હાટ હાટ હીરા નહિં, કંચનકા નહિં પહાર; સિંહનક ટોલા નહિં, સંત બિરલા સંસાર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522