Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક] સાનુવાદ
૪૭૩ વિશિષ્ટ વ્યક્તિ કે કાળના સામર્થ્યથી બદલી શકાતું નથી. ટુંકમાં સર્વાએ સૂચવેલ કાર્યક્રમ આપણા આદર્શો સૂચવે છે. એ આપણા ધ્યેય ઉપર પ્રકાશ પાડે છે. એ આદશેને આપણે જેટલે અંશે ઝીલી શકીએ-એ દયેયને આપણે જેટલે દરાજે પહોંચી શકીએ તેટલી આપણી સિદ્ધિ છે, ન પહોંચાય તેટલા માટે ધ્યેયને ટુંકું રાખવું એ ટુંકી નજરનું પરિણામ છે. એક પણ મનુષ્ય જે આ ધ્યેય સુધી પહોંચી બતાવ્યું હોય તે પછી તેને શકય કે ટિમાં જ ગણવું જોઈએ. પવિત્ર ઉચ્ચ દયેયને છીને સુખની ભ્રાંતિથી બીજા યેય ઉપર આ વવું એ સુધારણું નહિ પણ કુધારણા છે, એ અધઃપતન છે; બાકી એને પહોંચી વળવા માટે ગીતાર્થો સાધનામાં પરિવર્તન કરે અથવા સૂચવે તેમાં કશું ખોટું નથી. ટુંકમાં પરિસ્થિતિ પ્રમાણે સાધનમાં પરિવર્તન કરી શકાય છે. કેટલીક વાર તે તેમ કર્યા વિના ચલાવી શકાય નહિ એવી પણ પરિસ્થિતિ ઊભી થાય છે, કિંતુ એવા સમયે પણ સાધ્ય-ધ્યેય-આદર્શ તે ધ્રુવના પેઠે અચળ રહે એ તરફ પૂર્ણ લક્ષ્ય આપવું જોઈએ.
જેણે પિતાની પાશવી વૃત્તિ ઉપર વિજય મેળવ્યો છે, જેના ચિત્તે મુદ્ર સ્વાર્થને જલાંજલિ આપી છે તેવા નિષ્પક્ષપાતી, અનાસક્ત અને સામ્ય-સ્થિત મનવાળા મહાત્માને જ મનુષ્યનું શ્રેય શું છે તે સમજાય છે. આ શ્રેયને ધ્યેયરૂપ ગણી તે માટે પૂર્ણ પ્રયાસ કરે એ મનુષ્યનું સર્વોત્તમ ભૂષણ છે. સૈ કેઈએ પિતાની શક્તિ અને પરિસ્થિતિ અનુસાર આ ઉચ્ચ ધ્યેયને કૃતિમાં ઉતારવા પ્રયત્ન કરે જોઈએ.
અત્રે એ પણ ઉમેરવું અનાવશ્યક નહિ લેખાય કે આપણે સામાજીક વ્યવહાર પણ ન્યાય અને ઉદારતાથી વિભૂષિત હવે જોઈએ. કોઈ માણસની ભૂલ થઈ હોય, તેનું વર્તન અનુચિત જણાતું હોય તે તે વખતે તેના વર્તન ઉપર ટીકા કરતી વેળા પણ મનુષ્ય-પ્રાણી સ્કૂલનશીલ છે, ઇન્દ્રિય-ગ્રામ બળવાનું છે, પરિસ્થિતિ આગળ મનને નિશ્ચય ટ મુકેલ છે એ વાત લક્ષ્યમાં રાખીને તે ભૂલેને માટે અત્યંત કોધ કે તિરસ્કાર ન બતાવતાં બને તેટલી દયા, અનુકંપા અને સહાનુભૂતિ રાખવી એ યોગ્ય છે.
વિરોધી પ્રતિ વેરની વૃત્તિ નહિ પણ સદ્દભાવ સખ. કોધને ક્ષમાથી પરાસ્ત કરે, અસત્યને સત્યથી જીતવું, એ પ્રમાણે આસુરી સંપત્તિને દેવી સંપત્તિથી હરાવવી અર્થાત તામસ અને રાજસ અને વૃત્તિઓને સાત્વિક વૃત્તિથી પરાજય કરે એમાં માનવ-જીવનની મહત્તા સમાયેલી છે. એમ કરવાથી પ્રેય કરતાં શ્રયને આદ્ય સ્થાન અપાયેલાની પ્રતીતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org