Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક]
સાનુવાદ तत् प्रमादं परित्यज्य, सामग्री मानवादिकाम् ।
सच्छास्त्राभ्यासतो योगान् , निरुध्य सफलीकुरु ॥१६३॥ મનુષ્યાદિ સામગ્રી સફળ કરવાને ઉપદેશ–
પ્લે –“તેથી પ્રમાદને ત્યજીને સાચા શાસ્ત્રના અભ્યાસપૂર્વક યોગોને નિરોધ કરી તું મનુષ્યાદિ સામગ્રી સાર્થક કર.”—૧૬૩ માનવાદિક સામગ્રીની સલતા
સ્પષ્ટી-–દેવેને પણ દુર્લભ એવા મનુષ્ય-અવતારને નરમાંથી નારાયણ બનવા માટે ઉપયોગ કરવો એ જ માનવીની પવિત્ર ફરજ છે. એ જ સર્વોત્તમ જીવનનું સાફલ્મ છે. વિસ્તારથી કહીએ તે સમગ્ર બ્રહ્માંડનું એકાન્ત કલ્યાણ ઈચ્છનારા તેમજ વિશ્વ વિશ્વને સાચા અને સનાતન સુખને પૂરેપૂરે ભેગવટ મળે એવાં સાધનો નિર્દેશ કરનારા સંત સર્વજ્ઞ પરમાત્માએ જે ધર્મ પ્રરૂપ છે એ જ પ્રભુ-પ્રાપ્તિને પરમ માર્ગ છે અને એની આરાધના કરવામાં જ મનુષ્ય-જન્મની સાર્થકતા સમાયેલી છે. ધર્મની આરાધના કરવાના અનુપમ સાધનરૂપ-અનંત સુખની પ્રાપ્તિની અનન્ય સામગ્રીરૂપ મનુષ્ય–જન્મ હોવાથી તે તેની શાસ્ત્રકારોએ મહત્તા આંકી છે. જે ભાગ્યશાળી હોય, જેણે પુષ્કળ પુણ્ય કર્યા હોય તેને આર્ય દેશ, આર્ય જાતિ, આર્ય કુળ ઈત્યાદિ સાનુકૂળ સામગ્રી મળી આવે. પ્રબળ પુણ્યના ઉદયથી આ સામગ્રી જેણે મળી હોય તે તેને સદુપયોગ કરવામાં પાછી પાની કરે, તેને સફળ કરવાને બદલે તેને નિષ્ફળ કરે તે તેના જે કમનસીબ બીજે કેણ હેઈ શકે? મનુષ્ય-જન્માદિ ઉત્તમ સામગ્રી મળ્યા પછી પાશવ ઉત્તિને પરાજય કરવા માટે બેદરકાર રહેવું, પ્રમાદ સેવ, વિજ્યના રંગ-રાગમાં રચ્યા પચ્યા રહેવું, લોભાંધતા અને વિષયાંધતાને ત્યાગ કરવા સ્વને પણ વિચાર ન કરવો એના જેવી મૂર્ખાઈ અન્યત્ર સંભવે છે કે ? ૧ આનું લક્ષણ શ્રીયુત કબીરના શબ્દોમાં કહીએ --
“માન નહિ, અપમાન નહિ, અસે શીતલ સંત,
ભવસાગર ઉતર પડે, તેઓ જમકે દંત.” ૨ ધર્મ એ અનિષ્ટ બંધન છે, એ મનુષ્યની સાચી સ્વતંત્રતારૂપ લતાને કાપનારી કુહાડી છે, વ્યક્તિ-વાતંત્ર્યને નિર્બળ અને નામશેષ કરવા માટે જ એને અવતાર છે ઈત્યાદિ કુવિકલ્પ કરનારા ધર્મના શુદ્ધ સ્વરૂપ તરફ ન જોતાં, તેના ઉપર અંધશ્રદ્ધા, અવિવેક. અજ્ઞાન ઇત્યાદિના થર ચડવાથી થયેલા તેના વિકૃત સ્વરૂપનું જ દર્શન કરી રહ્યા છે એટલે તેમને એને ઉદ્દેશ વિપરીત ભાસે તો તેમાં શી નવાઈ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org