Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 508
________________ લઈ શકે ખરું? એ તે જેને પડે તે ભગવે. સુલસે કહ્યું કે આ ન્યાય મુજબ જે હું પાપ કરું તે તેનું ફળ મારે એકલાએ ભેગવવું પડે, વાસ્તે હું મારા પિતાની પેઠે પાડા મારવાનું અધમ કાર્ય કરનાર નથી. અત્રે એ ધ્યાનમાં લેવાનું છે કે ગુરુજનોનો આગ્રહ હોવા છતાં સુલશે પાપી કાર્ય ન જ કર્યું અને પિતાના આત્માને દુર્ગતિથી બચા. શુદ્ધ શ્રાવકપણું પાળી આયુષ્ય પૂર્ણ થતાં તે સ્વર્ગ સંચર્યો. નમિ રાજર્ષિનું ઉદાહરણ “માળવા દેશના સુદર્શન નગરમાં મણિરથ નામને રાજા રાજ્ય કરતે હતે. તેને પિતાના યુગબાહુ નામના નાના ભાઈને યુવરાજપદ ઉપર સ્થા હતા. આ યુવરાજને મદનરેષા નામની ખૂબસુરત પત્ની હતી. આ એક વેળા મણિરથ રાજાની નજરે પડી અને તેથી તે અતિશય કામાતુર બની ગયે. એને વશ કરવાના ઇરાદાથી તે દાસીઓ મારફતે સારાં સારાં વ, કીંમતી આભૂષણે વિગેરે ભેટ મેકલવા લાગ્યા. મદનરેશાને એના અધમ ભાવની ખબર નહિ હોવાથી એ તે જેઠ તરફની પ્રસાદી સમજી આ ભેટે સ્વીકારતી હતી. ભેટ આપવા આવતી દાસીઓ મણિરથના રૂપ વગેરેની બહ તારીફ કરતી ત્યારે આ રમણી ભાગ્યશાળી એવા જ હોય છે એવો ઉત્તર આપતી. એક વેળા દાસીઓએ રાજાની નિર્લજજ માગણી કહી સંભળાવી ત્યારે મદનરેષાએ ફરીથી એવું અનુચિત વચન નહિ ઉચ્ચારવા દાસીને કહ્યું. આથી રાજા નિરાશ થયો, પરંતુ હાર્યો જુગારી બમણો રમે તેમ રાજા એવા વિચાર ઉપર આવ્યું કે જ્યાં સુધી મારે નાને ભાઈ યુગબાહું જીવતે બેઠા છે ત્યાં સુધી મારી મુરાદ બર નહિ આવે; વાતે મારે એનું કઈ પણ રીતે કાસલ કાઢી નાંખવું જોઈએ, એક દિવસ યુગબાહ મદનરેષાને સાથે લઈને જલ–કીડા કરવા માટે બાગમાં ગયો. રાત પડી ગઈ તોપણ તેઓ પાછાં ન ફરતાં ત્યાં જ સુઈ ગયાં. આ ખબર પડતાં રાજા તરવાર લઈ ત્યાં દેડક્યો અને ઝટ દઈને પિતાના નિદ્રાધીન ભાઇનું ગળું છેદી નાંખ્યું. તેમ કરી તે નાસી જતો હતો એટલામાં મદનરેષા જાગી ઊઠી અને તે આ અનુચિત બનાવનું કારણ કળી ગઈ પિતાને પતિ બચે તેમ હતું નહિ પણ એથી ન ઉશ્કેરાતાં તેની સદ્ગતિ થાય તે માટે તેણે પિતાના પતિને ગુસ્સે થતા અટકાવવા શાંત વચને ઉચાર્યા અને તેમ કરીને તેનું સમાધિ-મરણ થવામાં તે સહાયભૂત થઈ. મરીને યુગબાહુ પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522