Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
શુક ]
સાનુવાદ
૪૫
અવસ્થા પામ્યા ત્યારે તેને ૧૦૦૮ કન્યાએ પરણાવવામાં આવી. રાજય ચલાવવાને લાયક થતાં તેને રાજ્ય સોંપી પદ્મથે પ્રત્રજ્યા ગ્રહણ કરી.
‘સુદર્શન ’નગરના મણિરથ રાજા ભાઇનું ખૂન કરી નાસત હતા તેવામાં તેને એક કાળે ઝેરી સર્પ કરડયો અને તેથી તે મરી ગયા. તેને પુત્ર નહિ હાવાથી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્ય મળ્યું. તે સારી રીતે રાજ્ય કરવા લાગ્યા.
એક વેળા નામ કાન્તને પટ્ટહસ્તી મથુરા'થી નાઠે અને નાસતાનાસતા તે રાયશાના સીમામાં જઇ પહોંચ્યા. ત્યાંના લેાકેાએ તેને પકડી રાજાને સ્વાધીન કર્યાં. નિમ રાજાને ખબર પડતાં દૂત મોકલી ચદ્રયશા પાસે તેણે એ હાથી માગ્યા, પરંતુ તેણે માન્યું નહિ. આથી મિ રાજા લશ્કર લઇ તેના નગરને ઘેરા ઘાલી બેઠે. આ વાતથી મદનરેખા સાધ્વી વાગાર થતાં તે નિમ પાસે આવી અને તેને કહ્યુ કે કેંશા તારા માટે ભાઇ થાય છે, વાસ્તે એક હાથી માટે તેની સાથે યુદ્ધ કરવું ઉચિત નથી. નિમ રાજાને આ સાંભળી અચંબ થયા, પરંતુ જુના માણસોને પૂછતાં યુગમાહુની વીંટી તેની પાસેથી નીકળેલી હાવાની વાત જાણીને તેને પ્રતીતિ થઇ. આથી યુદ્ધ બંધ કરી નમિ પેાતાના મેટા ભાઈને મળવા ગયું. આટલે વર્ષે બે ભાઈઓૢા મળ્યા, તેથી બંનેને ઘણા આનંદ થયો. કેટલાક દિવસે વીતતાં યશાએ પેાતાનું રાજ્ય નમિને સોંપ્યું
અને પેાતે મહામંગલકારી દીક્ષા લીધી.
નમિ નૃપતિ નિષ્ણુ ટકપણે રાજ્ય ચલાવવા લાગ્યા. એક વખત તેને છ મહિના સુધી ન મટે એવા દાહવર રેગ થયા. ઘણા ઘણા ઉપાયે કરવા છતાં તેને જરા પણ આરામ ન થયે. એક વૈધે ચંદનઘસી તેના શરીરે લગાડવા સૂચવ્યું એટલે તેના પરના પ્રેમને લઈને બધી રાણીએ સમકાલે ચંદન ઘસવા બેસી ગઇ; પરંતુ તેમનાં કકણા પરસ્પર અથડાતાં તેમાંથી જે અવાજ નીકળવા લાગ્યા તેથી રાજાની મેચેની વધી પડી. આથી ફક્ત એક એક કકણ હાથમાં રાખી રાણીએ પેાતાનું કાય કરવા માંડયુ. હવે અવાજ આવતા ખધ થયેલે જાણી રાજાએ તેનું કારણ પૂછ્યું. રાણીઓએ જવામ આપ્યા કે અમે સૈાભાગ્યના ચિહ્ન તરીકે એકેક જ કાંકણુ રાખ્યું છે.
ચારિત્રાવરણીય કર્મીના ઉચ્છેદ્યના સમય આવી લાગ્યે હતેા; એથી આ રાજાને એવા સુવિચાર સ્ફુર્યાં કે આ કંકણુના દૃષ્ટાંતથી એમ જણાય છે કે જીવ જ્યારે બહુ પરિગ્રહ ધારણ કરે છે ત્યારે તેને અતિશય દુ:ખ થાય છે, તેથી
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org