Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પંચમ
४६२ સુલસની કથા
“રાજગૃહનગરમાં કાલસૈકારિક નામે ચંડાલ રહેતું હતું. એ રોજ પાંચસે પાડા મારતે હતે. એક વેળા પિતાનું નરક-ગમન અટકે એવા ઈરાદાથી આ નગરના રાજા શ્રેણિકે તેને કહ્યું કે તું એક દિવસ પાડા મારવાનું બંધ રાખ; પરંતુ તેણે પિતાની અભવ્યતાને અનુકૂળ અને નિર્દયતાના નમૂનારૂપ આ કાર્ય મુલતવી રાખવા સાફ ના પાડી. તેથી રાજા ગુસ્સે થયો અને તેને કૂવામાં ઉતરાવી મૂકા, કિન્તુ ત્યાં પણ તે સીધે બેઠે નહિ, પણ તેણે તે કાદવના પાંચસે પાડા બનાવ્યા અને માર્યા. આ પ્રમાણે એણે પિતાના દુષ્ટ કાર્યમાં ખામી આવવા દીધી નહિ.
મરણ સમીપ આવતાં એને દહાવર થયે. એના સુલસ નામના પુત્રે ઉપચાર કરવામાં જરાએ ન્યૂનતા ન રાખી. મનગમતાં ખાન, પાન, બાનતાન, સુકોમળ શય્યા, સુગંધી અત્તર, ચંદનનું વિલેપન ઈત્યાદિ દ્વારા તેણે પિતાની બરદાસ કરવામાં પૂરેપૂરી ઝહેમત ઉઠાવી; પરંતુ આ નરકે જનારા પાપીને આથી શાંતિ થવાને બદલે ઉલટી વધારે વેદના થવા લાગી. સુલસે આ વાત અભયકુમારને કરી. તેણે વિચાર કરી કહ્યું કે આ નરકગામી જીવ છે, વાતે ત્યાંના જેવી સામગ્રીથી તું એની સેવા કર એટલે એને આરામ મળશે. આ સાંભળી ફુલસે કુત્સિત આહાર, ખારું પાણી, વિષ્કાનું વિલેપન, કાંટાની શય્યા, ગર્દભ-સૂરનું શ્રાવણ વિગેરે ઉપાય
જ્યા. તેમ થતાં આ ચંડાળને કઈક શાંતિ થઈ. અંતમાં તે મરીને નરકે ગયે.
પાપનું ફળ પ્રત્યક્ષ જોઈ સુલશે અભયકુમારના ઉપદેશ મુજબ શ્રીવીર પરમાત્માની પાસે શ્રાવકપણું અંગીકાર કર્યું અને પોતાના પિતાના પાપી ધંધાથી હાથ ધોઈ નાંખ્યા. એથી માતા વગેરે એનાં સગાંવહાલાં કહેવા લાગ્યાં કે ભાઈ ! તું તારા પિતાને કસાઈને ધધો કેમ કરતું નથી ? શું તું પાપથી બીએ છે? જો એમ હોય તે તેમાં અમે તારા ભાગીદાર થઈશું. આ સાંભળી સુલસે એક કુહાડી મંગાવી અને સર્વેના દેખતાં પિતાના પગ ઉપર એ વડે ઘા કર્યો અને એથી થતી વેદના ડી ડી વહેંચી લેવા સ્વજનેને વિનવ્યાં, પરંતુ કોઈએ તેમાં ભાગીદારી નેધાવી નહિ, ઉલટું તેઓ તે હસતાં હસતાં બેલ્યાં કે તું શું ગાંડો થયો છે? કઈ કેઈનું દુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org