Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૬૭ વિરાગ્યરસમંજરી
[પંચમ તેને લઈ ગયા. તેણે દાગીનાની વહેંચણી કરી લઈ ભટ્ટાને પોતાની પત્ની બનવા કહ્યું. ભિલે પ્રથમ તે તેને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેણે એ વાત કબૂલ ન કરી ત્યારે તેને સતાવવા માંડી છતાં પણ એ તે મક્કમ જ રહી. એણે વિશેષમાં કહ્યું કે જે બળાત્કાર કરશે તે આપઘાત કરીશ, પરંતુ ભિલે તે અનુચિત માગણી ચાલુ જ રાખી. એથી ભટ્ટાએ બગલી તાપસની વાર્તા કહી. આ ઉપરથી જિલ્લાને બીક લાગી કે સતીને છંછેડવામાં સાર નહિ નીકળે. આથી તેણે ભટ્ટાને બમ્બર દેશમાં વેચી નાંખી. ખરીદનારે તેની પાસે ભેગની વાત કાઢી, પરંતુ ભટ્ટાએ તેમ કરવા ઘસીને ના પાડી. તેથી તે આને અત્યંત ત્રાસ આપવા લાગ્યો. એના શરીરમાંથી લોહી કાઢી તે વડે એ વસ્ત્ર રંગવા લાગ્યા. આ પ્રમાણે તેણે એને ત્રાસ આપવામાં જરાએ કચાસ ન રાખી, પરંતુ આથી તેમજ રૂપરંગ બદલાઈ ગયું તોપણ એ પિતાનું શીલવ્રત ખડિત થવા ન જ દીધું, જોકે વૃત્તિકાન્તારરૂપ ત્રીજે આકાર તે જાણતી હતી.
અકસ્માત્ એક દહાડે તેને સગોભાઈ ધ પણ ત્યાં આવી ચડ્યો. તેણે પૈસા આપીને આ અસહ્ય સંકટમાંથી પિતાની બેનને છોડાવી અને તેને પિતાને ગામ લાવ્યા. દીવાને બહુમાન પૂર્વક ભટ્ટાને સ્વીકાર કર્યો. આ વેળા પિતાના પતિ સમક્ષ તેણે એવી પ્રતિજ્ઞા લીધી કે પ્રાણુતે પણ હવે હું કોઈના ઉપર રીસ કરીશ નહિ, કેમકે એનું અત્યંત કડવું ફળ મેં પૂરેપૂરું ચાખ્યું છે.
૧ તેજલેશ્યાની લબ્ધિવાળા કાઈ તાપસ એક ઝાડ તળે તપ કરતો હતો તેવામાં એ ઝાડ ઉપર બેઠેલી એક બગલીએ તેના ઉપર હગાર નાંખી. આથી ગુસ્સે થઈને તેણે તેજલેશ્યા વડે તે બગલીને બાળી મૂકી. પછી એણે એવો નિશ્ચય કર્યો કે જે કોઈ મારો અપરાધ કરશે તેને હું આ જ પ્રમાણે બાળી મૂકીશ.
કાલાંતરે એ તાપસ એક પતિવ્રતા અને ઉત્તમ શિલવાળી શ્રાવિકાને ત્યાં ભિક્ષા માટે ગ. શ્રાવિકા પોતાના પતિની સેવા કરવામાં રોકાયેલી હોવાથી આને ઊભા રહેવું પડયું. એટલે કોપાયમાન થઈ તાપસે એના ઉપર તેલેશ્યા મૂકી પરંતુ શીલના પ્રભાવથી શ્રાવિકા ઉપર એની કંઈ અસર નહિ થઈ. શ્રાવિકાએ તાપસને ઉદ્દેશીને કહ્યું કે શું તેં મને બગલી ધારી? તોપસ બેલ્યો કે વગડામાં બનેલી વાત તેં કયાંથી જાણી ? વિકાએ કહ્યું કે એ જાણવું હોય તે તું “વારાણસી જા, અને ત્યાં અમુક કુંભાર રહે છે તેને પૂછજે. તાપસ ત્યાં ગયો અને એ કુંભારને મળ્યો. કુંભારે કહ્યું કે એ શ્રાવિકાને તેમજ મને શીલનાં પ્રભાવથી બીજાના મનની વાત જણાય એવું જ્ઞાન થયું છે, માટે તું પણ શીલ પાળજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org