Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૫૮
વૈરાગ્યરસમંજરી
[ પંચમ
આપવા કબૂલાત આપી. તેએ પોતાના જ પુત્રના પ્રાણ લઇ ધન મેળવવા માટે મહાજન સહિત પેલે દરવાજે આવ્યાં. પુત્રને સ્નાન કરાવી તેને ચંદનના લેપ લગાડી સારાં વસ્ત્રાથી શણગારી અને પુષ્પમાલ પહેરાવી દરવાજા આગળ જ્યાં રાજા ઊભેા હતા અને જ્યાં આખા ગામના લેાકેા ભેગા થયા હતા ત્યાં ગાજતે વાજતે લાવવામાં આવ્યા. આ વખતે આ બાળક હસવા અને નાચવા કૂદવા લાગ્યા. તે જોઇ રાજાએ કહ્યું કે હું મૂર્ખ! તારા મરણુની નાખત વાગી રહી છે તેનુ' તને કંઇ ભાન છે કે ? આ વખત હસવાને કહેવાય કે રડવાના ? કરાએ જવાબ આપ્યા કે મહારાજ ! જ્યાં સુધી ભય નજીક ન હેાય ત્યાં સુધી તેનાથી ખીવું લેખે ગણાય, પરંતુ જ્યાં ભય માથા ઉપર આવી ખડા થાય પછી એનાથી આવું તે શા કામનું? ખાંડણીમાં માથુ મૂકયા પછી ધમકારાથી ખીજું શું? વળી જેનું શરણ લેતાં દુઃખ દૂર થવું જોઇએ તે જ જ્યારે દુ:ખ દેવા તૈયાર થાય ત્યારે એ દુઃખની વાત કાને કહેવી ? વાડ જ ચીભડાં ચારે ત્યારે ફરિયાદ કરવાથી શું? પિતા મારે તેા ખાળક માતાનું શરણ લે; માતા મારે કૂટે તેા પિતાની પાસે તે જાય; બંનેથી ઉદ્વેગ પામેલ ખાળક મહાજન પાસે રાવ લઇ જાય; ત્યાંથી પણ ઈન્સાફ ન મળે તે તે રાજા પાસે ન્યાય માંગે. હવે રાજન્ ! અહીં વિચારશે તે મારી સગી મા મને ઝેર આપવા તૈયાર થઈ છે, મારા પિતા મારું ગળું કાપવા ઉત્કંઠિત અન્યા છે, મહાજન મૂલ્ય આપી આવા અનર્થને પોષી રહ્યું છે અને આપ ખુદ રાજા આના પ્રેરક બન્યા છે ત્યારે હવે મારે કાને શરણે જવું ?
આ સાંભળીને રાજાનું ફૂટી ગયેલું હૈયું ઠેકાણે આવ્યુ. એનું બહેર મારી ગયેલું મગજ કામ કરવા લાગ્યું. તેણે ઝટ મહાજનને સૌ કોઈ સાંભળે તેમ સાફ્ સાફ્ કહી દીધું કે મારે આ ગામમાં દાખલ થવું જ નથી. હું તેમ કરૂં તે આવા નિર્દોષ બાળકના ઘાટ ઘડાય ને ? રાજાએ બાળકને અભયદાન દઇને છેડી મૂકયો. રાજાનું આ પ્રકારનું ધૈર્ય જોઇને અત્યાર સુધી તેની પરીક્ષા કરવા પ્રેરાયેલા દેવ પ્રકટ થયા અને તેણે કહ્યુ કે મહારાજ ! મારા તરફથી આપને જે તકલીફ્ ઊઠાવવી પડી છે તેની હું ક્ષમા યાચું છું. પેલે દરવાજો ખરાખર તૈયાર કરી તે ચાલતે થયે અને રાજાએ સુખેથી ગામમાં પ્રવેશ કર્યાં.
આ ઉપરથી જોઇ શકાય છે કે સમગ્ર મહાજનના અનુરોધ હોવા છતાં– ગણાનુયાગરૂપ આકાર હેાવા છતાં રાજાએ જીવ-ધાત જેવું અનુચિત કાર્ય ન જ કર્યું અને પેાતાના ધર્મને દીપાવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org