Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
પંચમ કેશા ગણિકાને વૃત્તાન્ત
સ્પષ્ટી–આ ગણિકા સબંધી કેટલેક ઉલ્લેખ “સ્થૂલભદ્રનું ચરિત્ર એ કથાનક (પૃ. ૧૮૪–૧૯૧)માં આપણે કરી ગયા છીએ. અહીં તે ૨૮૮ મા પૃઇમાં નિર્દેશેલ રથકારને પ્રસંગ વર્ણવ પ્રાસંગિક છે એટલે તેનું ટુંકમાં નીચે મુજબ વર્ણન કરીશું—
બાર વ્રત અંગીકાર કર્યા પછી કેશા ગણિકા કોઈ પણ પુરુષ સાથે વિષયનું સેવન કરતી નથી એ વાત રૂપમાં કામદેવ જેવા એક રથકારને જાણવામાં આવી ત્યારે તેનું વ્રત ખડિત કરાવવા માટે તે નંદ રાજાની આજ્ઞા લઈ એને ઘેર આવ્યા. આ કશાનું મન રંજન કરસ્વા માટે બેઠા બેઠા તેણે એક આંબાના ઝાડની લુંબ ઉપર એક બાણું માર્યું. ધનુર્વિદ્યામાં નિષ્ણાત આ રથકારે એ બાણુનું અનુસંધાન કરે તેવું બીજું બાણ છોડયું. એના અનુસંધાનાર્થે ત્રીજું, વળી તેના અનુસંધાનાર્થે ચોથું એમ બાણ ઉપર બાણ છેડી તેની લાકડી જેવી રચના કરી ત્યારે તેમાં રહીને તેણે એ લુંબ પકડી લીધી. આ પ્રમાણેની પિતાની ચતુરતા રથકારે આ ચતુરાને દર્શાવી, પરંતુ આ કામિનીનું મન જરા પણ એથી પીગળ્યું નહિ. વિશેષમાં જેકે બાર વ્ર ગ્રડણ કર્યા ત્યારે કેશાએ એટલી છૂટ રાખી હતી કે રાજા અથવા રાજાના મેકલેલ માણસ સાથે વિષયસેવન કરવું પડે તો તે નિભાવી લેવું તો પણ અતિશય રૂપથી અલંકૃત, ધનુર્વિદ્યાની અત્યુત્તમ કલામાં પ્રવીણ તેમજ રાજાની આજ્ઞાથી આવેલા રથકારની સાથે પણ કેશાએ પ્રવીચારન જ સે. ઉલટું તેના અભિમાનને ખંડિત કરવા માટે સરસવનો ઢગલો કરી, તેમાં એક સોય ખોસી, તે ઉપર એક ફુલ મૂકી કેશાએ નાટક કરી પોતાની કુશળતા બતાવી અને રથકારને પ્રતિબંધ પમાડવા કહ્યું કે આંબાની દર રહેલી લુંબ તમે પકડી તે કળા કે મારી આ નૃત્ય-કળા દુષ્કર નથી, પરંતુ મહાત્મા શ્રીસ્થૂલભદ્ર મુનીશ્વર વનિતારૂપ વનમાં પ્રસાદ ન પામ્યા તે જ દુષ્કર છે. આ પ્રમાણે સમજાવી રથકારને વિષયથી વિરક્ત બનાવી કેશાએ દીક્ષા અપાવી કે જે પાળીને તેઓ સ્વર્ગ સંચર્યો. સુધમ રાજાની કથા–
પંચાલ દેશમાં એક વેળા સુધમ રાજા રાજ્ય કરતે હતે. એક દહાડે એક સેવકે આવી તેને ખબર આપી કે મહાબળ નામને ચરટ (ભિલ્લ?) આપણી પ્રજાને પડે છે અને આપણું ગામોને નાશ પણ કરે છે. આ સાંભળી રાજા મેટું લશ્કર લઈ તેની સામે ગયે અને ત્યાં જઈ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org