Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૫૪ વૈરાગ્યસમંજરી
[ પંચમ પુરુષાર્થ જેવી ચીજ ન હોય અને બધું સર્વથા નિયત હેય તે ઉપર કહેલી બીના બને જ નહિ, પરંતુ તેમ બનવું શક્ય છે; આથી જે તે નિયતિવાદ માને છે તે ઠીક નથી. આ વાત સદાલપુત્રને ગળે ઉતરી અને તેણે કામદેવ મહાશ્રાવકની પેઠે પ્રભુ પાસે શ્રાવકનાં વતે સ્વીકાર્યો. પિતાની પત્નીને પણ પ્રભુને પ્રણામ કરવા મોકલી અને તેને પણ શુદ્ધ શ્રાવિકાનાં વ્રત લેવડાવ્યાં.
કાલાંતરે શ્રમણ ભગવાન મહાવીર અન્યત્ર વિહાર કરી ગયા. આ તરફ ગોશાલકને ખબર પડી કે સદાલપુત્રે આજીવિક સિદ્ધાન્તને જલાંજલિ આપી નૈર્ગન્થિક સિદ્ધાને સ્વીકાર કર્યો છે. આથી હું ત્યાં જાઉં અને એને ફરીથી મારે અનુયાયી બનાવું એમ વિચારી તે સદાલપુત્ર જયાં રહેતે હતે ત્યાં આવ્યું, પરંતુ આ તે શાંત બેસી રહ્યો, એણે તે ઊભા થઈને કે સામે જઈને તેને જરા પણ આદર સત્કાર કર્યો નહિ. આથી પીડ, ફળક વગેરે જરૂરી વસ્તુઓ મેળવવાના ઈરાદાથી ગોશાલકે મહાવીરની પ્રશંસા કરતાં કહ્યું કે તે મહામાહન છે, તે મહાપ છે, તે મહાસાર્થવાહ છે તે મહાધર્મ કથી છે, તે મહાનિર્ધામક છે. આ બધાં વિશેષણો કેવી રીતે મહાવીરને ઘટે છે તે સદાલપુત્રે પૂછી જોયું અને તેને ચેપગ્ય ખુલાસો સાંભળી તેણે ગશાલકને પૂછયું કે તું મારા ધર્મોપદેશક મહાવીર સાથે ચર્ચા કરવા સમર્થ છે? શાલકે તેની ના પાડી અને કહ્યું કે મહાવીરમાં પ્રમાણે, યુક્તિઓ વગેરે રજુ કરવાની જેવી શક્તિ છે તેવી મારામાં નથી. આ પ્રમાણેની ખરી હકીકત તેમજ મહાવીરનું ગુણોત્કીર્તન સાંભળીને સદ્દલપુત્ર રાજી થયા અને તેણે ગોશાલકને ઉતારે આપવા તેમજ યોગ્ય વસ્તુઓ પણ આપવા હા પાડી, પરંતુ સાથે સાથે ઉમેર્યું કે આ કંઈ ધર્મ કે તપનાં વિધાનરૂપ તું સમજતે નહિ. આ સાંભળી ગોશાલક સાલપુત્રે જયાં ઉતારો આપ્યો હતે ત્યાં ગયે. ત્યાં ગયા પછી સાલપુત્રને પિતાના પક્ષમાં લેવા માટે સમયાનુસાર તેણે તેની સાથે ઘણીએ ચર્ચાઓ, દલીલ કરી, પરંતુ જ્યારે તેનું કંઈ વળ્યું નહિ ત્યારે તે ચાલતે થે.
ત્યારબાદ ચાર વર્ષ સુધી સદાલપુત્રે પોતાના નિયમો પાળ્યા. પરંતુ ત્યાર પછી એક દિવસે તે પૌષધશાળામાં ગયા હતા ત્યાં મધ્ય રાત્રિએ એક દેવે આવી તેને અનેક ઉપસર્ગો કર્યા. ઘણખરાની તે તેણે જરા પણ દરકાર ન કરી. ત્યારે અંતમાં તેણે એવી ધમકી આપી કે જો તું તાર નિયમને નેવે નહિ મૂકે તે હું તારા ઘરમાંથી તારી ગૃહિણે અગ્નિમિત્રાને ખેંચી લાવી, તારી સમક્ષ તેને મારી નાંખી, તેના માંસના નવ ટુકડાઓ કરી, તેને રાંધીને એ માંસ અને લેહીને તારા શરીર ઉપર છંટકાવ કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org