Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૫૩
ગુરછક ]
સાનુવાદ હતી. એની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું. “પિલાસપુર ની બહાર માટીનાં વાસણેની એની પાંચસે દુકાને હતી. વેતનને બદલે ભેજન આપી તે અનેક માણસો પાસે દરરોજ ઘડા, કળશ વગેરે જુદી જુદી જાતનાં માટીનાં વાસણે તૈયાર કરાવતું હતું અને બીજા કેટલાક માણસોને કામ બદલ ભજન પૂરું પાડી તેમની મારફત તે વેચાવતે હતે.
એક દહાડો સાલપુત્રની પાસે એક દેવ આવે અને કહેવા લાગે કે હે દેવાનુપ્રિય ! આવતી કાલે સંપૂર્ણ જ્ઞાની, ત્રિકાલજ્ઞા, સર્વજ્ઞ, સર્વદશી, ત્રવેક્ય વડે પૂજિત, વંદન, સત્કાર અને સેવા કરવા લાયક મહામાહન જિન આવશે તે તેમની તું ભક્તિ પૂર્વક પૂજા, ઉપાસના વગેરે કરજે અને તેમને પીઠ, ફલક, શય્યા, સંસ્મારક વગેરે આપજે. આ પ્રમાણે બીજી અને ત્રીજી વાર કહીને તે દેવ ચાલતે થયે.
સદાલપુત્ર આથી એમ સમજે કે મારા ધર્માચાર્ય ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક આવનાર છે, પરંતુ સવાર પડતાં તે એને બદલે શમણ મહાવીર પધાર્યા. આ ખબર પઢતાં તે વંદન કરવા ગયો, અને તેણે તેમની ધર્મદેશના સાંભળી. પછી મહાવીર પ્રભુએ તેને કહ્યું કે ગઈ કાલે બપોરના એક દેવે મારા આગમનની તને ખબર આપી હતી એ વાત સાચી છે ને? સાલપુત્રે હા કહી અને પોતાની દુકાને જ્યાં હતી ત્યાં પધારવા તેણે પ્રભુને વિનતિ કરી. પ્રભુએ એ પ્રાર્થના સ્વીકારી.
એક દહાડે સદાલપુત્ર પિતાની દુકાનની અંદરથી ઘડા, કળશ વગેરે વાસણ બહાર કાઢતો હતે. તે જોઈને મહાવીરે તેને પૂછ્યું કે આ વાસણે કેવી રીતે તૈયાર થાય છે ? સદાલપુત્રે જવાબ આપે કે પ્રથમ માટી લાવી, તેને પાણીથી પલાળી, મસળી, તેને રાખ વગેરે સાથે બરાબર મેળવી, પિંડ તૈયાર કરી, તેને ચાક ઉપર ચઢાવી, જુદી જુદી જાતનાં વાસણે બનાવાય છે. પ્રભુએ પૂછયું કે આમાં કંઈ પુરુષાર્થ, પરિશ્રમ, ઉદ્યમ સેવ પડે છે કે બધું એમ ને એમ જ તૈયાર થઈ જાય છે? કુંભારે ઉત્તર આપે કે પુરુષાર્થ વિના એ તૈયાર થાય છે, કેમકે પુરુષાર્થ ઉદ્યમ જેવું કાંઈ છે જ નહિ; બધી ચીજો સર્વથા નિયત થયેલી છે. આ સાંભળી મહાવીરે તેને ફરી પ્રશ્ન કર્યો કે કઈ માણસ આ તારાં વાસણ ચરી જાય કે એમાં છિદ્ર પડે કે ભાંગીને તેના ટકડા કરે અને ભાંગી જાય તેવે સ્થળે મૂકી દે અથવા તો તારી પત્ની અગ્નિમિત્રો સાથે અમર્યાદિત વર્તન કરે તે તેને તે શી સજા કરે ? સદાલપુ જવાબ આપ્યો કે હું એને શાપ આપું, મારું, દેરડાથી બાંધું, બીવડાવું, દમ ભરાવું અને જરૂર જણાય તે એને જાન પણ લઉં. પ્રભુએ કહ્યું કે ઉદ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org