Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 496
________________ ગુચ્છક સાનુવાદ ૧ આ સમયે હાથમાં નાગી તલવાર ઝળકાવતા પ્રોઢ દેહવાળા અને અતિશય ભયંકર દેખાવને એક રાક્ષસ ત્યાં એચિત્તા આવી દારુણ સ્વરે મેટેથી ખાલી ઊઠયો કે હે મૂખ ! શું તું આ અમલાને પરણવાની ઇચ્છા રાખે છે? જોતા નથી કે હું આજે સાત સાત દિવસ થયા ક્ષુધાતુર છું? વાસ્તે આજે તે તારા દેખતાં આ કન્યાને ખાઈ જઈશ. આમ કહી તેણે તે કુમારીને પગથી ગળવા માંડી. યુવરાજથી રહેવાયું નહિ એટલે તેણે તરવારથી તેના ઉપર ઘા કર્યાં, પરંતુ તેની કઇ અસર ન થતાં ઉલટી તરવાર ખંડિત થઇ ગઈ. આથી તેણે બાહુયુદ્ધ કરવા કમર કસી; પરંતુ તેમાં પણ તેને દહાડા વળ્યે નહિ અને ઉલટા તે શક્તિહીન થયા તે ફોગટમાં. રાક્ષસે તેને કહ્યું કે કેમ મારૂં જોર જોયુ ? આ યુવતિની સ્થલકાયા નામની દાસી છે તે જો તું મને ખાવા આપે તા હું તમને એને છોડું. કુમારે કહ્યું કે હું જૈન છું એટલે પ્રાણાન્તે પણ આ કામ હું કરનાર નથી. આ સાંભળી રાક્ષસે કહ્યું કે તારે તું એમ કર કે મારા ગુરુ ચરક પરિવ્રાજકાચા તે વન્દન કરવા ચાલ એટલે હું તમને ત્રણેને છાડી દઈશ. યુવરાજે કહ્યુ કે મારાથી એ કામ નહી બની શકે. હું ગમે તેવા સાધુને નમન કરનાર નથી. રાક્ષસે કહ્યુ` ખેર ! ત્યારે તું મારા મંદિરમાં વિષ્ણુની મૂર્ત્તિ બિરાજે છે ત્યાં એક જૈન મૂર્ત્તિ પણ છે તેને તા પ્રાપ્ત કરીશ ને ? કુમાર તેમ કરવા તૈયાર થઇ તેની સાથે ચાલ્યા જઇને જુએ તે તે ઐદ્ધ મૂર્ત્તિ નીકળી. એટલે તેને પ્રાણપાત કર્યાં વિના તે પાછા ફર્યાં. રાક્ષસને કહ્યું કે મને તારા ઉપરથી ભાસા ઊઠી ગયા છે, વાસ્તે તારૂં એક પણ વચન હું માન્ય કરનાર નથી. આથી રાક્ષસે ક્રીથી પેલી પ્રમદાને ગળવા માંડી. આમ થતાં રુદન કરી તે કહેવા લાગી કે હું પ્રાણપ્રિય ! મારૂં રક્ષણ કરો, રક્ષણ કરા. કુમારે કશું ગણકાર્યું નહિ અને આ તરફ રાક્ષસ છેક તેને ગળા સુધી ગળી ગયા. એક વાર ફરીથી રાક્ષસે કુમારને કહ્યુ` કે એલ હજી પણુ દાસી અને તેમ નહિ તે એક અકરૂં મને ખાવા આપે તેા આને છેાડી ૪ઉં; નહિ તે! આના પછી તારા વારા આન્યા સમજજે. કુમાર ચીડાઇને બોલ્યા કે વારે વારે શું પૂછ્યા કરે છે ? તારે જે કરવું હોય તે કરી નાંખ એટલે થયું; હું કઈં માતથી ડરતા નથી. આ સાંભળી રાક્ષસ મટી તૈ દેવ થયા અને તેણે તેની સાત્ત્વિક વૃત્તિને વખાણી. વિશેષમાં તારે જે જોઇએ તે માગી લે એમ પણ કહ્યું. કુમારે કંઇ ન માગ્યુ' એટલે તેના ગુણાનુવાદ ગાતે દેવ બાલ્યા કે ઇન્દ્ર મહારાજે ધાર્મિક વિષયમાં તારી દઢતા સંબંધી જે પ્રશંસા કરી હતી તે હું મિથ્યાત્વી હાવાથી મારે ગળે ન ઉતરી; આથી અહીં આવી ને તારી આવી આકરી પરીક્ષા લીધી છે. સાચા દેવ-ગુરુ વિષેની તારી શ્રદ્ધા જોઇ હું પણ સમ્યકૃત્વ ધારણ કરૂં છું. પછી યુવરાજ અને યુતિના ગાંધર્વ વિવાહ કરી એ દેવ દેવલાકમાં ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522