Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સીનુવાદ
૪૫૭
હરાવી દીધો. ત્યાંથી પાછા ફરી શુભ મુહર્ત તે પિતાના ગામમાં દાખલ થવા જતે હતા તેવામાં ત્યાને દરવાજે તૂટી પડી. આને અપશુકન ગણ ગામ બહાર તેણે નિવાસ કર્યો. દરવાજે તૈયાર થતાં સુમુહૂર્ત તે ગામમાં દાખલ થવા ગયો, પરંતુ આ ફેરી પણ એ દરવાજે તૂટી પડયો. વળી ત્રીજી વાર તે ન કર્યો, પરંતુ તેની પણ એ જ દશા થઈ. આથી રાજાએ પિતાના દીવાનને પૂછયું કે આમ ઘી ઘડી દરવાજે કેમ તૂટી જાય છે? દીવાન “ચાર્વાક' મતવાળો હોવાથી તેણે કહ્યું કે મહારાજ! જે આપ આપને હાથે એક પુરુષનું બલિદાન આપે તો આ દરવાજે સ્થિર થાય, કેમકે એ દરવાજાને અધિષ્ઠાયક દેવ કઈક કારણથી કોપાયમાન થયેલ છે. રાજા જૈન ધમ હોવાથી તેણે તેમ કરવા ના પાડી. વિશેષમાં તે બેલ્યો કે બલિદાન આપ્યા વિના જવાય તેમ ન હોય તો મારે આ ગામમાં જવાની કશી જરૂર નથી, કેમકે હું આવી હત્યા કરવા તૈયાર નથી? એવું સોનું શા સારૂ પહેરવું કે જેથી કાન તૂટી પડે ? વળી હે દીવાન ! શું તને ખબર નથી કે જે રાજા જીવિત, બળ અને આરોગ્યને ચહાતે હોય તેણે હિંસા કરવી નહિ; અને જે કેઈ તેમ કરતું હોય તે તેને તેમ કરતા અટકાવે આ રાજાને ધર્મ છે.
દીવાને જોયું કે રાજા માને તેમ નથી એટલે આડું અવળું સમજાવી તેણે મહાજનને તૈયાર કર્યું. મહાજને રાજાની પાસે આવી કહ્યું કે હે મહારાજ! જે કરવાનું છે તે બધું અમે કરીશું; આપ કેવળ અનુજ્ઞા આપે એટલે થયું. રાજાએ કહ્યું કે મા જે પાપ કે પુણ્ય કરે છે તેનો છઠ્ઠો ભાગ રાજાને મળે છે, તેથી હું બલિદાન માટે આજ્ઞા આપીશ નહિ. મહાજને કહ્યું કે એનું સર્વ પાપ અમે અમારે માથે વહોરી લઈએ છીએ અને આપને સર્વથા મુક્ત રાખીએ છીએ. આમ ઘણી રકઝક કરી આખરે મહાજને રાજાની રજા મેળવી લીધી. પછી ઉઘરાણું કરી ઘણું ધન ભેગું કરી મહાજને એક સુવર્ણમય પુરુષ તૈયાર કરાવ્યો. તેને એક ગાડામાં મૂકી આખા નગરને ખબર આપી કે જે કે માતા પિતાના પુત્રને પોતાના હાથે ઝેર આપશે અને જે પિતા પિતાના પુત્રનું પોતાના હાથે ગળું કાપી આપશે તેને આ સુવર્ણ બનેલો પુરુષ આપવામાં આવશે. આ સાંભળતાં આખા નગરમાં હાહાકાર થઈ ગયે. કેઈ આવું નીચ કૃત્ય કરવા તૈયાર થયું નહિ. કેટલાક દિવસ વીત્યા બાદ એક મહાદરિદ્રી અને નિર્દય વરદત્ત અને તેની નિર્લજજ રુદ્રદત્તા પની આ અધમ કાર્ય કરવા માટે તૈયાર થયાં. આ દંપતીએ પેટને ખાડો પૂરવાની મુશ્કેલીમાંથી બચવા માટે અને તવંગર થવાની લાલચે પિતાના સાત પુત્રમાંથી સૌથી નાના પુત્રને
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org