Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 495
________________ ૪પ૦ વૈરાગ્યરસમંજરી [[પંચમ આનું કારણ પૂછ્યું. તેમણે જૈનાચાર્યના આગમનની વાત કરી. આથી રાજાએ અનુમાન કર્યું કે સૂરિના ઉપદેશનું આ ફળ હશે. કુતરાઓને પૂછતાં તેમણે ડોકું હલાવી એ વાત કબૂલ કરી. આ પ્રસંગથી રાજા સુધરી ગયા અને તેણે શિકારે જવાનું માંડી વાળ્યું. જૈનાચાર્યને સમાગમ થતાં તેમની પાસે સુદેવ, સુગુરુ અને સુધર્મનાં લક્ષણોથી તે પરિચિત થયો. આથી તેના પિતા રાજી થયો અને તેને પાછો લાવી યુવરાજપદ આપ્યું. એક વેળા તેને મિત્ર અતિસાગર પરદેશથી પાછા આવતાં તેને મળવા આવ્યું ત્યારે તે કઈ કૌતુક જોયું હોય તે તું નિવેદન કર એમ સંગ્રામર કહ્યું. મિત્ર બોલ્યો કે મહારાજ! વહાણમાં બેસી હું મધ્ય સમદ્ર ગયે, ત્યારે એક ઊંચા ક૯૫વૃક્ષની શાખામાં લટકતા હીંડોળામાં ઝૂલતી લાવણ્યવતી લલના એકાએક મારી નજરે પડી. આના વિશેષ દર્શન કરવાના ઈરાદાથી મેં વહાણ તે તરફ જલદી હંકાર્યું, પરંતુ ત્યાં જતાં તે કઈ જોવામાં આવ્યું નહિ. મને લાગે છે કે તે યુવતિ દરિયામાં જ પસી ગઈ હશે. આ સાંભળી યુવરાજ ત્યાં જઈ તપાસ કરવા વિચાર કર્યો. મિત્રને સાથે લઈ તે ત્યાં ગયો. આ દશ્ય તેને જોવામાં પણ આવ્યું, પરંતુ નજીક જઈ જુએ તો તે સુન્દરી મળે નહિ. તપાસ કરતાં કંઈ પત્તો ન ખાતાં તે નાગી તલવાર લઈને દરિયામાં કૂદી પડ્યો. તે જલકાંત મણિથી બનાવેલી સાત ભૂમિવાળી હવેલી સાથે અથડાયે, પણ જરા પણ ભય પામ્યા વિના તેણે અંદર પ્રવેશ કર્યો અને છેક તળીએ સાતમી ભૂમિકાએ જઈ પહોંચ્યા. ત્યાંના હૃદયંગમ દેખાવથી પ્રફુલ્લિત થઈ તે આમ તેમ ફરે છે એટલામાં તે મનોરંજક સૂક્રમ વસ્ત્ર ઓઢીને સૂતેલી તે જ સુન્દરી તેની દષ્ટિએ પડી. આથી અતિપ્રસન્ન થઈ તે ત્યાં ગયો અને તેણે ઉપરનું વસ્ત્ર ધીમે રહીને ઉપાડી લીધું. આથી લજજાથી બેઠી થઈ હસતે મુખે સ્નેહ પૂર્વક તે તરુણીએ રાજકુમારને પિતાની નજીક આસન આપ્યું અને તેના વંશાદિન વૃત્તાન્ત પૂ. રાજકુમારે અવસરે ચિત વચનથી તેને રાજી કરી તેની હકીકત જણાવવા સૂચવ્યું. તે કમલાક્ષીએ કહેવા માંડ્યું કે “વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં આવેલા “વિદ્યાપુર” નગરના વિદ્યુભ રાજાની હું મણમંજરી નામની કન્યા છું. મને જોબનવંતી જોઈને મારા પિતાએ અનેક નૈમિત્તિકને પૂછયું કે આને કેણ વર થશે? નૈમિત્તિકે ઉત્તર આપ્યો કે સમુદ્રમાં જલકાન્ત મણિથી મહેલ બનાવી કલ્પવૃક્ષની શાખામાં લટકતા હીંડોળા ઉપર આને બેસાડી રાખે. ત્યાં સંગ્રામદદ (સુરસેન) રાજાને પુત્ર સંગ્રામશર આવી ચડશે અને એ એને વર થશે. હે પ્રિય! આજે ઘણા સમયે આ વૃત્તાન્ત સાચે પડ્યો છે એ જાણી મને પરમ આનંદ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522