Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૪૮
મેરાગ્ય સબજરી
[ પંચમ
સભામાં આવી તે જૈન મુનિએના ગુણ ગાતા હતા. આ સાંભળીને ઘણા લોક જૈન ધર્મ તરફ આકર્ષાતા. કેટલાક તે જૈન ધર્મમાં દેઢ પણ અનતા. પરંતુ આ નગરમાં એક જય નામના વાણીએ રહેતા હતા તેને ગળે એ વાત ન ઉતરી કે અતિચંચળ ઇન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખી શકાય છે. આથી તેને જૈન મુનિએના ગુણા તે રાજાની ડંફાસ છે એમ લાગતું. રાજાને આની ખબર પડી એટલે કાઇ ન જાણે તેમ તેણે પોતાના લાખ સાલૈયા જેટલા મૂલ્યવાળા હાર એ વાણીઆના ડાબડામાં મૂકાવી દીધા. પછીથી નગરમાં એવા ઢેરો પીટાવ્યો કે મારે। હાર ખાવાઇ ગયા છે, વાસ્તે જે તે આપી જશે તેને નિરપરાધી ગણી છેડી મૂકવામાં આવશે, પરંતુ જે નહિ આપી જાય અને જેન! ઘરમાંથી તપાસ કરતાં તે નીકળશે તેને દેહાંત દંડની શિક્ષા થશે. ક્રમવાર તપાસ કરતાં રાજસેવકે જયને ઘેર પહોંચ્યા. ત્યાંથી તેમને હાર મળ્યેા એટલે જયને ચેાર તરીકે પકડી લાવી રાજા આગળ હાજર કર્યાં. રાજાએ ચેતની સજા ફરમાવી. આ સાંભળીને તેના કુટુંબીઓએ અનેક કાલાવાલા કર્યા. ત્યારે રાજાએ કહ્યુ કે એક તેલનું ભરેલું પાત્ર એના હાથમાં હું આપુ, તે લઇ એ આખા નગરમાં ૮૪ ચૈાટે ફરી આવે, પરંતુ એક બિંદુ પણ જમીન ઉપર પડવા ન દે તે હું તેને જીવતે મૂકું,
મરણના ભયથી જયે તે વાત કબુલ કરી. આ તરફ સુંદર વસ્ત્ર અને અલંકારથી સજજત એવી ગણિકાએકનાં ઠામઠામ નાચ, મનમોહક ગાયના વગેરેના પ્રબંધ કરવામાં આવ્યેા. જયને આ વસ્તુઓ બહુ પ્રિય હતી, છતાં તેને આજે મન ઉપર કાબૂ રાખી પેાતાનેા જીવ બચાવવા એક પણ તેલનું બિંદુ ભૂમિ ઉપર પડવા દ્વીધા સિવાય તે ૮૪ ચાટે ફરીને રાજા સમક્ષ આવી ઊભા, રાજાએ હસીને કહ્યું કે કેમ ભાઇ ! તું તા કહેતા હતા ને કે ઇન્દ્રિયા અને મનને વશ રાખવાની વાત ટાઢા પહેારના ગપ્પા જેવી છે? અને આજે તા તું જાતે તેને વશ રાખી શકયા તેનું કેમ ? વાણીએ આ સાંભળી શરમાઇ ગયે!. રાજાએ તેને છેડી મૂકયો. આ વાણીએ પણ પ્રતિધ પામી જૈન ધી બન્યા. એવી રોતે તેા ઘણાને રાજાએ જૈન માર્ગી બનાવ્યા. આ પ્રમાણે
૧ કાષ્ઠ વંદન કરે તે જૈન મુનિ રાજી ન થાય અને ક્રાઇ તિરસ્કાર કરે તે। નારાજ ન થાય. વળી ચિત્તનું દમન કરી ધીરતા અને વીરતાને સેવે એવા જૈન મુનિએ છે. આવા મુનિ જ સદ્ગુરુ ગણાય; કેમકે તેએ પ્રમાદમાં પડતા જીવોને ઉદ્ધાર કરે છે, પેાને પાપરહિત માર્ગે ચાલે છે, મુમુક્ષુ જતેને તત્ત્વાનું ભાન કરાવે છે, અને સકલ વાનું હિત કરવા સદા કટિબદ્ધ રહે છે. આવા ગુરુએના બે પ્રકાર છેઃ—(૧) તપવી અને (૨) જ્ઞાતી. તેમાં તપસ્વી મુનિરભે વડના પાંદડાની પેઠે પેાતાના આત્માને જ તારી શકે છે, જ્યારે જ્ઞાની મુનીશ્વરા તે વહાણ સમાન હાઇ પેાતાને અને અન્યને પણ તારી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org