Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૩૭
ગુચ્છક]
સોનુવાદ કરતાં કરતાં એકદા આ ગુરુવર્ય પાડલીપુર પધાર્યા. સાથે તેમને શિષ્ય-રત્ન (?) વિનય રત્ન પણ હતા, ઉદાયી રાજાએ તેનું બહુમાન કર્યું અને દરરોજ દેશના સાંભળવી શરૂ કરી. એક વેળા પર્વ-તિથિ આવતાં સવારનું પ્રતિક્રમણ કરી, સ્નાનાદિક શુદ્ધિ કરી, જિન-પૂજન કરી, ગુરુ પાસે આવી ૪૯૨ આચાર સાચવી, દ્વાદશાવર્ત વંદન કરી, અતિચારોની આલોચના કરવા પૂર્વક ગુરુ પાસે ચતુર્વિધ આહારના ત્યાગરૂપ ઉપવાસનું તેણે પ્રત્યાખ્યાન કર્યું. સાંજે દરબારમાં પિતે સ્થાપના કરેલી ધર્મશાળામાં રાત્રિ પૈષધ કરવાના ઇરાદાથી તે ગયે. પિતાના શુદ્ધ ભાવની વૃદ્ધિ થાય તે માટે તેણે ગુરુવર્યને ત્યાં પધારવા વિનવ્યા. ગુરુ વિનય રત્નને સાથે લઈને ત્યાં આવ્યા, ગુરુ સમક્ષ રાત્રિ-પષધ અંગીકાર કરી, પ્રથમ પ્રહરની પ્રતિલેખના કરી અને સંસ્કારક પાથરી રાજા નિદ્રાધીન થયે. ગુરુ પણ ધર્મ-કથા કરતાં કરતાં સુઈ ગયા. વિનય રત્ન કપટ-નિદ્રાનું સેવન કર્યું. આજે રસોળ વર્ષે ઉદાબીને ઘાટ ઘડી પોતાના પિતાનું વેર લેવાને અવસર હાથ આવેલો જોઈ એની છાતી હથિી લાવા લાગી. ચારની જેમ ચૂપકીદીથી તે રાજા સમીપ ગએ અને ધર્મ-થાનમાં ગુરુની હાજરીમાં આ દુષ્ટાત્માએ રાજાનું ગળું હરણ જેવા પવિત્ર ધર્મ-સાધનામાં સંતાડી રાખેલી છરી વડે છેદી અધમમાં અધમ કાર્ય કર્યું. પકડાઈ જવાની બીકથી તે ત્યાંથી નાઠે. પહેરેગીરેએ તેને અટકાવ્યું, પરંતુ દીર્ઘશકાએ જાઉં છું એમ કહી ત્યાંથી સાધુના લેબાસમાં સંતાયેલે એ સેતાન છટકી ગયે.
આ તરફ રાજાના ગળામાંથી લોહીની ધારા ચાલવા માંડી અને તે છેક ગુરુના સંસ્તારકને તરબળ કરવા લાગી. ગુરુ આથી જાગૃત થઈ ગયા અને આવું પૈશાચિક અને જૈન શાસનને કલંકિત કરનારૂં અપકૃત્ય જોઈ ભવચરિમ પ્રત્યાખ્યાન લઈ આપઘાત કરી તેઓ સ્વર્ગગામી બન્યા.
સવાર પડતાં દરબારમાં હાહાકાર મચી રહ્યો. સૈ કઈ સમજી ગયું હતું કે આવું કાળું કૃત્ય કરનાર બીજો કઈ નહિ પણ વિનય રત્ન જ હતું. આ બદમાસની પૂરેપૂરી બરદાસ કરવાના ઈરાદાથી રાજસેવકેએ એની ખૂબ તપાસ કરી, પરંતુ આ મુનિવેષધારી નરાધમ તે કયારનો એ “ઉજયિની જવા નીકળી પડ્યો હતે અને જેમ બને તેમ જલદી તે ત્યાં આવી પણ પહોંચ્યા. ત્યાંના રાજા પાસે જઈ પિતાની બહાદુરીની વાત તેણે સંભળાવી. આથી આ રાજાને પણ ઝાંઝ ચડી અને સિરપાવ તરીકે તેણે વિનયનને ત્યાંથી તેનું કાળું મેટું લઈ દેશાંતર જવાનું રોકડું પરખાવી દીધું.
વિનય રતનની ધાર્મિક ક્રિયા દંભામય હોવાથી તે બધી ઉપર પાણી ફરી વળ્યું હતું. વિશેષમાં તે અભવ્ય પણ હતું એટલે આવા નાલાયકની શરમ કથા આટલેથી જ ખલાસ કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org