Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 489
________________ ૪૪૮ વૈરાગ્યસમંજરી [પંચમ અપ્સરાઓએ રાજકુમારને એક ખગ-રત્ન અને દિવ્ય કાંચળી બક્ષીસ તરીકે આપ્યાં; વિશેષમાં ટુંક સમયમાં તને રાજ્ય મળશે એ આશીર્વાદ આપી તેઓ સ્વસ્થાને ચાલી ગઈ. સવાર પડતાં રાજકુમાર મિત્રની શોધમાં આગળ વધે. માર્ગે જતાં એક શૂન્ય નગર તેની દષ્ટિએ પડવું. કૌતુકથી તે અંદર ગયો એટલે વચલા ભાગમાં એક સાત માળને રાજમહેલ તેણે દીઠે. સાતમે માળે જઈને તે જુએ છે તે વિધાતાએ નમુના માટે જાણે તૈયાર કરી હોય એવી એક રમણ ત્યાં શોકાતુર ચહેરે બેઠી હતી. તેની પાસે જઈ આશ્વાસન આપતાં કુમારે તેને શકનું કારણ પૂછયું. આ અબળાએ ઉત્તર આપ્યો કે હું “શ્રાવસ્તીના વિજય રાજાની અનંગલેખા નામની પુત્રી છું. એક વખત હું ગોખમાં ઊભી રહીને નગર નિહાળી રહી હતી તેવામાં મારા રૂપથી મોહિત થયેલા જયન્ત વિદ્યાધરે મારું હરણ કરી અને અહિંયાં લાવી આ નવું નગર વસાવ્યું છે. હાલ તે મને એકલી મૂકી મારી મરજી વિરુદ્ધ લગ્ન માટે સામગ્રી લેવા ગયો છે. મને અફસ તે એથી થાય છે કે જ્ઞાની મહારાજે મને પૂર્વે કહ્યું હતું કે હરિવહન તારે પતિ થશે એ વાત આજે જુઠી પડતી જણાય છે, કેમકે પેલે વિદ્યાધર હમણા આવી પહોંચશે અને બળાત્કારથી મને પરણી બેસશે. રાજકુમારે તેને શાંત પાડવા માટે પિતાનો પરિચય કરાવ્યું એટલામાં તે પેલે વિદ્યાધર આવી ચઢયે. કુમારને જોતાં વેંત જ એના સામે તે ધસી ગયે, પરંતુ કુમારે તેને એવા હાથ બતાવ્યા કે તે શું કે ચાં કરી શક્યા નહિ. અંતમાં રાજકુમારને ખુશ કરવા માટે તેણે પિતે વસાવેલું નગર તેમજ આ અનંગલેખા બક્ષીસ તરીકે આપી તે ચાલતે થે. હરિવાહને અનંગપ્રભા સાથે લગ્ન કરી ત્યાં જ રાજધાની સ્થાપી. અનંગકીડા કરવામાં દિન ગુજારતે તે એકદા ઉનાળો બેસતાં “નર્મદા નદીમાં જલકીડા માટે અનંગલેખા સાથે ગયે. આ અબળા પતિ તરફથી મળેલી પેલી દિવ્ય કાંચળી કિનારે મૂકી નદીમાં ઉતરી. તે વખતે પરાગ (લાલ) રત્નોથી ચળકતી કાંચળીને માંસ ધારીને એક મત્સ્ય બહાર આવી તે ગળી ગયો અને પાછો પાણીમાં પેસી ગયે. કિનારે ઊભેલા અને તેને પકડવા નદીમાં કૂદી પડયા, પરંતુ તેનો પત્તો મળે નહિ. આથી રાણી નિરાશ થઈ અને કંઈ અમંગળ થશે એમ ચિંતવવા લાગી. ફરતે ફરતે આ મત્સ્ય બેનાતટ’ નગરે જઈ પહોંચ્યા. ત્યાં કઈ માછીની જાળમાં તે સપડાયે. માછીએ તેને ચીર્યો એટલે તેને પિટમાંથી પિલી કાંચળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522