Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
४४२
વૈરાગ્યસમંજરી
[ પંચમ વખતે નાગદેવે રાજાને સ્વપ્નમાં કહ્યું કે આજથી તું કોઈ સપને મારીશ નહિ; તને પુત્ર થશે. પછી જ્યારે પુત્ર થયે ત્યારે તેનું નામ નાગદર પાડવામાં આવ્યું. યૌવન-અવસ્થા પામે ત્યારે એક જૈન મુનિ જતા તેને જોવામાં આવ્યા. એમને દેખતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેની વૈરાગ્ય-ભાવના પ્રદીપ્ત થઈ. માતાપિતાને સમજાવી તેમની અનુજ્ઞા મેળવી તેણે દીક્ષા લીધી. તિર્યંચ-એનિમાંથી આવેલા હેવાથી તેમને સુધાવેદનીય કર્મને અધિકાશે ઉદય હતો, એથી તેઓ પિરુષી સુધીનું પણ પ્રત્યાખ્યાન કરી શકતા નહિ. આ જોઈ તેમના ગુરુદેવે તેમને કહ્યું કે તારાથી તપશ્ચર્યા થઈ શકતી નથી તે તું ક્ષમા ધારણ કરજે. પછી તેમણે તેમજ કર્યું. સવાર થતાં જ તેઓ એક ગડુઆ પ્રમાણ ફૂર લાવીને ખાય ત્યારે તેમને ચેન પડતું. આમ તેઓ દરરોજ કરતા હોવાથી તેમને ઉપહાસ કરનારાએ તેમનું “કુરગડુક નામ પાડ્યું. એમના ગચ્છમાં અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર માસના ઉપવાસના કરનારા ચાર મોટા સાધુઓ હતા. તેઓ “નિત્યખાઉં” કહી એમની નિંદા કરતા, પરંતુ ફરગડુક મુનિરાજ જરાએ ગુસ્સે થતા નહિ.
એક વેળા શાસન–દેવીએ આવી કુરગડુક મુનિવરને વંદન કર્યું અને બધા સાંભળે તેમ તેમની ઘણી સ્તુતિ કરી, અને બોલી કે આજથી સાતમે દિવસે આ ગચ્છમાં એક મુનિરાજને કેવલજ્ઞાન થનાર છે. આ સાંભળી પિલા ચાર તપસ્વીઓ બેલી ઊઠયા કે હે દેવી ! તેં મહાત્માઓને પ્રણામ ન કર. તાં આ કુરગાહુકને કેમ નમન કર્યું ? દેવીએ જવાબ આપ્યો કે હું દ્રવ્યતપસ્વીઓને નમતી નથી; મેં તો ભાવ-તપસ્વીને નમસ્કાર કર્યો છે. આમ કહીને તે અદશ્ય થઈ ગઈ. આથી ચારે તારવી લજવાઈ ગયા. સાતમે દિવસે કરગડુક સવારના આહાર લાવ્યા. તે ખાવા માટે તેમણે પેલા તપસ્વીઓને પણ નેતર્યા. આથી તેઓ એવા ગુસ્સે થયા કે તેમને સેઢામાં બળખા આવી ગયા અને ક્રોધથી, કુરગડુક દેખાડવા જે આહારનું પાત્ર લાવ્યા હતા તેમાં તેઓ થુંકયા, આથી કરગડુંકે પિતાની સમતા લેશ પણ ગુમાવી નહિ, પરંતુ તેઓ ઉલટા આત્મ-નિંદા કરવા લાગ્યા કે મને ધિક્કાર છે, ધિક્કાર છે, મારાથી એક પણ દિવસ તપશ્ચર્યા થઈ શકતી નથી તેમજ મહાત્માઓનું વૈયાવૃત્ય પણ થતું નથી. વિચાર-શ્રેણીમાં આગળ વધી શુકુલ ધ્યાન દયાતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આથી દેવે દેડતા આવ્યા અને તેમને સ્વર્ણના સિંહાસન ઉપર સ્થાપન કરી તેમણે કેવલજ્ઞાનને મહોત્સવ કર્યો.
આ વખતે પિલા તપસ્વીઓને સમજાયું કે આપણે તે દ્રવ્ય-તપસ્વી છીએ, ખરા ભાવતપસ્વી તે કુરગડુક મુનિરત્ન જ છે. આપણે તેમની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org