Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 488
________________ ગુચ્છક ] સાનુવાદ ૪૪૩ ત્યાર સુધી નિંદા વગેરે દ્વારા જે કદના કરી છે તે બદલ આપણે એમની સુહૃદયથી ક્ષમા યાચીએ. મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ખમાવતાં તે ચારેને પણ કેવલજ્ઞાન થયું. આયુષ્ય પૂર્ણ થતાં એ મુનીશ્વરા પણ અજરાસર પદને પામ્યા. હરિવાહનના પ્રમ—— ‘ભાગાવતી’ નગરીમાં ઇન્દ્રદત્ત રાજા રાજ્ય કરતા હતા. તેને મણિપ્રભા નામની પત્નીથી વિાહન નામના પુત્ર થયા હતા. આ રાજકુમારને આ નંગરમાં વસતા અન્દર સુતારના પુત્ર નરવાહન સાથે તેમજ સુસાર શેઠના પુત્ર ધનંજય સાથે ગાઢ મિત્રાચારી હતી. આ ત્રણમાંથી પેાતાના કાર્ય પર લક્ષ્ય ન આપતાં દરેક સ્વચ્છંદ ક્રીડા કરતા હતા. આથી એકદા રજાએ હરિવાહનને કડવાં વચન કહ્યાં તેથી તે નગર છેડીને ચાલી નીકખ્યા. તેના મિત્રોને ખબર પડતાં તેઓ પણ તેને આવીને મળ્યા. માતા, પિતા, પરિવાર અને દ્ધિ એ સર્વનો ત્યાગ કરી તેઓ પરદેશ જવા નીકળી પડયા. જતાં જતાં એક જંગલમાં મહેમન્ત હાથીને દોડતા સામે આવતા જોઇ નવાહન અને ધનજય નાસી ગયા, જ્યારે રિવાહન તે તેની સામે થયા અને તેણે તેના મઢ ઉતારી નાંખ્યા. પછી તેણે આમ તેમ તપાસ કરી, પરંતુ તેના મિત્રે તેને સત્યા નહિ એટલે ખેદ પામી તેણે આગળ પ્રયાણ કર્યું. રસ્તે જતાં એક સુંદર સરેાવર તેની નજરે પડયું. તેનું પાણી પીને આરામ લઇ ઉત્તર દિશા તરફ તે ગયે! એટલે એક ભવ્ય માગ તેના જોવામાં આવ્યા. આના મધ્યમાં એક વાવ હતી તેમાં તે ઉતર્યાં. ત્યાં એક યક્ષના ચૈત્યના તેને હન થયા. રાત પડી જવાથી તેણે ત્યાં વાસેા કર્યાં. ઘેાડી વાર થઈ હશે એટલામાં નૃપુર, કંકણુ અને ક-િમેખલાના રણુકારથી આકાશને શબ્દાયમાન કરતી અપ્સરાએ ત્યાં આવી ચડી. તેમણે યક્ષની આગળ વિવિધ વાર્ત્તિત્રા વગાડી ગાયન ગાઈ નાટક કર્યું. થાકી જવાથી પહેરેલાં વસ્ત્રો બદલીને તેઓ વાવમાં નહાવા ગઈ. હિરવાહન જાગી ઊઠયા હતા તે સફાળા બેઠા થઇ લઘુ લાઘવી કળાથી આ વચ્ચે લઇ ચૈત્યમાં પેસી ગયા. તેણે અંદરથી બારણાં દઇ દીધાં. જલક્રીડા કરી બડ઼ાર આવતાં અપ્સરાએને વલ્રા મળ્યાં નહિ, એથી ચૈત્યમાં તપાસ કરવા તેઓ આવી. બારણાં બંધ જોતાં તેમને ખાતરી થઈ કે ચાર ચૈત્યમાં ભરાઈ બેઠા છે. જેણે આટલે સુધી આવવાની તેમજ આપણાં વસ્ત્રા લેવાની હામ ભીડી છે તે સામાન્ય પુરુષ નહિ હાય એમ ધારી શાંત વાણીથી તેને મનાવવા જોઇએ એમ વિચારી અપ્સરાઓએ હરિવાહનને ખુશ કરી દરવાજો ઊઘડાવ્યા અને વડ્યા પાછાં મેળવ્યાં. આ વખતે રાજી થઇને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522