Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક] સાનુવાદ
૪૪૫ નીકળી. તેણે ત્યાંના રાજા નરકેજરને એ આપી. રાજા આ કાંચળીને જોઈ ચકિત થઈ ગયા. તે વિચારવા લાગ્યું કે જે કામિનીની આ કાંચળી મને કામાતુર કરે છે, તેને પહેરનારી મહિલા જાતે કેવી મેહનગારી હશે ? રાજા તે એવો દીવાને બની ગયો કે દીવાનને તેણે સખત હકમ કર્યો કે જો તું મને જીવાડવા ઈચ્છતે હોય તે તું સાત દિવસમાં એ સુન્દરીને મારી સમક્ષ હાજર કરજે. આથી દીવાને રાજ્યની અધિષ્ઠાયિકા લમી દેવીનું ધ્યાન ધર્યું. તેમ થતાં તે પ્રત્યક્ષ થઈ બેલી કે આ અનંગલેખા મહાસતી છે. ચન્દ્રમાંથી અગ્નિ ઝરે કે સૂર્ય કદાપિ પશ્ચિમમાં ઉગે, પરંતુ આ સતી પિતાનું શીલ છેડે તેમ નથી. છતાં રાજાની હઠ જોતાં તેને હું લાવી આપું છું, પરંતુ હવે પછી આવા નીચ કાર્ય માટે તારે મને બોલાવવી નહિ.
આમ કહીને દેવી હરિવહનની રાજધાનીમાં આવી અને ત્યાંથી અનંગલેખાને ઉપાડી નરકંજરના મહેલમાં મૂકી ચાલતી થઈ. રાજા તે તે આને આવેલી જોઇ વિશેષ લટું બની ગયું. પિતાની પ્રિયા થવા રાજાએ તેને ઘણું સમજાવી, પરંતુ તે એકની બે થઈ નહિ. રાજાએ વિચાર કર્યો કે કામિની કદાહી હોય છે, વળી આ મારા તાબામાં છે તે અત્યારે તેના ઉપર બળાત્કાર ન કરતાં તે રાજી રહે તેમ તેની બરદાશ માટે નોકર ચાકર રાખું અને તેને મનમોહન ભેજનાદિ આપું. આ પ્રમાણે તે મને કે કમને દિવસ પસાર કરવા લાગ્યો.
આ તરફ હરિવહનના પેલા બે મિત્ર જેઓ હાથીથી ડરીને ભાગી ગયા હતા તેઓ કાલાંતરે વિધ્યગિરિ આવી ચડ્યા. ત્યાં તેમણે એક પુરુષને મંત્ર સાધતે જોયો. આની નજર આ બેના ઉપર પડતાં આ સાધકે તેમને ઉત્તરસાધક થવા વિનવ્યા. તેમણે હા પાડી અને આ સાધકે પિતાનું કાર્ય સિદ્ધ કર્યું. પ્રસન્ન થઈ તેણે આ બે જણાને રૂપ ફેરવવાની વિદ્યા, અદશ્ય થવાનું અંજન, શત્રુના સૈન્યને મેહ પમાડી જીતવાની વિદ્યા તેમજ વિમાન બનાવવાની વિદ્યા એમ ચાર વિદ્યાઓ આપી અને તે સ્વધામ ગયે.
અનેક જનેને આ વિદ્યાએથી આશ્ચર્યચકિત કરતાં કરતાં એ બે મિત્ર બેનાતટ નગરે આવી પહોંચ્યા. ત્યાં કંચુકીથી કામાતુર બનેલા નરપતિએ તેમના સ્વામિની હરિણાક્ષીનું હરણ કર્યું છે એ વાત સાંભળી તેઓ એ આઆશ્ચર્ય જેવા માટે અંજન આંજી અંતઃપુરમાં આવ્યા. ત્યાં પતિના વિયોગથી આંસુ સારતી અને પિતાના હાથમાં હરિવહન એવા અક્ષરવાળી છબી સામે નજર રાખીને ઉદાસીન બેઠેલી વનિતા તેમના જેવામાં આવી. આ છબી જોતાં તેઓ ચેતી ગયા કે આ તે પિતાના મિત્રનું ચિત્રપટ છે. ઝટ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org