Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
કંપ
સંસાર-સુખ ભોગવતાં એક પુત્ર થયો. આનું નામ ઉદાયી રાખવામાં આવ્યું. રાજાને આ એટલે બધે પ્રિય હતું કે જેમ સાધુ રજોહરણ સાથે ને સાથે રાખે તેમ તે ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, ફરતાં પણ તેને સાથ છેડત નહિ. એકદા પિતાના ડાભા સાથળ ઉપર ઉદાયીને બેસાડી રાજા ભેજન કરતે હતો. અડધું જમણ થઈ રહ્યું તેવામાં ઉદાયીએ મૂત્રની ધારા તેની થાળીમાં છોડી, કિન્તુ પુત્ર-વાત્સલ્યથી તેમજ લઘુશંકા કરતા અટકાવવાથી રેગ થાય એવા વિચારથી રાજાએ તેને અટકાવ્યો નહિ. પછી મૂત્રથી પૃષ્ટ થયેલા ભજનને જ ત્યાગ કરી એની એ જ થાળીમાં એણે બીજુ ભેજન કર્યું. સાથે સાથે એ કેણિક પોતાની માતા ચિલણને કહેવા લાગ્યો કે જે મને મારા પુત્ર ઉપર પ્રેમ છે તેવો કોઈને હતો નહિ, છે નહિ અને હશે પણ નહિ આ સાંભળીને એની માતા હસી પડી અને કહ્યું કે તારા પર તારા પિતાને જેટલો સ્નેહ હતું તેને કરોડમે ભાગે પણ આ તારે પ્રેમ નથી. આનું કારણ પૂછતાં ચિલણએ કહ્યું કે જ્યારે તું ગભમાં આવ્યો ત્યારે મને તારા પિતાનાં આંતરડાં ખાવાનો વિચાર થયે. અભય. કુમારે મારો એ અનિષ્ટ દેહદ પૂરો કર્યો, પરંતુ મને આથી એમ ભાસ થયે કે આ ગર્ભ એના પિતાને ઘાતક થશે. સમય જતાં તારો જન્મ થયે એટલે ઉપર્યુક્ત વિચારથી મેં તને ઉકરડે ફેંકાવી દીધા. ત્યાં એક કૂકડાએ તારી ટચલી આંગલી કરડી નાંખી, તેથી તું રડવા લાગ્યું. આ વાત તારા પિતાને કાને પહોંચતાં તેઓ તેને લઈ આવ્યા અને મને ઠપકો આપ્યો. તારી આંગળીમાંથી પરૂ વહેતું હતું અને તેથી તને અપાર વેદના થતી હતી. તો કઈ ચેન પડે તે માટે તારી આવી પરથી ભરપૂર આંગળી પિતાના મુખમાં રાખી તારા પિતાશ્રી તે ચૂસતા. દરબારનાં સેંકડો કયે પડતાં મૂકી તેમણે તેને આરામ થયો તેટલા દિવસ સુધી આ પ્રમાણે તારી શુશ્રષા કરી. બેલ આ પ્રેમ અધિક કહેવાય કે તારો? આ સાંભળી કેણિક ઝંખવાણે પડી ગયા અને પિતાના પિતાશ્રીને કાષ્ઠપિંજરમાંથી મુક્ત કરવા પોતે જાતે મોટી ડાંગ લઈને દેડ્યો. આને યમ-દંડ જેવા દંડને લઈને પૂરા વેગથી પિતાની સામે ધસી આવતે જઈ શ્રેણિકે વિચાર કર્યો કે આ મને મારી નાંખવા આવ્યો છે. આમ ધારી તે તાલપુટ વિષ ખાઈ મરણને શરણ થયે. આ દેખાવથી કેણિક તે આભે જ બની ગયો અને પિતાની જાતની નિંદા કરતે અત્યંત વિલાપ કરવા લાગ્યો. એનું દુઃખ વિસારે પડે તે માટે દિવાનેને “ચંપા નગરીમાં રાજધાની બદલવી પડી.
કાલાંતરે દક્ષિણાર્ધ “ભરતખંડના સમગ્ર નૃપતિઓને કેણિકે જીતી લીધા. પછી અભિમાનના શિખરે ચઢેલે તે પોતાની જાતને તેરમે ચક્રવર્તિ માનવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org