Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ તેને રવર્ગની સંપદા સાંપડી. ત્યાંથી વી કાલાંતરે તે “ભરતખંડમાં આવતી ચોવીસીમાં નિર્ભય નામના પંદરમા તીર્થંકર થઈ મોક્ષે જશે. અનેકવિધ વંદન હજો આ આર્ય રમણી અને કાટિશ અભિનંદન હોજો એની અડગ ટેકને,
દેવપાલની કથા–
“અચલપુર નગરમાં સિંહ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં જિનદત્ત નામને એક શ્રેણી વસતે હતું. તેને દેવપાલ નામે એક નોકર હતું કે જેનું કામ ઢોર ચારવાનું હતું. એક વખત ચોમાસામાં તે ઢોર ચરાવવા રાનમાં ગયે હતે. ત્યાં નદી કાંઠે સૂર્યના જેવું પ્રકાશમાન શ્રીહષભદેવનું બિંબ તેની નજરે પડ્યું. આથી તેના આનંદને પાર રહ્યો નહિ. ત્યાં આગળ તેણે ઘાસની ઝુંપડી બાંધી અને તેમાં આ મને હર બિંબ પધરાવ્યું. આ વખતે તેણે એવો નિયમ લીધો કે આના દર્શન કર્યા વિના મારે ભેજન કરવું નહિ નિયમ અનુસાર દરરોજ તે ત્યાં આવતે અને નદીના જળથી સ્નાન કરી તે પ્રભુની પ્રતિમાનું પ્રક્ષાલન કરતે તેમજ તેનું પુષ્પાદિ વડે પૂજન કરતે. આમ કર્યા પછી જ તે ભોજન કરતે. કેટલાક દિવસ સુધી તેને પ્રતિજ્ઞા નિર્વાહ કરવામાં મુશ્કેલી નડી નહિ. પરંતુ કાલાંતરે નદી માં રેલ આવી અને તેથી તેની પેલે પાર પ્રતિમાના દાદિ માટે જવા એ સમર્થ થ નહિ શેટલે એ દિવસે એ ભૂખે રહ્યો. શેઠે આ વાત જાણી ત્યારે આ ભાવિક નિયમવાળાને તેઓ કહેવા લાગ્યા કે આપણા ઘરમાં જિન-મૂર્તિ છે તેની તું પૂજા કરી ભોજન કરીશ તો તારા નિયમનો ભંગ થશે નહિ. દેવપાલે આ વાનું માન્ય ન રાખી અને તેણે તે સાત દિવસ ભજન વિના પસાર કર્યા, આઠમે દિવસે નદીનાં જળ ઉતરી ગયાં એટલે તે ઈચ્છિત સ્થાને આવી પહોંચ્યો. ત્યાં આવીને જુએ છે તે ઝુંપડીના દરવાજા આગળ એક ભયંકર સિંહ ઊભું હતું, પરંતુ તેની શિયાળ જેટલી પણ દરકાર ન કરતાં તેણે તે જિન-પૂજા કરી અને આટલા દિવસ પ્રભુના દર્શનથી તેને વંચિત રહેવું પડ્યું હતું તે માટે તેણે આત્મ-નિંદા કરી.
દેવપાલના સત્વ અને ભક્તિભાવથી ખુશ થયેલા એક દેવે તેને કહ્યું કે તારા ઉપર હું પ્રસન્ન થયો છું, વાતે તને જે ગમે તે માગ. દેવપાલે રાજ્ય માગ્યું એટલે દેવે કહ્યું કે આજથી સાતમે દિવસે તને તે મળશે. આમ કહી દેવ ચાલતે થયો. આ જ ગામને રાજા સાતમે દિવસે એકાએક મરી ગયે. તેને પુત્ર નહિ હેવાથી પાંચ દિવ્ય શરુગારી નગરમાં ફેરવાયાં. હાયિણી ફરતી ફરતી દેવપાલ રાનમાં બેઠો હતો ત્યાં આવી અને તેના ઉપર તેણે કળશ રેડ. આ પ્રમાણે દેવપાલને આ ગામનું રાજ્ય મળ્યું.
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org