Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
४३४ વૈરાગ્યરસમંજરી
[ પંચમ - દેવપાલ પિતે આ ગામને રહીશ હતું અને વળી જિનદત્તના ચાકર તરીકે તે જાણીતું હતું તેથી લકે તેની આજ્ઞા માનતા ન હતા. આથી કંટાળીને તેણે પેલા દેવને યાદ કર્યો અને તેને ઠપકો આપવા લાગ્યું કે આ રાજ્ય કરતાં તે મને ચાકરીમાં વિશેષ સુખ હતું. આ સાંભળીને દેવે ઉત્તર આપ્યા કે તારે રાજ્યની લગામ છોડી દેવાની જરૂર નથી, કેમકે તારી આજ્ઞા બધા માથે ચડાવે એ તને હું ઉપાય બતાવું છું. તું કુંભાર પાસે માટીને મટે હાથી તૈયાર કરાવી તેના ઉપર તું આરૂઢ થજે એટલે તે ચાલશે. પછી તે આખા ગામમાં એના ઉપર બેસીને ફરજે એટલે આ ચમત્કારને જોઈને લોકો તારી આજ્ઞા પ્રમાણે વર્તશે.
દેવપાલે તેમ કર્યું અને બધા લોકો તેના હકમને માન આપવા લાગ્યા. પિતે જે શેઠને પહેલાં નોકર હતું તે શેઠને એણે નગરશેઠની પદવી આપી. વિ. શેષમાં નદી કાંઠે જે બિંબની પિતે પૂજા કરતો હતો ત્યાં ઉચ્ચ જિનાલય બંધાવી અને ભવ્ય પ્રતિમાની ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી એ એની પ્રતિદિન ત્રિકાલ પૂજા કરવા લાગ્યું. જૈન શાસનની ઉન્નતિ કરવામાં પોતાની શક્તિને તે ઉપયોગ કરવા લાગ્યો.
સમય જતાં તે મૂળ નૃપતિની કન્યાને પરણ્યો. એક દિવસ રાજા રાણી ગેખમાં ઊભાં હતાં તેવામાં એક કઠિયારો નજરે પડતાં રાણી મૂરિષ્ઠત થઈ ગઈ. શીતોપચારથી ચેતન્ય આવતાં કઠિયારાને દરબારમાં બેલાવી રાણીએ પૂછયું કે તું મને ઓળખે છે? કઠિયારાએ ના કહી એટલે દેવપાલને તેણે કહ્યું કે પૂર્વ ભવમાં હું આની પત્ની હતી. જે જિનેશ્વરની તમે જ પૂજા કરો છો તે જ જિનરાજની એ જ વગડામાં પૂજા કરવાનો મેં એક મુનિ પાસે નિયમ લીધું હતું અને તે મેં મરણ પર્યત પાળે તેથી આજે હું રાણ થવા પામી છું. મેં આ કઠિયારાને જૈન ધર્મ પાળવા ઘણું સમજાવ્યું, પરંતુ તેને ગળે તે વાત ઉતરી નહિ અને એથી હજી એની એ જ સ્થિતિમાં તે આજે છે. આ સાંભળીને કઠિયારાના હૃદયમાં ધર્મને અપાશે સંચાર થયે. દેવપાલે વિસ સ્થાનકમાં પ્રથમ એવા “અરિહંત પદનું આરાધન કરી તીર્થકર નામ-કર્મ ઉપાર્જન કર્યું. દીક્ષા લઈ ચારિત્ર પાળી તેઓ સ્વર્ગ સંચર્યા અને ત્યાંથી રવી અપવર્ગના અધિકારી થશે.
ઉદાયીનું ઉદાહરણ
“રાજગૃહી નગરમાં કેણિક અપર નામ અશોકચંદ્ર રાજા રાજ્ય કરતે હતે. એને પદ્માવતી નામની લાવણ્યવતી પત્ની હતી. આ દંપતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org