Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૩૮
વૈિરાગ્યરસમંજરી
[ પંચમ
ઉદાથી નારેશ્વર તે શુદ્ધ કિયાને જાણકાર અને પાલક હેવાથી તેને સ્વર્ગમાં સ્થાન મળ્યું એટલે ઉલ્લેખ કરી વિરમીશું. કામિનીની કથા–
સ્પષ્ટી–રાજપુર” નગરમાં અમિતતેજ નામને રાજા રાજ્ય કરતે હતું. તે વેળા એક વિદ્યારૂપી બળવાળો પરિવ્રાજક ત્યાં આવી ચડે. તેણે પોતાની વિદ્યાના બળથી અનેક રૂપવતી રમણીઓનું હરણ કર્યું તેમજ બીજી કીંમતી વસ્તુઓ પણ તે ચોરવા લાગ્યા. આથી કંટાળી ગયેલી રૈયતે રાજાને ફરિયાદ કરી. રાજાએ તપાસ કરવા માટે કોટવાળ વગેરેને હુકમ કર્યો, પરંતુ ચોરને કશો પત્તો લાગે નહિ એટલે રાજા જાતે તપાસ કરવા નીકળ્યા. રાત દિવસ શોધ કરતાં પાંચમે દિવસે સાંજના વખતે સુગંધી ફૂલ, અત્તર, તાંબુલ વગેરે ખરીદતે એક નવીન પુરુષ તેના જેવામાં આવ્યો. આ જ ચોર છે એ શક આવવાથી રાજા તેની પાછળ પાછળ ગયે. અંધારું થતાં તે પુરુષ નગરની બહાર નીકળી પાસેના જંગલમાં ગયો. ત્યાં એક ગુપ્ત ગુફા હતી અને તેના દરવાજા ઉપર મેટી શિલા હતી. તે ઊઘાડી જે તે પ્રવેશ કરવા જાય છે તેટલામાં જ રાજાએ તેનું માથું તરવારના એક ઝટકે ઉડાવી દીધું અને ત્યાં નિશાની કરી પિતે પાછો ફર્યો. સવારે પિતાના સિપાઈઓને તેણે તે ગુફામાં ઉતાર્યા અને બધે માલ બહાર કઢાવ્યું અને જે જેને હવે તે તેને હવાલે કર્યો. આથી બધા લોકો ખુશી ખુશી થઈ ગયા, પરંતુ એક શેઠની સ્ત્રી તે આ પરિવ્રાજકના મરણના સમાચાર સાંભળી તેની પાછળ બળી મરવા તૈયાર થઈ, કેમકે પેલા પરિવ્રાજકે એના ઉપર કામણ કરેલું હતું. શેઠે તેને ઘણી સમજાવી, પરંતુ તે એકની બે થઈ નહિ. આખરે એક મંત્રવાદી ત્યાં આવી પહોંચ્યો. તેણે શેઠને સલાહ આપી કે જ્યાં એ પરિવ્રાજકને બાળવામાં કે દાટવામાં આવ્યું હોય ત્યાં જઈ તેનાં હાડકાં લાવી પાણીમાં ઘોળી તે પાણી તમારી પત્નીને પીવડાવો એટલે એના ઉપરથી એને રાગ ઉતરી જશે. શેઠે તેમ કર્યું એટલે તેની પત્ની પૂર્વની પેઠે તેની સાથે સંસાર ચલાવવા લાગી.
આ ઉપરથી સાર એ લેવાને છે કે જેવી રીતે આ પ્રમદાએ પરિવ્રાજક ઉપર અત્યંત રાગ રાખે તેમ સમજુ મનુષ્ય સર્વજ્ઞપ્રણીત ધર્મ ઉપર રાખવે કે જેથી તેને જલદી મેક્ષ મળે. ત્રિવિકમની કથા
“શ્રાવસ્તિ” નગરીમાં ત્રિવિકમ રાજા રાજ્ય કરતે હતે. એક વખત તે જંગલમાં જતું હતું તેવામાં કેઈક પંખી સામું મળ્યું. આથી અપશુકન થયા એમ માની રાજાએ તેના ઉપર બાણ છેડયું. એટલે તે તરત જ જમીન ઉપર પડી તરફડવા લાગ્યું. તે જોઈ તેને દયા આવી અને પશ્ચાત્તાપ થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org