Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૮૦
વૈરાગ્યરસમજરી
[ પંચમ
થવું તે પૂરણ’ છે અને તેના વિશ્લેષથી હાસ પામવા તે ‘ગલન’ છે. આ પ્રમાણેના પૂરણ અને ગલનરૂપ સ્વભાવવાળા પદાર્થો ‘પુદ્ગલ’કહેવાય છે તે મૂર્તી છે અને બાહ્ય અ રૂપ છે. જ્ઞાનાદ્વૈતવાદનું નિરસન—
ઘણાખરા દનકારી પુદ્ગલરૂપ બાહ્ય પદાર્થના સ્વીકાર કરે છે. જે માદ્ધો જ્ઞાનાદ્વૈતવાદી છે તે જ આના અસ્વીકાર કરે છે. તેમની માન્યતા એવી છે કે અનાદિ વિદ્યાથી જેની વિશારદતા ચારાઈ ગઈ છે. એવુ જ્ઞાન જ પેાતાના આકારમાં બાહ્ય સ્વરૂપના આરોપ કરી આ નીલ છે, આ પીત છે એવા આકારરૂપે તેને ગ્રહણ કરે છે, વાસ્તે વાસ્તવિક રીતે કાઇ નીલાદિ પદાર્થ નથી. અર્થાત્ જ્ઞાનના અવિદ્યા નામનો જે સંબધ છે તે પોતે જ ખાદ્ય અને પેાતાનામાં સ્થાપન કરી પોતાના આકારના ગ્રહણમાં કારણરૂપ થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો જેમ તિમિર દોષથી ચુત નેત્રવાળાને કેશના લખન વિના કેશાડુક જ્ઞાન થાય છે અથવા કાચકામિલ દોષથી ગ્રસ્ત જન સફેદ શંખને પીળાના અવલખન વિના પણ પીળેા માને છે તેમ અત્ર ખાદ્ય અથ વિના પણ અવિદ્યા સંબધ પાત બાહ્ય અર્થનું જ્ઞાન કરાવે છે એવી જ્ઞાનાદ્વૈતવાદીની માન્યતા હૈ. આના નિરસનાર્થે એમ કહેવામાં આવે છે કે નિરંતર અવિદ્યાના ઉત્સંગના સંગની ઇચ્છાથી નીલ, પીત્ત વગેરે આકારાને વિષય નહિ કરનારૂ પણ જ્ઞાન ઉઘાડી અને મીંચેલી આંખવાળાઓમાં એક સરખુ નીલ છે, પીત છે ઇત્યાદિ આકાર વડે દેશ, કળ વગેરેના નિયમ વિના પણ જ્ઞાન થવું જોઇએ. તે તે કારણ સામગ્રીના સદ્ભાવમાં પણ કાડૅની ઉત્પત્તિ નહિ માનવાથી તા પૃથ્વી, જળ વગેરે સામગ્રીના સદ્ભાવમાં પણ બીજમાંથી અ’કુરાની ઉત્પત્તિ ન થવી જોઈએ. માના બચાવ તરીકે જ્ઞાનાદ્વૈતવાદી એમ કહે કે નેત્રના વ્યાપાર પણ ત્યાં કારણરૂપ હાવાથી તેના અભાવમાં તે જ્ઞાન કેવી રીતે થાય તે તેને એમ પૂછવામાં આવે છે કે શું જ્ઞાનથી અને અવિદ્યાથી નેત્ર કેાઇ અતિરિક્ત પદાર્થ છે? કદાચ માની લઇએ કે નેત્ર આ એથી ભિન્ન છે તેાપણુ અંધકારમાં યાદ આવતા નીલાદિને વિષે આ નીલ છે ઇત્યાદિ આકારે બાહ્ય. રૂપે સ્મરણ-જ્ઞાન ન થવું જોઇએ, કેમકે ત્યાં નેત્રના વ્યાપારનો અભાવ છે. તેમજ વળી ભ્રાન્તિને લઇને જાગૃત અવસ્થાના અને સ્વપ્ન અવસ્થાના જ્ઞાનમાં કશી વિશેષતા ન હેાવાથી સ્વપ્નમાં આ નલ છે ઇત્યાદિપે જ્ઞાન ન થવું જોઇએ, કેમકે ત્યાં પણ નેત્રને વ્યાપાર નથી. આથી જ અમે કહીએ છીએ કે પુ ગલા હાય તેા જ નીલાદિ આકાર પરત્વે દેશ કાલાદિને નિયમ ઘટી શકશે, નહિ કે અન્યથ!. યુગલનેા સર્વથા અભાવ માનતાં આકારને સર્વત્ર પ્રતિભાસ થવા જોઇએ અને તેમ છતાં તે થતેા નથી તેના કારણ તરીકે નીલાદિ અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org