Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૮૨ વરાગ્યરસમંજરી
[પંચમ તેમ પ્રસ્તુતમાં પણ આ નીલ જ્ઞાનસ્વરૂપી નથી આવા પ્રકારની આબાલપાલે પ્રસિદ્ધ વાતને અલાપ કરવા કે બુદ્ધિશાળી તૈયાર હોય?
અભેદને અર્થ વ્યવર્તક ધર્મોને અગ એમ કરે પણ પાલવે તેમ નથી, કારણ કે તે પણ યુક્તિ-સંગત નથી. એનું કારણ એ છે કે જ્ઞાન અને પુદુંગલમાં ભિન્ન દેશ, જાતિ વગેરે ધર્મો તેમજ સ્વપ્રકાશત્વ, પરપ્રકાશ્યત્વ વગેરે વ્યાવર્તક ધર્મો અનુભવસિદ્ધ છે, કેમકે જ્ઞાનને દેશ આત્મા છે, જ્યારે પુદુંગલને દેશ આત્માથી અતિરિત છે, જ્ઞાનત્વરૂપ જાતિ એ પુદ્ગલસ્વરૂપ જાતિથી ભિન્ન છે, જ્ઞાનમાં સ્વપ્રકાશત્વરૂપ ધર્મ છે, જ્યારે પુગલમાં પર પ્રકાશ્યત્વરૂપ ધર્મ છે, ઇત્યાદી હકીકતે પ્રત્યક્ષપણે અનુભવાય.
હવે અભેદને અર્થ એકદેશતા કરતા હો તે તે પણ વાસ્તવિક નથી. કેમકે એકદેશતારૂપ અભેદને શું આપ ઉપાદાનરૂપ માને છે કે અધિકરણરૂપ? જે ઉપાદાનરૂપ માનશો તે તે ઠીક નથી; કેમકે જ્ઞાનનું ઉપાદાન તે આત્મા છે અગર તે સમનંતર પ્રત્યય છે; અને પટનું ઉપાદાન તંતુ છે અને તેનું ઉપાદાન તેના અવયવે છે. આ પ્રમાણે જ્ઞાન અને પટાદિ બાહ્ય પદાર્થોના ઉપાદાન ભિન્ન ભિન્ન છે તે પછી એ બેમાં અભેદ કેમ મનાય ? અધિકરણરૂપ એકદેશતા સ્વીકારવાથી પણ આપની દાળ ગળી શકે તેમ નથી, કેમકે નાનનું અધિકરણ આત્મા વગેરે છે અને બાહ્ય પદાર્થનું અધિકરણ પૃથ્વી વગેરે છે. વળી નીલ જ્ઞાનરૂપે આત્માનું સંવેદન થતાં પીતાદિ આકારરૂપ વિજ્ઞાનેથી યાવૃત્તરૂપે આત્માનું સંવેદન થાય. આ પ્રમાણે આત્મા યથાર્થ જાણી શકાય. તેમજ વળી જેમ તેનાથી વ્યાવૃત્તરૂપે આત્માનું ગ્રહણ કરાય છે તેમ પીતાદિ એવા બાહ્ય વિશેષણોથી પણ તેનું ગ્રહણ થાય છે. જેમ ચિત્ર પિતાને મિત્રથી ભિન્ન જાણે છે તેમ મિત્રના દંડ, કુંડળ વગેરેથી પણ પિતાને ભિન્ન સમજે છે આવી પરિસ્થિતિમાં જ્ઞાન અને પદાર્થને અભેદ કેવી રીતે મનાય? - અત્ર જ્ઞાનાતવાદી એમ પ્રશ્ન કરે કે બીજા વડે બીજાનું સંવેદન નહિ થતું હોવાથી તમામ સંવિત્તિઓની સુસંવેદનમાત્રમાં નિમગ્નતાને લીધે એક બીજાની વાર્તાના વિષે અનભિજ્ઞતા હોવાથી કયાં જ્ઞાનાંતરથી વિવક્ષિત જ્ઞાનમાં વ્યાવૃત્તિનું ગ્રહણ થઈ શકે તેમ છે તેમજ તેનાં વિશેષણથી પણ કેવી રીતે વ્યાવૃત્તિનું જ્ઞાન થઈ શકે તે આને ઉત્તર એ છે કે બીજા પુરુષના જ્ઞાનનું ગ્રહણ થઈ શકતું હોવાથી પિતાના જ્ઞાનનું પણ સ્મરણ, પ્રત્યભિજ્ઞાન વગેરે દ્વારા અનુસંધાન બરાબર હોવાથી વ્યાવૃત્તિનું જ્ઞાન થઈ શકે છે. વિશેષમાં છેવટે સર્વજ્ઞના જ્ઞાનના વિષયરૂપ બધાં જ્ઞાને લેવાથી કઈ પણ પ્રકારની આ પત્તિ માટે સ્થાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org