Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
४०४ વૈરાચરમંજરી
[ પંચમ કહ્યું. શ્રમણએ તેમ કરવા માંડયું. એટલામાં વ્યાધિથી વ્યાકુળ બનેલા તેણે પૂછયું કે સંસ્તારક તૈયાર કર્યો કે? ઉત્તર મળે કે થાય છે, પણ થયે નથી. આ સાંભળી તે વિચારવા લાગે કે જે કર્મ ચલિત થતું હોય, ક્ષીણ થતું હોય કે આત્માથી છુટું પડતું હોય તે આત્માથી ચલિત થયું, ક્ષીણ થયું, છૂટું પડયું એ પ્રમાણેનું મહાવીરનું કથન અસત્ય તેમજ અનુભવવિરુદ્ધ જણાય છે. આ વિચાર તેણે પિતાના સહચારીઓને ઉદ્દેશીને વ્યક્ત કરતાં કહ્યું કે શ્રમણ ભગવાન મહાવીર ચાલૂ કિયાને પૂર્ણ કહે છે, જ્યારે આપણો અનુભવ તે તેને ચાલુ જ માને છે, એટલે મહાવીરનું કથન મિથ્યા છે.
આ પ્રમાણેનું તેનું બોલવું કેટલાકને ન પસંદ પડયું. આથી તેઓ એને છોડીને મહાવીર પાસે ચાલ્યા ગયા. આ વખતે મહાવીર “ચંપા નગરીમાં હતા. તાવ ઉતરતાં અને શક્તિ આવતાં જમાલિ પણ આ નગરીમાં આવ્યું. મસ્તક નમાવ્યા વિના તે મહાવીર સમક્ષ આવી ઊભે અને કહેવા લાગે કે આપણે જેમ બીજા શિષ્યો અપૂર્ણ અવસ્થામાં આપથી દૂર થયા અને અપૂર્ણ સ્થિતિમાં જ પાછા આવ્યા તેમ હું આવ્યો નથી. હું તે અહંતુ, જિન, સર્વજ્ઞ, પૂર્ણ થઈ અત્ર આવ્યો છું. આ સાંભળી ગતમસ્વામીએ તેને કહ્યું કે જે તે સર્વજ્ઞ છે તે કહે કે લેક શાશ્વત છે કે અશાશ્વત? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? આને ઉત્તર તે ન આપી શકો એટલે મહાવીરે કહ્યું કે મારા કેટલાક અસર્વજ્ઞ (છમ0) શિષ્યો પણ આને ઉત્તર મારી પેઠે આપી શકે છે, છતાં તેઓ પિતાની જાતને સર્વજ્ઞ કહેતા નથી. આને ઉત્તર એ છે કે લેક અને જીવ ઉત્પન્ન થતા નથી કે નાશ પામતા નથી એટલે એ દષ્ટિએ તે અને શાશ્વત છે, જ્યારે તે બંનેમાં પરિવર્તન થાય છે એટલે એ દષ્ટિએ તે બંને અશાશ્વત છે. જમાલિને આ વાત ચી નહિ અને તે ત્યાંથી ચાલતો થયો. ભગવાનથી છૂટા પડ્યા પછી તેણે ઘણાં વર્ષ સુધી ભિક્ષુપદ ઉપર કાયમ રહી ભગવાનની વિરુદ્ધ હિલચાલ ચાલુ રાખી, અને તેમ કરીને પિતાને તેમજ બીજા કેટલાકને તેણે ઉન્માર્ગે દોરવ્યા. અંતમાં પંદર દિવસની સલેષણ કરી મરીને તે કિબિષિક (હલકી જાતના દેવ) તરીકે ઉત્પન થયો.
૧ આના ચરિત્રમાં તેમજ આ ચાયવાના નિરિ બુદ્ધના શિષ્ય દેવદત્તના જીવનવૃત્તાંતમાં કેટલુંક સામ જોવાય છે. જેમ દેવદત્ત ભગવાન બુદ્ધના અનેક હરીફે પૈકી એક હતા તેમ મહાવીરના અનેક હરીફમાં એક હરિફ તેમને ખુદ શિષ્ય જમાલિ હ. દેવદત્ત અને જમાલ બંને ક્ષત્રિય હતા. દેવદત્ત બુદ્ધને સાળા થતા હતા, જ્યારે જમાલિ મહાવીરને ભાણેજ અને જમાઈ થતું હતું. દેવદત્ત ભિક્ષક સ્થિતિમાં બુદ્ધને શિષ્ય હતા એટલું જ નહિ પણ શિષ્ય-વર્ગમાં તેણે પ્રધાન–પદ મેળવ્યું હતું. જમાલિના સંબંધમાં પણ તેમજ હતું. પરંતુ જેવી રીતે દેવદત્ત અનેક પ્રપ રચી બુદ્ધિને મારી નાંખવા પ્રયાસ કર્યા હતા તેવું જમાલિએ કર્યું હોય તેમ કહેવાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org