Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સોનુવાદ
ગુચ્છક ]
૪૧૭ ફરિયાદ કરી કે જયસેનાએ શોક્યપણાથી મારી પુત્રીના પ્રાણ લીધા છે. રાજા કેપથી કળકળી ઊઠો અને કાયોત્સર્ગ-મુદ્રામાં રહેલી જયસેનાને તેણે પકડી મંગાવી. તેને રાજાએ પ્રશ્ન પૂછ્યા, પરંતુ તેણે કશો ઉત્તર આપ્યું નહિ. એવામાં શાસન-દેવીની પ્રેરણાથી પેલો કાપલિક જ ત્યાં આવી ચડ્યો અને તેણે અદ્ધર રહીને બધી વાત કહી દીધી. જયસેના ઉપર પુપની વૃષ્ટિ કરી તે વિદાય 9. રાજાને એ ગુસ્સો ચડ્યો કે તેણે એકદમ બંધુશ્રીને દેશનિકાલની સજા કરી. કેપ શાંત થતાં તેણે જયસેનાની ઘણી પ્રશંસા કરી. વિશેષમાં સત્યશીલા જયસેનાને રાજાએ પૂછ્યું કે આ જગતમાં સાચે ઘર્મ તેમજ સત્ય તીર્થ કયાં છે ? તેણે પ્રત્યુત્તર આપ્યો કે એકાંતવાદી ધર્મો અસત્ય છે,
જ્યારે અનેકાંતવાદી–સ્યાદ્વાદી–જન ધર્મ સાચે છે. વળી લેકમાં પ્રસિદ્ધ ૬૮ તીર્થો તે કંઈ આત્માને તારનાર નથી, પરંતુ ખરું તીર્થ તે સિદ્ધાચળ” છે કે જ્યાં અનંત જી સિદ્ધિ-પદને પામ્યા છે અને પામશે.
આ હકીકત સાંભળી રાજા પ્રસન્ન થયો અને “સિદ્ધાચળની તે મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યો. અંતમાં તેણે જયસેનાને બહુમાનપૂર્વક વિદાય કરી. તે ઘેર ગઈ અને પિતાને મનુષ્ય-ભવ પૂરેપૂરે સાર્થક કરવા માટે તેણે પરમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરી અને તેમ કરી દેવકાર્ય સાધ્યું. કાલિકાચાર્યની કથા—
સ્પષ્ટી– તુરમણી” નગરીમાં કાલિકા નામને બ્રાહ્મણ રહેતે હતો. તેને ભદ્રા નામની બેન હતી અને દત્ત નામને ભાણેજ હતે. કાલિકે જૈન મુનિવર પાસે ઉપદેશ સાંભળી વૈરાગ્યથી દીક્ષા લઈ ક લાંતરે આચાર્યપદ મેળવ્યું.
આ તરફ દત્તના ઉપર કોઈને અકુશ નહિ હોવાથી તે સાતે વ્યસને સેવવા લાગે. અનુક્રમે તે ત્યાંના જિતશત્રુ રાજાને સેવક . પિતાની ચાલાકીથી રાજાને ખુશી કરી તે દીવાન થયે અને ધીરે ધીરે રાજ્ય–સત્તા પિતાના હાથમાં જમાવી તેણે રાજાને કેદ કરી દીધું. પછીથી તે આમ નિઃશંક બની યજ્ઞાદિમાં બહુ જ ધન ખરચવા લાગ્યો.
એક વેળા કાલિકાચાર્ય વિહાર કરતાં કરતાં દત્તના ગામમાં આવી ચડ્યા. જૈન ધર્મને દ્વેષી હોવા છતાં તે પિતાની માતાના આગ્રહથી મામાને મળવા ગયે. ત્યાં જઈ તેણે પૂછયું કે યજ્ઞ કરવાથી શું ફળ મળે ? આચાર્યું આડે ઉત્તર આપ્યો કે દયા કરવાથી ધર્મ થાય. એ સાંભળીને ફરી ફરીને દત્ત પિતાના પ્રશ્નનો ઉત્તર માં એટલે આચાર્ય કહ્યું કે યજ્ઞનું ફળ નરક છે. વળી હે રાજન ! તું આજથી સાતમે દિવસે કુંભીપાકની વેદના ભેગવી મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org