Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૧
ગુચ્છક ]
સાવા પાંચ દૂષણે પરત્વે ઉદાહરણ
-પેય (rice-gruel) ખાનાર, જિતશત્રુ, (પતિ) શ્રેણિકની પત્ની દુર્ગન્ધા, સુમતિ અને કષિદત્તા એ ફ્લેષણસૂચક ઉદાહરણ છે.”—૧૩૩ પિયાની કથા
સ્પષ્ટી–એક ગામમાં બે સપત્નીઓ રહેતી હતી. તે બંનેને એકેક પુત્ર હતું. બંને છોકરાઓ નિશાળેથી એક દિવસ ઘેર આવ્યા ત્યારે તેમને કકડીને ભૂખ લાગી હતી, પરંતુ ઘરમાં પેયા નામના પદાર્થ સિવાય કંઈ ખાવાનું હતું નહિ. બેમાંથી એક સપત્નીએ તેમને તે પદાર્થ આપે. આમાં માખી પડેલી હતી, પરંતુ તેની બેમાંથી એકેને ખબર હતી નહિ. બંને જણે જુદા જુદા વાસણમાં પિયા ખાઈ રહ્યા. ત્યાર બાદ થોડી વારમાં તે બંનેને ઉલટી થઈ. આ પૈકી એક
કરાએ વિચાર્યું કે પીરસનાર આ મારી મા સાવકી હોવાથી તેણે મને મારી નાંખવા માટે જરૂર ઝેર લેવું હોવું જોઈએ. વહેમમાં ને વહેમમાં એ તે બેચેન થઈ ગયો અને એમાંથી એને ઉો રોગ લાગુ પડ્યો અને એડા દિવસમાં તે મરી પણ ગયો. બીજા છોકરાએ વિચાર કર્યો કે પીરસનાર મારી સગી મા હતી એટલે તે મને ઝેર આપે જ નહિ. આમ તે નિઃસંશય રહ્યા અને તેનો વ્યાધિ વચ્ચે નહિ અને તે તેથી મરણ પણ પામ્યા નહિ.
આ ઉપરથી સાર એ નીકળે છે કે ખોટી બેટી શંકા રાખવાથી અનેક સંકટ ઊભાં થાય છે, વાસ્તે સર્વસનાં વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખ હિતકર છે. જિતશત્રુને વૃત્તાન્ત–
વસંતપુર ” નગરમાં જિતશત્ર નામને રાજા રાજ્ય કરતે હતે. એના મંત્રીશ્વરનું નામ અતિસાગર હતું. એક દિવસ કેઈ અને વ્યાપારી અનેક દેશના ઉત્તમ અને લઈ રાજસભામાં આવ્યા. તેમાંથી અશ્વ-પરીક્ષા કરીને શાએ ઘોડાની એક જોડી ખરીદી. એના વેગથી વાકેફગાર થવા માટે એક ઘોડા ઉપર રાજા છે અને બીજા ઉપર મંત્રીશ્વર આરૂઢ થયે. આ બંને ઘોડાએને વિપરીત શિક્ષા મળેલી હોવાથી તે પવનવેગે દડવા અને જોતજોતામાં શા અને પ્રધાન સંન્યથી વિખુટા પડી ગયા. ઘડાઓએ તેમને એક નિર્જન અરણ્યમાં લાવી મૂકયા. શમ, સુધા અને તૃપાથી આકુળ વ્યાકુળ બનેલા તેઓ જળ અને ફળ માટે ભમતા ભમતા એક ઝરા આગળ આવી પહોંચ્યા. તે ઝરાનું નિર્મળ જળ પીને અને આસપાસથી ફળ મેળવી તેને આહાર કરી મનમાં ધીરજ ધરીને તેઓ ત્યાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. શેધ કરતા કરતા સૈનિકે ઘણે દિવસે ત્યાં આવી ચડયા પછી રિન્ય સહિત રાજાએ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org