Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૨૬ વૈરાગ્યરસમંજરી
[પંચમ બળદ થશે અને પછી મનુષ્ય થશે. એ પ્રમાણે ઘણું ભ કરી ઈભ્ય કુળમાં અવતરી દીક્ષા લઈ કાળ કરી તે “અનુત્તર’ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાસમ્યગ્દષ્ટિ ચકવતી થઈ દીક્ષા લઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જશે. આ પ્રમાણેની હકીકત મહાનિશીથના ચોથા અધ્યયનથી જાણ લેવી. ૨૩ષિદરાની કથા
ભરતક્ષેત્રમાં વર્ધમાન નગરમાં કુલ નૃપતિને નન્દન સંપ્રતિ નરેશ્વર રાજ્ય કરતે હતું તે વેળા એ નગરમાં ઋષભસેન નામને મેટી ઋદ્ધિવાળે સાર્થવાહ વસતે હતે. જૈન ધર્મના રાગી આ સાર્થવાહને વીરમતિ નામની પત્ની હતી. સંસાર-સુખ ભોગવતાં આ દંપતીને સહદેવ અને વીરદાસ એમ બે પુત્ર અને ઋષિદના પુત્રી થયાં હતાં. રષિદત્તાના ગુણોથી આકથઈને અનેક ઉમેદવારોને એને પરણવાના કેડ થતા હતા, પરંતુ વીરસેને એવું જાહેર કર્યું હતું કે સુંદર રૂપ, સંપત્તિ વગેરેથી સંપન્ન પુરુષ જો મિથ્યાત્વ હોય તે તેને મારી પુત્રી ન આપતાં હું કરૂપ, દરિદ્ર એ જૈન ધમી હોય તે તેને મારી પુત્રી પરણાવવા તૈયાર છું. આ સાંભળીને “કૂપચન્દ્ર” નગરથી રુદ્રદત્ત નામને સાર્થવાહ “વર્ધમાન” નગરમાં આવ્યો. ત્યાં તે પિતાના મિત્ર કુબેરદત્તને ઘેર ઉતર્યો. એક દિવસ ત્યાં થઈને રષિદરા જતી હતી તે એની નજરે પડી. આથી એણે પિતાના મિત્રને પૂછ્યું કે રાષભસેનની પુત્રી આ જ કે ? કુબેરદત્તે કહ્યું કે હા, પરંતુ એને પરણવું હોય તે જૈન બનવું પડશે. કામાતુર શું ન કરે? કદર કપટ પૂર્વક જૈન ધર્મ અનુસાર જીવન ગુજારવા માંડ્યું. દેવ, ગુરુ અને સાત ક્ષેત્રની આરાધના કરવામાં તે એટલે બધો રસ બતાવવા લાગ્યું કે એ જોઈને ઋષભસેન રાજી રાજી થઈ ગયે અને એણે પિતાની પુત્રીને ઉત્સાહથી એની સાથે પરણાવી.
સદા સસરાને ત્યાં જ વિદત્તા સાથે આનંદપૂર્વક દિવસ પસાર કરવા લાગ્યો. એવામાં એક દહાડે એના પિતાશ્રીને પત્ર આવતાં ગષભસેનની રજા લઈ
વિદત્તા સાથે તે પિતાને ગામ જવા નીકળ્યા. પિતાને ઘેર પહોંચ્યા બાદ ધીરે ધીરે જૈન ધર્મને એ તિલાંજલિ આપતા ગયા અને મિથ્યાષ્ટિના સંસ્તવ
૧ જુઓ આહતદર્શનદીપિકા (પૃ.૪૯૩).
૨ શ્રીહંસવિજ્યજી જૈન લાઇબ્રેરી ગ્રન્થમાલા નં. ૯ તરીકે પ્રસિદ્ધ થયેલ અને ત્યાં સૂચવ્યા મુજબ શ્રીભદ્રબાહુપ્રણીત વસુદેવહિંડીમાંથી ઉદ્ભૂત તેમજ મને શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજ્યજી તરફથી ભેટ મળેલ શ્રીનર્મદાસુન્દરીકથાને આધારે આ અત્ર આલેખવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org