Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
શુક ]
સાનુવાદ
૪૨૯
એમ (કુલે) પાંચ ભૂષણા સમ્યક્ત્વને વિભૂષિત કરે છે. (તેથી) સમગ્ર શક્તિ અનુસાર તે કરવાં જોઇએ. ’’-૧૩૭–૧૩૮
सुलसा देवपालोऽत्रो - दायिभूपश्च कामिनी । पक्षिनविक्रम राजा, ज्ञातानि सन्ति भूषणे ॥ १३९ ॥
ભૂષણ સંબંધી દષ્ટાન્તા—
શ્લા
સુલસા, દેવપાલ, ઉદાયિ રાજા, કામિની અને પક્ષીના સહાર કરનારા (ત્રિ)વિક્રમ નૃપતિ એ અત્ર ભૂષણ સંબંધી ઉદાહરણો છે.”–૧૩૯ સુલસાનું ચરિત્ર—
સ્પષ્ટી-રાજગૃહ' નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ઇન્દ્રને માલિની જેમ તેને નાગ નામના સાથેિ હતો. આની પ્રિયાનું નામ સુલસા હતું. પેાતાને પુત્ર ન હેાવાથી સારથિ ચિંતાતુર રહેતા હતેા. તેની આ ચિન્તા દૂર કરવા માટે સુલસા ધર્મોનું વિશેષ આરાધન કરવા લાગી. દરરોજ ત્રિકાલ જિતપૂજન કરવું, બ્રહ્મચર્યપૂર્વક આયખિલ (આચામ્ય) કરવાં ઇત્યાદિ ધાર્મિક ક્રિયાઓમાં તે પોતાના સમયનો સદુપયાગ કરવા લાગી.
"
એક વેળા ‘ સાધમ ” દેવલાકમાં ઇન્દ્રે સુલસાના સત્ત્વની ખૂબ સ્તુતિ કરી. તે એક દેવથી સહન થઇ શકી નહિ. એથી સાધુનેવેષ સજી સુલસાની પરીક્ષા કરવા માટે તે એને ઘેર આવ્યો. સાધુ સમજીને આ નારીએ તેને નમન કર્યું. એટલે આ કૃત્રિમ સાધુએ તેને કહ્યું કે હું શ્રદ્ધાળુ શ્રાવિકા ! એક સાધુ માંદા થઇ ગયા છે, તેને શરીરે લગાડવા તેલ જોઈએ છીયે. આ સાંભળીને હ ભેર સુલસા લક્ષપાક તેલ લેવા ગઇ, કેમકે સુપાત્રને તેનું દાન દેવાથી તે તેલ બનાવેલું સાર્થક થશે એવા શુભ વિચાર તેને સ્ફુર્યાં. જે આ લક્ષપાક તેલના એક કુંભ લઇ તે આવતી હતી તેવા જ આ દેવે માયાથી તેને ફાડી નાંખ્યા. આથી તે ખીએ લેવા ગઇ. તે લઈને આવતાં પણ તે પણ દેવ-માયાથી ફૂટી ગયો. એવી રીતે સાત કુંભા ફૂટી ગયા તેપણુ એને ભાષ તેવા ને તેવા જ કાયમ રહ્યો. વિશેષમાં પેાતાનું પુણ્ય પ્રમળ નથી, પેાતે નિર્ભ્રા છે કે જેથી સત્પાત્રને વિષે તેલનું દાન ન કરી શકી એમ તે પોતાની જાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org