Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૩૦
વૈરાગ્યરસમજવી
[ પંચમ
નિંદવા લાગી. તેના આવે અખંડિત શુભ ભાવ જોઇ દેવ પ્રગટ થયેા અને સુલસાને કહ્યું કે ઇન્દ્રે તારી જે પ્રશસા કરી હતી તે મને સાચી નહિ લાગવાથી હું અહીં તારી પરીક્ષા કરવા માટે આવ્યા. મને હવે પ્રતીતિ થઇ છે કે ઇન્દ્રે કહ્યા કરતાં પણ તું અધિક સત્ત્વશાળી છે; વાસ્તે હું મહાશયા ! હું તારા ઉપર સંતુષ્ટ થયા છું, માટે તારી ઇચ્છામાં આવે તે માગ. સુલસાએ જવાબ આપ્યા કે એમ છેતે મને પુત્રા આપ. આથી દેવે તેને બત્રીસ ગાળીએ આપી અને કહ્યું કે આ એકેક ખાવાથી તને એકેક પુત્ર થશે. આ પ્રમાણેની વાતચિત કરી દેવ સ્વસ્થાનકે ચાલ્યા ગયા. પુત્રા થાય એવી ગાળીએ મળવાથી સુલસાને ઘા આનંદ થયા, બત્રીસ વાર ગર્ભ ધારણ કરવાનું કષ્ટ તેમજ તેટલી વાર પ્રસૃતિની વેદના અસા ત્રાસરૂપ જાણી બત્રીસે ગાળી એક જ સાથે ખાઇ જવાથી ખત્રીસ લક્ષણાથી લક્ષિત એવા એક જ પુત્ર થશે એમ ધારી એ ખત્રીસે ગેાળી ખાઈ ગઈ; પરંતુ તેના ધારવા કરતાં પરિણામ ઉલટું આવ્યું. આથી તે એને બત્રીસ ગૉં રહ્યા. આની અપાર વેદના નહિ સહન થઇ શકવાથી તેણે પૂર્વોક્ત દેવને ઉદ્દેશીને કાર્યોત્સર્ગ કર્યાં. આથી એ દેવ આવ્યા અને તેની વેદના દૂર કરતાં કહ્યું કે હું સુલસા ! તેં આ ઉચિત કર્યું નહિ; કેમકે આથી તા તને સમાન આયુષ્યવાળા ખત્રીસ પુત્ર થશે અને તેએ એકી વખતે મરણ પામરો, આ પ્રમાણેની પરિસ્થિતિ સમજાવો એ દેવ ચાલતા થયા.
કાલાંતરે ગર્ભના કાળ પૂર્ણ થતાં સુલસાએ બત્રીસ પુત્રાને જન્મ આપ્યું. સમય જતાં આ સર્વે યૌવન–અવસ્થા પામ્યા અને તે સર્વે શ્રેણિકની પાસે રહેનારા વિશ્વાસુ નાકરા બન્યા.
એકદા શ્રેણિક રાજા ચેડા રાજાની સાત પુત્રીઓમાં સાથી મેાટી સુજ્યેષ્ઠા નામની પુત્રીનું સંકેતાનુસાર સુરંગને રસ્તે થઇને હરણ કરવા ગયા. આ વખતે સુલસાના છત્રીસ પુત્રોને તેણે સાથે લીધા હતા. આ શ્રેણિક રાજા સુજ્યેષ્ઠાના મહેલ આગળ જઇ પહેાંચ્યા એટલે ગુજ્યેષ્ઠા સાથે જવા નીકળી. આને જતી જોઇ એની નાની બેન ચિલ્લણા પણ તૈયાર થઈ. સુરંગ આગળ આવ્યા માદ સુજ્યેષ્ઠાને રત્નના કડિયા યાદ આવ્યે એટલે તે લેવા તે મહેલે પાછી ફરી. આ દરમ્યાન ચિલ્લાએ શ્રેણિકને કહ્યુ' કે શત્રુના રાજ્યમાં વધારે વખત રોકાઇ રહેવું સહીસલામત ન ગણાય. આથી સુજ્યેષ્ઠાની રાહ જોયા વિના શ્રેણિકે ચિલ્લણાને રથમાં બેસાડી ચાલવા માંડયું.
થાડીક વારમાં તાં સુજ્યેષ્ઠા સુરગ આગળ આવી પહોંચી, પરંતુ શ્રેણિક તેમજ ચિલ્લણાને ત્યાંથી પલાયન કરી ગયેલાં જોઈ તેને પિત્તો ઉછળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org