Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પંચમ ઈચ્છા હોય તે મને આવીને પ્રણામ કર, નહિ તો હું તારે ઘાટ ઘડી કાઢીશ. વજકણે પ્રત્યુત્તર આપ્યો કે મારે રાજ્યની જરૂર નથી. મેં જે નિયમ લીધે છે તેને હું છેવટ સુધી પાળીશ. મને ધર્મ-દ્વાર આ૫ જેથી હું અન્યત્ર જાઉં અને મારા નિયમને નિર્વાહ કરું. સિંહરશે તેની આ વાત ન સ્વીકારી, કિન્તુ તે એને મારી નાંખવા તૈયાર થયો છે અને એથી આ નગર ઉજજડ જણાય છે.
આ પ્રમાણેની હકીકત સાંભળી રામે લક્ષ્મણને કહ્યું કે ચાલે, આપણે ત્યાં જઈએ; અને વળી વજકર્ણ આપણો સહધમ છે, વાસ્તે આપણે એને બનતી મદદ પણ કરીએ. રામને “દશપુર ની બહાર રાખી લક્ષ્મણ નગરમાં ગયે. વજકણે તેને ભોજન માટે આમંત્રણ કર્યું. ત્યારે તેણે કહ્યું કે મારા મોટા ભાઈ અને ભાભી બહાર દેવકુલમાં છે, તેમના જમ્યા પછી હું ભેજન કરીશ. વજકણે રામ અને સીતાને પણ તેડાવ્યાં અને પછી બધાને ભાવથી જમાડ્યાં. પછી રામે લક્ષ્મણને સિંહરથ પાસે મોકલ્યા. ત્યાં જઈને લક્ષ્મણે કહ્યું કે મને દશરથ રાજાના પુત્રે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે તારે વજકર્ણ સાથે યુદ્ધ ન કરવું. સિંહાથે તે અનાદર કર્યો. એટલે લક્ષ્મણે તેની સાથે યુદ્ધ કરી તેને હરાવી દીધું. આથી તે શરણે આવ્યો એટલે તેને હુકમ કર્યો કે વજકને “અવંતી ”નું રાજય આપે અને તેને સેવક થઈને તે રહે. આ પ્રમાણે વજકર્ણને સહાય કરી રામ વગેરે અન્યત્ર ચાલતા થયા. વજક અખડિતપણે જીવન પર્યંત પિતાને નિયમ પાળે અને અંતમાં સ્વર્ગે સિધા. કાલાંતરે તે મોક્ષે જશે.
शङ्का काङ्क्षा विचिकित्सा, इलाघा मिथ्यात्विनां तथा ।
तेषां परिचयस्त्याज्यः, सम्यक्त्वं दृषयन्ति यत् ॥१३२॥ પાંચ દૂષણે—
શ્લે –“શંકા, કલા, વિચિકિત્સા, મિયાત્વીઓની પ્રશંસા તથા તેમને પરિચય એ ત્યજવા છે, કેમકે તે સમત્વને દૂષિત કરે છે.–૧૩૨
पेयापो जितशत्रुश्च, दुर्गन्धा श्रेणिकप्रिया । सुमतिः ऋषिदत्ता च, ज्ञातानि सन्ति दृषणे ॥१३३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org