Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૧૬ વૈિરાગ્યરસામંજરી
પંચમ વિના આંગણે દીપતું નથી ઈત્યાદિ કારણને લઈને પુત્રપતિ માટે આપ પણ એમ પત્નીએ સૂચના કરી. વૃષભ શેઠ મન રહ્યા એટલે જયસેનાએ સારા ઘરની ગુણસુંદરી નામની એક કન્યા સાથે તેમનું લગ્ન કરાવ્યું. દેખાવથી અને બાહ્ય વર્તનથી સુશીલ માલુમ પડતી આ ગુણસુંદરીને ઘરની સારસંભાળ
પી જયસેના ધર્મ-સાધના કરવામાં જોડાઈ. ટુંક સમયમાં તે ગુણસુંદરીએ એક પુત્રને જન્મ આપે. આથી વળી એનું માન વિશેષ વધ્યું.
એકદા ગુણસુંદરી પિયર ગઈ ત્યારે તેની માતા બંધુશ્રીએ તેને પૂછયું કે કેમ તું સુખી તે છે ને ? ઉત્તર મળે કે માથું મુંડાવીને વાર પૂછવે કે પાણી પીધા પછી ઘર પૂછવું જેમ નિષ્ફળ છે તેમ મને સપત્નીના ઉપર આપીને સુખનું પૂછવું એ મારા દુઃખની હાંસી છે. માએ આશ્વાસન આપતાં કહ્યું કે કંઈ ફિકર નહિ. હું જયસેનાને ઘાટ ઘડી કાઢું છું.
એવામાં એક વખતે કઈ કાપાલિક બંધુશ્રીને ઘેર ભિક્ષા માટે આવી ચડ્યો. તેને જ સારી સારી ભિક્ષા આપી રાજી કર્યો. આથી કાપાલિકે પિતાના લાયક કામ બતાવવા સૂચવ્યું. બંધુશ્રીએ જયસેનાને મારી નાખવા કહ્યું. કાળી ચૌદશ આવતાં એ સમશાનમાં ગયો અને મુડદું લાવી તેણે તેની પૂજા કરી વૈતાલિ વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીનું આહવાન કર્યું. દેવી પ્રત્યક્ષ હાજર થતાં કાપાલિકે તેને જયસેનાને મારવા જવાનું ફરમાવ્યું. દેવી ગઈ તે ખરી, પરંતુ જયસેનાને કાત્સર્ગ મુદ્રામાં જૈન ધર્મને વિષે દઢ જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ. તેનું તેના ઉપર જેર ન ચાલતાં તે કેધાયમાન થઈ પાછી ફરી. તેને આવતી જોઈ કાપાલિક પિબારા ગણે ગયે. પ્રસંગ મળતાં ફરી બીજી વાર અને વળી ત્રીજી વાર પણ જયસેનાનું ખૂન કરવા કાપાલિકે દેવીને મોકલી, પરંતુ જૈન ધર્મના પ્રભાવથી તે આને વાળ પણ વાંકે ન કરી શકી. ચોથી વાર કાપાલિકે તેને મેકલી, પરંતુ સાથે સાથે એમ કહ્યું કે ગુણસુન્દરી અને જયસેના એ બન્નેમાંથી જે દુષ્ટ હોય તેને મારી નાંખજે. વૈતાલિ વિદ્યા આવી અને તેણે મહાપ્રપંચવાળી અને દુષ્ટ આચરણવાળી ગુણસુન્દરીને કાયચિતા માટે દરવાજા આગળ આવેલી જોઈ તેનું માથું તરવારથી ઉડાવી દીધું. આ વખતે પણ જયસેના કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ હતી. ધ્યાન પૂર્ણ કરી તે દરવાજા આગળ આવી તે ગુણસુન્દરી મરણને શરણ થયેલી તેના જેવામાં આવી. પિતાના ઉપર આથી ઘર કલંક આવી પડશે એમ વિચારી ત્યાંથી તે પાછી ફરી અને ધ્યાનસ્થ થઈ રહી.
આજે તે જયસેનાના રામ રમી જ ગયા હશે એવી આશાથી બંધુશ્રી ગુણસુન્દરીને બીજે દિવસે સવારના મળવા આવી, પરંતુ ત્યાં તે પિતાની પુત્રીને મરણ પામેલી જોઈ તે તે સ્તબ્ધ થઈ ગઈ. છતાં તેણે દરબારમાં જઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org