Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
મુક !
સાનુવાદ જમાલિ અને મહાવીર વચ્ચે મત-ભેદ માટે ઉપર દર્શાવ્યા સિવાયની કઈ બાબત હોય એવું વર્ણન મળતું નથી. એટલે જમાલિ વ્યવહાર-દષ્ટિને જ માન હતું, જ્યારે મહાવીર વ્યવહાર-દષ્ટિ અને નિશ્ચય-દષ્ટિ એમ ઉભયને સ્વીકારતા અને સમાનતા હતા. ભગવાનને સિદ્ધાંત “મને પરે ને હતું, જ્યારે જમાલિને “રે છે ને હતે. એટલે કે જે કામ કરતું હોય, જેનું છેવટનું ફળ ન આવ્યું હોય, અર્થાત્ જે પૂર્ણ ન થયું હોય તે પણ થયું એમ કહી શકાય એ મહાવીરને મત હતા, જ્યારે જે કામ ચાલુ હોય તેને કરાયું કે સફળ ન કહેતાં જ્યારે તે પૂર્ણ થાય-છેવટનું ફળ પ્રાપ્ત થાય ત્યારે જ તે કરાયું કે સફળ થયું એમ કહેવાય એવી જમાલિની માન્યતા હતી.
આ ઉપરથી એક સ્થલે સૂચવાયું છે કે બંને વચ્ચે મત-ભેદ એટલા પૂરતે. હતું કે એકની માન્યતા મુજબ કઈ પણ પ્રયત્નના પ્રારંભના પ્રાથમિક ક્ષણથી કે પ્રયત્નની પૂર્ણાહુતિ પર્વતની સમગ્ર પ્રયત્ન-ધાર એ જ ફળ છે અને નહિ પ્રમાણ નથી. બાકી એ વાત સાચી છે કે બંનેએ પિતાના ગુસ્વર્યની સામે થઈને પતિપિતાને ખાસ અનુયાયી-વર્ગ ઊભો કર્યો હતો, જોકે તેમની હૈયાતી બાદ તેમને વંશ ચાલુ રહ્યો કે તેમનું સાહિત્ય પણ જળવાઈ રહ્યું એમ માનવા પૂરતું પ્રમાણ મળતું નથી. જેમ દેવદત્તનો ઉલ્લેખ કેવળ બદ્ધ સાહિત્યમાં છે તેમ જમાલિને ફક્ત જૈન શ્વેતાંબર સાહિત્યમાં છે. દેવદત્તને પ્રથમ સંઘભેદકને ઇલ્કાબ મળ્યો હતો, જ્યારે જમાલિને પ્રથમ નિહ્નવને ખિતાબ મળ્યો હતો. વળી આ બંને પિતાને ગુસ્ની પૂર્વે જ કાલ-ધર્મ પામ્યા હતા.'
૧-૨ વ્યવહાર-દષ્ટિ એટલે ધૂળ અનુભવને આધારે ઘટ્ટાયેલી માન્યતા, જ્યારે નિશ્ચય-દષ્ટિ એટલે સૂક્ષ્મ અનુભવને આધારે ઘડાયેલી માન્યતા. પહેલી દષ્ટિમાં સ્થૂલતાને લઈને અનુભવોનું વૈવિધ્ય છે, જ્યારે બીજી દષ્ટિમાં સૂક્ષ્મતાને લીધે અનુભવોની એક્તા છે. પહેલીમાં ઉપલકપણું છે, છાછરાપણું છે, જ્યારે બીજીમાં ઊંડાણ છે, ગંભીરતા છે. પહેલીમાં સાધ્ય અને સાધનને ભેદ છે, જ્યારે બીજીમાં એ બેને અભેદ છે. પહેલીના અધિકારી સાધારણ બુદ્ધિના અને ઘણા લોકે છે, જયારે બીજાને અસાધારણ મનુષ્યો અને તે પણ વિરલા છે.
૩ મહાવીર સ્વામીનું કહેવું એ હતું કે વ્યવહાર અને નિશ્ચય એ ઉભય દષ્ટિને આધારે કોઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર પ્રવૃત્તિ રહી શકે. કેવળ વ્યવહાર-દષ્ટિ પ્રમાણે વર્તતાં તો ભેદ અથવા વિરોધ બુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને વૈર્ય ખૂટી જતાં સાધ્ય સુધી ન જ પહોંચી શકાય. વ્યવહાર વિનાની કેવળ નિશ્ચય-દષ્ટિને ખરા અર્થમાં અનુસરતાં નુકસાન થાય. વળી તેમ કરનારા પણ કેટલા? એકાદ વ્યક્તિ ભલે તેવી હોય તો પણ સામુદાયિક હિતની સંભાવના ઘણી જ ઓછી રહે છે, વળી મોટે ભાગે નિશ્ચય-દષ્ટિના ઓઠા તળે પ્રપંચની જાળો પણ પથરાય અને દંભના પાસા પણ ખેલાય; તેથી નિશ્ચય-દષ્ટિને ધ્યાનમાં રાખી વ્યવહાર-દષ્ટિ અનુસાર પીન કરવામાં જ કમિક વિકાસને વધારે સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org