Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૦૮ વાગ્યરસમજરી
[ પંચમ આપી સાર્થવાહે પિતાના પાંચ પુત્ર સાથે ચિલાતીપુત્રની પુંઠ પકડી. દ્રવ્ય મળવાની લાલચે કેટવાલે કમર કસી અને તે પિતાના માણસો સહિત ચેરેની નજીક આવી પહોંચ્યો. ભયભીત થઈ ધન પાછું મૂકી ચેરે અટવીમાં નાસી ગયા. કેટવાલ અને તેના માણસે તે લેવા રોકાયા, પરંતુ પ્રાણથી પણ વધારે પ્રિય એવી પુત્રીને મેળવવા માટે સાર્થવાહ અને તેના પાંચ પુત્રે તે આગળ વધ્યા.
આ તરફ ચિલાતીપુત્ર સિંહ એક બકરાને ઉપાડે તેમ સુંસમાને ખભે ઉપાડી ખાડા ટેકરા, ઝાળાં ઝાંખરા તેમજ ભૂખ અને તરસની પરવા કર્યા વિના આગળને આગળ ચાલતો હતો. તે પણ અંતે થાક્યો અને મામલે બારીક બનતે જોઈ શું કરવું તેના વિચારમાં પડ્યો. પૂર્વ જન્મને સ્નેહ અને નવીન મેહ સંસમાને ત્યજી દેવામાં વિદનરૂપ નીવડ્યા. એટલે ખાઈ ન શકું તે ઢળી શકું એવા નિશ્ચય ઉપર આવી તેણે તેને મારી નાંખી. તેનું ધડ જમીન ઉપર પડતું મૂકી તે તેનું માથું લઈને નાસવા લાગ્યો. આગળ પ્રયાણ ચાલુ રાખેલ સાર્થવાહની દષ્ટિએ ધડ પડયું. તે જોતાં જ તે થંભી ગયા અને પુત્રીને મરી ગયેલી જાણ નિરાશ થઈ ઉદ્વિગ્ન ચિત્તે તે પુત્રો સહિત રુદન કરવા લાગ્યો. ઘણે દૂર આવી પડવાથી આ છએ જણાને અત્યંત તૃષા લાગી હતી, પરંતુ આમ તેમ તપાસ કરતાં કેઈ સ્થળે જળ મળ્યું નહિ. જેમ જેમ વખત જતા હતા તેમ તેમ તેમના પ્રાણ પરલેક સિધાવી જવાની તૈયારી કરતા હતા. આથી ધનાએ પોતાના પુત્રોને કહ્યું કે તમે મને મારી નાખે અને મારાં માંસ અને લેહીને ઉપયોગ કરી તમારા જીવનને બચા. મેટા પુત્ર જવાબ આપે કે આપ તે અમારા પૂજ્ય છે, શિરછત્ર છે,
૧ “ ક્ષિતિપ્રતિષ્ઠિત ” નગરમાં યજ્ઞદેવ નામનો એક વિપ્ર રહેતું હતું. તેણે એવું પણ લીધું હતું કે મને જે હરાવે તેને હું શિષ્ય થાઉં. ભોગજેને જે જૈન મતની તે નિંદા કરતા હતા તેના અનુયાયી શ્રમણને હાથે તેની હાર થઈ. આથી તેને દીક્ષા લેવી પડી. જાતિસ્વભાવને લઈને મુનિના આચાર તરફ તેને દુર્ગછા થયા કરતી, કેમકે આ દિશામાં તે દંતધાવન કે સ્નાનાદિ કરી શકતું ન હતું. તેના ઉપર આસક્ત રહેતી તેની પત્ની તેને નેહપાશમાં નાંખવા પ્રયાસ કરતી હતી, પરંતુ તેમાં તેને બેડે પાર નહિ પડવાથી તેણે કામણ કર્યું. આ મુનિ તે સંયમમાં મકકમ રહી કાલધર્મ પામી સ્વર્ગે ગયા. પત્નીને એમ લાગ્યું કે મારા કામણથી આના પ્રાણ પરલોક સિધાવ્યા છે. મુનિઘાતથી ડરીને તેણે પણ દીક્ષા લીધી, પરંતુ કામણુની આચના કર્યા વિના મરણ પામી તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. મુનિ સ્વર્ગમાંથી એવીને ચિલાતીપુત્ર થયા, ત્યારે તેની પત્ની સુંસુમા તરીકે ધન્નાને ઘેર અવતરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org